માત્ર 2.5 સેકન્ડમાં 0 થી 100 કિમીની સ્પીડ પકડી લે છે આ ઇલેક્ટ્રિક કાર Lucid Air, કિંમત સાથે જાણો શું છે આ કારમાં ખાસ
લ્યુસિડ મોટર્સએ પોતાની બહુ પ્રતિક્ષિત લ્યુસિડ એર ઇલેક્ટ્રિક સેડાન કારના પ્રોડક્શન વર્ઝનને લોન્ચ કર્યું છે. કંપનીએ અમેરિકાની સિલિકોન વેલી સ્થિત પોતાના હેડક્વાર્ટરથી એક ગ્લોબલ વેબ પ્રસારણ દ્વારા આ કારને લોન્ચ કરી હતી. કંપનીએ કહ્યું કે તે આ નવી ફૂલ ઇલેક્ટ્રિક લકઝરી સેડાન કારની ડિલિવરી માર્ચ 2021 થી શરુ કરશે. નોંધનીય છે કે લ્યુસિડ મોટર્સ અમેરિકાના કેલિફોર્નિયાની એક ઇલેક્ટ્રિક વહીકલ સ્ટાર્ટઅપ કંપની છે. ખાસ વાત તો એ છે કે કંપનીની નવી કર લ્યુસિડ એર રેન્જ બાબતે અમેરિકાની દિગ્ગજ ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની કાર કરતા ક્યાંય વધુ છે.
વેરિએન્ટ અને કલર

ઇલેક્ટ્રિક સેડાન કાર લ્યુસિડ એર 4 વેરિએન્ટમાં રજુ કરાઈ છે. જેમાં બેઝ વેરિએન્ટ સિવાય Touring, Grand Touring અને Dream એડિશનનો વિકલ્પ પણ છે. પોતાના ડ્યુલ મોટર સેટઅપમાં આ કાર 1,080hp પાવર જનરેટ કરે છે. ઇલેક્ટ્રિક કાર 3 કલરમાં છે. જેમાં સ્ટેલર વ્હાઇટ, ઇંફનીટ બ્લેક અને યુરેકા ગોલ્ડ શામેલ છે. યુરેકા ગોલ્ડ કલર કારના ફક્ત ડ્રિમ એડિશનમાં જ મળશે.
સૌથી ઝડપથી ચાર્જ થાય તેવી ઇલેક્ટ્રિક કાર

લ્યુસિડ એર કારમાં કોમપેક્ટ 113kWh એક્સ્ટેન્ડેન્ટ રેન્જ બેટરી પેક મળશે. આ એક એવી જ ઇલેક્ટ્રિક સેડાન કાર છે જે સૌથી ઝડપથી રિચાર્જ કરવાનું ફીચર આપે છે. કંપનીના કહેવા મુજબ DC ફાસ્ટ ચાર્જિંગ નેટવર્કથી કનેક્ટ કર્યા બાદ આ કાર ફક્ત 20 મિનિટના ચાર્જિંગ બાદ 300 માઈલ એટલે કે લગભગ 482 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. જયારે ફૂલ ચાર્જિંગ થયા બાદ આ ઇલેક્ટ્રિક કાર 832 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
સ્પીડ

લ્યુસિડ એર માત્ર 2.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ ઇલેક્ટ્રિક કારની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ છે. આ એકમાત્ર એવી ઇલેક્ટ્રિક સેડાન કાર છે જે 10 સેકન્ડથી ઓછા સમયમાં ક્વાર્ટર માઈલ ટાઈમ મેળવી લે છે.
ફીચર્સ

લ્યુસિડ ર ઇલેક્ટ્રિક કારનું ઇન્ટિરિયર પ્રાઇવેટ જેટ જેવું છે. લ્યુસિડ એરમાં ફૂલ સાઈઝ લકઝરી ક્લાસ ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. ચાલકની સામે 34 ઇંચ કવર્ડ ગ્લાસ કોકપીટ 5K ડિસ્પ્લે પણ છે જે ડેશબોર્ડની ઉપર ફ્લોટ કરે છે. આ કારમાં 32 સેન્સર પણ આપવામાં આવ્યા છે. કારમાં ચાલાક માટે મોનીટરીંગ સિસ્ટમ અને તેના એડવાન્સ આસિસ્ટન્ટ સિસ્ટમ માટે ઈથરનેટ બેઝડ આર્કિટેક્ચર આપવામાં આવ્યું છે.
કિંમત

લ્યુસિડ એરના બેઝ વેરિએન્ટની કિંમત 80000 ડોલર એટલે કે 58.75 લાખ રૂપિયા જયારે Touring વેરિએન્ટની કિંમત 95000 ડોલર એટલે કે લગભગ 69.7 લાખ રૂપિયાથી શરુ થાય છે. Grand Touring વેરિએન્ટની શરૂઆતી કિંમત 1,39,000 ડોલર એટલે કે લગભગ 1 કરોડ રૂપિયા જયારે ટોપ એન્ડ મોડલ Dream એડિશનની કિંમત 1,69,000 એટલે કે સવા કરોડ રૂપિયા છે.
બુકીંગ

લ્યુસિડ એર ઇલેક્ટ્રિક કારનું બુકીંગ કંપનીની વેબસાઈટ પર શરુ કરી દેવામાં આવ્યું છે. આ કારને 1000 ડોલરની રકમ ચૂકવીને બુક કરી શકાય છે. જો કે કારના ટોપ મોડલ ડ્રિમ એડિશનની બુકીંગ માટે 7500 ડોલર ચૂકવવા પડે તેમ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "માત્ર 2.5 સેકન્ડમાં 0 થી 100 કિમીની સ્પીડ પકડી લે છે આ ઇલેક્ટ્રિક કાર Lucid Air, કિંમત સાથે જાણો શું છે આ કારમાં ખાસ"
ટિપ્પણી પોસ્ટ કરો