મોજથી મોડી રાત્રે ફરતા અમદાવાદીઓ હવે ઘરમાં રહેજો, આ 27 વિસ્તારમાં નવા નિયમો લાગુ, જાણી લો જલદી કયા-કચા વિસ્તારોમાં શું થઇ જશે બંધ
અ’વાદીઓ ચેતજો, ગમે ત્યાં આંટાફેરા કરતા પેહલા જાણી લો આ સમાચાર, 27 વિસ્તારોમાં આજથી કકડ નિયમો લાગુ
ભારતની સાથે એક તરફ ગુજરાત પણ ન્યુ નોર્મલ તરફ આગળ વધે છે. પરંતુ રોજ કોરોના પણ વધુ ને વધુ રાજ્યને બાનમાં લેતો જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાનાં ૧૪૦૦ ઉપર કેસ આવી રહ્યા છે. મોટા શહેરોમાં ખતરો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં અનલોકના તબક્કામાં રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ફરતાં કોર્પોરેશન દ્વારા ફરીથી રાત્રે દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે દુકાનો ખોલી શકાશે નહીં.રાત્રિના સમયે માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે.
એસજી હાઈવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ, બોપલ, આંબલી, YMCAથી કાકે દા ઢાબા સહિતનાં 27 વિસ્તોરમાં આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. યુવાઓની બેદરકારીને કારણે આ અમદાવાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહી નીચે લિસ્ટમાં જે જે વિસ્તાર છે ત્યાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
1. પ્રહલાદનગરપ્રહલાદનગર રોડ
2. YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
3. બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
4. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
5. એસજી હાઈવે
6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ
7. સિંધુ ભવન રોડ
8. બોપલ-આંબલી રોડ
9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11. સાયન્સ સિટી રોડ
12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
13. આંબલી સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
14. સીજી રોડ
15. લો ગોર્ડન ( ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16. વસ્ત્રાપુર તળાવના ફરતે
17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
18. ડ્રાઈવ ઈન રોડ
19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22. IIM રોડ
23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
24. રોયલ અકબર ટાવર પાસે
25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ
રવિવારની સાંજે પણ તંત્રએ બોલાવ્યો હતો સપાટો
હાલમાં કોરોના જ ન હોય તે રીતે લોકો માર્કેટ સહિતની જગ્યાઓએ ટહેલી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં તંત્ર રવિવારની રજાને લઈ સાબદુ બન્યું હતું. અને અમદાવાદના પ્રખ્યાત સિંધુભવન રોડ પર પબ્લિક ભેગી થતાં ફૂડ કોર્ટ સહિતના કેફે સીલ મારવામાં આવ્યા હતા.
રવિવારની રજામાં અમદાવાદી યંગસ્ટર્સ SBR તરીકે જાણીતાં સિંધુભવન રોડ પરના કેફેમાં અડ્ડો જમાવતાં હોય છે. પણ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે એએમસી પણ સક્રિય થઈને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સિંધુભવન રોડ પર લોકો માસ્ક વગર દેખાતાં કોર્પોરેશનની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અને SBR પાસેનું SBR ફૂડ કોર્ટ, દેવરાજ ફાર્મ, બીસ્મિલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર સીલ કોવિડ ગાઈડલાઈનના બંગ બદલ સીલ કરવામાં આવ્યા હતા. અહીં લોકો માસ્ક વગર દેખાતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોતા પાસેની હોટલ માલવા સીલ કરાઇ હતી. જ્યારે વસ્ત્રાપુર લેક પાસે દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી. ખુદ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કામનું નિરીક્ષણ કર્યું હતું.
કોરોનાની સ્થિતિ
અમદાવાદમાં રવિવારે શહેર અને જિલ્લામાં કુલ 197 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીનાં મોત થયાં છે. જ્યારે કુલ 202 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 36,247 થયો છે. જ્યારે 30,114 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,803 થયો છે.
આ ઉપરાંત અનલોક બાદ દુકાનો શરૂ કરવાની મંજૂરી આપતાં પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લોકો બહાર રસ્તાઓ પર ઉભા રહેતાં હતા. જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સતત ભય રહેતો હતો. અને એ જ કારણે અમદાવાદના OSD રાજીવ ગુપ્તા દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજીવ ગુપ્તા દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના યુવાનો દ્વારા બેદરકારી રાખવામાં આવે છે. માસ્ક પહેરતાં નથી અને ટોળે વળીને બેઠાં હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "મોજથી મોડી રાત્રે ફરતા અમદાવાદીઓ હવે ઘરમાં રહેજો, આ 27 વિસ્તારમાં નવા નિયમો લાગુ, જાણી લો જલદી કયા-કચા વિસ્તારોમાં શું થઇ જશે બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો