મહાન વૈજ્ઞાનિકના દાવાથી દુનિયામાં અફરા-તફરી, કોરોનાથી તો બચી જશો પણ આ 2 સંકટ કરી નાખશે સત્યાનાશ
હાલમાં 2020 ચાલી રહ્યું છે. આટલું કહ્યા પછી તમે સમજી ગયા હશો કે કોઈક ખરાબ સમાચાર સાંભળવા મળવાના છે. તો તમે બિલકુલ સાચુ જ સાંભળ્યું છે. કારણ કે જો કોરોનામાંથી માનવજાતિ ઉગરી ગઈ તો પણ ત્યારબાદ આવનારા બીજા બે સંકટોથી આ દુનિયાને કોણ બચાવશે? માનવતા પર મંડરાઈ રહેલા બે મોટા સંકટોની સામે કોરોના મહામારી તો કઈ જ નથી. નોમ ચોમસ્કીએ દુનિયાને ચેતવતા કહ્યું છે કે કોરોનાથી પણ બહુ મોટા બે ભયાનક સંકટ દુનિયાના અસ્તિત્વ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેના પર કોઈ વિચારે છે ખરા? બસ આટલું કહ્યા બાદ જ વિશ્વમાં ફફટાડ મચી ગયો છે અને ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

92 વર્ષના અમેરિકી ભાષાવિદ તેમજ રાજનીતિક વિશ્લેષક નોમ ચોમસ્કીનો દાવો છે કે કોરોના મહામારી બાદ કે તેની સાથે આવનારા આ બે સંકટો કે જેના ઉકેલ અંગે હાલ દુનિયામાં કોઈએ વિચાર્યું નથી. કોરોના આ બંને વૈશ્ચિક સંકટો સામે કઈ જ નથી. ચોમસ્કીના જણાવ્યાં મુજબ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ આ બે એવા સંકટો છે કે જે માનવ સભ્યતાના વિનાશને આમંત્રણ આપી શકે છે. સૌથી ડરામણી વાત જે ચોમસ્કીએ કહી તે એ છે આમ તો જો કોરોના વાયરસ મહામારી ઘણી ગંભીર સમસ્યા છે પરંતુ હાલના સમયમાં જે પ્રકારે વૈશ્વિક રાજકારણ અને આર્થિક હાલાતમાંથી દુનિયા પસાર થઈ રહી છે તે જોતા આ બંને આફતો હવે આપણાથી બહુ જોવા નથી મળી રહી.

ચોમસ્કીએ કહ્યું કે કોરોના મહામારીથી તો આપણે બચી જઈશું પરંતુ બાકીના આ બે વૈશ્વિક જોખમોથી પાર પડવું એ અશક્ય હશે અને આ આફતો દુનિયાને તબાહ કરી નાખશે. ઉલ્લેખનીય છે કે ચામસ્કીને જેનેરેટિવ ગ્રામના સિદ્ધાંતના સૂચક અને વીસમી સદીના ભાષાવિજ્ઞાનમાં સૌથી મોટા યોગદાનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. આર્ટ્સ અને હ્યુમેનિટિઝ સાયન્ટેશન ઈન્ડેક્સ મુજબ નોમ ચામસ્કી આજ સુધી કોઈ પણ સમયકાળમાં આઠમાં સૌથી મોટા ક્વોટેડ લેખક છે. 92 વર્ષના એવરમ નોમ ચોમસ્કી અમેરિકાના પ્રમુખ ભાષાવૈજ્ઞાનિક, દાર્શનિક, રાજનૈતિક વિશ્લેષક, લેખક અને વ્યાખ્યાતા છે. તથા હાલમાં તેઓ મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના રિટાયર્ડ પ્રોફેસર છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1402 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,26,169એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3355એ પહોંચ્યો છે. જ્યારે 1321 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મહાન વૈજ્ઞાનિકના દાવાથી દુનિયામાં અફરા-તફરી, કોરોનાથી તો બચી જશો પણ આ 2 સંકટ કરી નાખશે સત્યાનાશ"
ટિપ્પણી પોસ્ટ કરો