ઘરની વહુ હોય તો આવી, દીકરો કે દીકરી ના કરી શક્યા એ પુત્રવધૂ કરી બતાવ્યું, ગુજરાતની ૬ કરોડ જનતાએ વખાણી
ઘરની વહુ હોય તો આવી, દીકરો કે દીકરી ના કરી શક્યા એ પુત્રવધૂ કરી બતાવ્યું, ગુજરાતની ૬ કરોડ જનતાએ વખાણી
છોરું કછોરું થાય પણ માવતર કમાવર ન થાય આપણે ત્યાં આવી અનેક કહેવત છે કે જે માતાપિતા અને બાળકને સંબોધીને છે. દીકરા દીકરી વિશે પણ આપણે ત્યાં ખુબ ચર્ચાઓ થાય છે અને વખાણ થાય છે. પરંતુ પોતાનું ઘર છોડીને આવેલી વહુ વિશે જોઈએ એટલું નથી બોલાતું. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને તમે ગદગદિત થઈ જશો.
પુત્રવધૂએ સસરાને આપ્યો 60 ટકા લિવરનો ભાગ
અમદાવાદમાં બનેલી આ ઘટનાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે અને એક અલગ જ દાખલો બેસાડ્યો છે. દીકરી દિવસે જ આવો કિસ્સો સામે આાવવો એ ખરેખર વખાણવા લાયક છે. અમદાવાદમાં રહેતી 30 વર્ષની પુત્રવધૂ ગરીમા અગ્રવાલે 61 વર્ષના સસરા દિનેશ અગ્રવાલને લિવરનો 60 ટકા ભાગ ડોનેટ કર્યો છે. હોસ્પિટલના તબીબોએ પરિવારને કહ્યું હતું કે, ‘લિવર ટ્રાન્સપ્લાન્ટ જ આખરી વિકલ્પ છે, કેડેવરમાં વેઈટિંગ છે જો પરિવારમાંથી કોઈ લિવર આપી શકે તો કહો’. આ વાત સાંભળી તેમની પુત્રવધૂએ લિવર આપવાની પૂરે પૂરી તૈયારી દર્શાવી સફળતાપૂર્વક સર્જરી થઈ હતી. તેથી તેને નવું જ જીવન મળ્યું છે.
6 ભાઇ-બહેન અને ત્રણ પુત્રોમાંથી એક પણના લિવર મેચ ન થયા
દિનેશ અગ્રવાલ અમદાવાદ સાયન્સ સિટી રોડ પર રહે છે અને બિમારીના કારણે તેને લિવર સોરાઈસિસનું નિદાન કરવાનું હતું. માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાં ડોક્ટરે લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું કહ્યું હતું. પરંતુ તેમના 6 ભાઇ-બહેન અને ત્રણ પુત્રોમાંથી એક પણના લિવર મેચ ન થયા અને છેલ્લે નવેમ્બર 2019 તેમની પરિસ્થિતિ વધારે લથડી ગઈ હતી. આવી હાલત જોઈને ડૉક્ટરની સલાહ લેવામાં આવી અને મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદના કેન્દ્રો પર કેડવર લિવર માટે નોંધણી કરાવી હતી. પરંતુ કોરોના વાઇરસના લીધે લૉકડાઉનના કારણે એ વાત એટલે જ અટકી પડી.
60 ટકા જેટલો ભાગ દાન કરીને પુત્રવધૂએ સસરાનો જીવ બચાવ્યો
ત્યરબાદ છેલ્લે જૂન મહિનામાં એસ.જી હાઇવે અમદાવાદમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પુત્રવધૂએ લિવરનું દાન કર્યું. સસરા પુત્રવધૂનું લિવર દાનમાં લેવા તૈયાર ન હતા. પરંતુ પુત્રવધૂએ દીકરી બની તેમને સમજાવ્યા હતા. અંતે લિવરનો 60 ટકા જેટલો ભાગ દાન કરીને પુત્રવધૂએ સસરાનો જીવ બચાવી લીધો. આ સીન જોઈને ભલભલા લોકો ભાવુક થઈ ગયા હતા. આ ઘટના પર સસરા દિનેશ અગ્રવાલે કહ્યું કે, મારા ત્રણ દીકરા ન કરી શક્યાં તે મારી પૂત્રવધૂએ કરી બતાવ્યું. હું તો તેનો ભવભવનો ઋણી થઇ ગયો છું.
મારા માતા-પિતા અને ભાઇ રાજસ્થાનથી બે વખત આવીને તેમને સમજાવ્યા
આ પછી પુત્રવધૂ ગરીમાએ પણ વાત કરી હતી અને સસરાના વખાણ કર્યા હતા. ગરીમાએ જણાવ્યું કે, અમારા ઘરનો માહોલ એવો છે કે હું સાસરે છું તેવું મને ક્યારેય નથી લાગ્યું. તે મારા પિતા કરતાં વધારે મારું અને મને રાખે છે. મારું લિવર લેવા સસરા તૈયાર ન્હોતા ત્યારે મારા માતા-પિતા અને ભાઇ રાજસ્થાનથી બે વખત આવીને તેમને સમજાવ્યા. પછી તેમણે આ વાત માની અને મને પકવાનગી આપી હતી. ત્યારે હવે આ કિસ્સો જોઈને લોકો સરસ સરસ કોમેન્ટ કરી રહ્યા છે અને કેપ્શન લખીને વખાણ કરી રહ્યા છે.
….બાકી આ જમાનામાં આ શક્ય જ નથી
સોશિયલ મીડિયા પર કોઈએ લખ્યું કે- વડીલ તમે ખૂબ ખૂબ નસીબદાર છો, દીકરી કરતાં પણ વધારે સારી પુત્રવધૂ તમને મળી છે, બાકી આ જમાનામાં આ શક્ય જ નથી. તમારો પરિવાર ખુબ સુખી રહે અને ખાસ પુત્રવધૂ ને ખૂબ ખૂબ શુભેચ્છા. ત્યારબાદ એક યુઝરે લખ્યું કે પહેલાં તો આવી પુત્રવધુ ને પ્રણામ. કારણ કે આવી પુત્રવધુ બનીને કામ કર્યું દીકરી તરીકેનું અને સ્ત્રી એ ખરેખર તો માતા જ કહેવાય. એટલે તે બહેન વંદનને પાત્ર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઘરની વહુ હોય તો આવી, દીકરો કે દીકરી ના કરી શક્યા એ પુત્રવધૂ કરી બતાવ્યું, ગુજરાતની ૬ કરોડ જનતાએ વખાણી"
ટિપ્પણી પોસ્ટ કરો