ખેેડૂતો અને મધ્યમવર્ગના લોકોને આ 3 બેંકો હવે સરળતાથી આપશે લોન, ઇગ્નોર કર્યા વગર જાણી લો તમે પણ આજે જ
આ ત્રણ મોટી બેન્કોએ લીધો મહત્ત્વનો નિર્ણય – ખેડૂતો તેમજ મધ્યમવર્ગીય લોકોને સરળતાથી મળશે લોન
હાલ ચાલી રહેલી કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં લાખો લોકો બેરોજગાર બની ગયા છે. અને કંઈ કેટલાએ ધંધાઓ ઠપ થઈ ગયા છે. આ બધાનો માર સીધો જ મધ્યમવર્ગના લોકો પર આવે છે. અને આવા સમયે તેમને આર્થિક રીતે બેંકો લોન દ્વારા મદદ કરતી હોય છે. પણ કેટલાક સંજોગોમાં તેમને લોન મેળવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે.
તાજેતરમાં મળેલા અહેવાલ પ્રમાણે દેશની ત્રણ મોટી બેંકોએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. આ બેન્કોમાં આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે. આ બેંકોએ એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે જેનો સીધો જ લાભ તેમના ગ્રાહકોને થશે. તો ચાલો જાણીએ કે આ બેંકોએ કયો મહત્ત્વનો નિર્ણય લીધો છે તે વિષે.
મળેલી માહિતી પ્રમાણે દેશની મોટી બેંક બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકો કે જેમનો સિબિલ સ્કોર સારો હોય તેમને ઓછા દરે વ્યાજ આપવાનું નક્કી કર્યું છે. અને આ રીતે સારા સિબિલ સ્કોર ધરાવતા લોકોને તેનો સીધો જ લાભ મળી જશે. આ રીતે ગ્રાહકોને પોતાન સ્કોર સુધારવાની પ્રેરણા મળશે કારણ કે સારા સ્કોર ધરાવતા ગ્રાહકને જ ઓછા વ્યાજનો લાભ મળશે.
તેની સાથે સાથે બેંકે પોતાના ધિરાણની બાબતમાં પણ સારા ક્રેડિટ સ્કોરનો સમાવેશ કર્યો છે. એટલે કે જેમનો ક્રેડિટ સ્કોર વધારે હશે તેમને ઓછા વ્યાજે લોન આપવામાં આવશે. તો બીજી બાજુ જેમનો સ્કોર સારો નહીં હોય તેમને ઓછા વ્યાજનો લાભ નહીં મળે અને તેમણે ઉંચા વ્યાજે લોન લેવી પડશે.
તો બીજી બાજુ કોટક મહિન્દ્રા બેંક દ્વારા પણ એક મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે જે પ્રમાણે બેંક કાર્ડલેસ કેશની સુવિધા આપવા જઈ રહી છે. આમ કરવા પાછળ ફ્રોડની શક્યતામાં ઘટાડો કરવાનો બેંકનો ઇરાદો છે. કોટક મહિન્દ્રા બેંકના આ નિયમ પ્રમાણે તેના ગ્રાહકને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબીટ કાર્ડની જરૂર નહીં પડે. આ રીત એસબીઆઈ દ્વારા પણ અપનાવવામા આવી છે. આ સુવિધામાં ગ્રાહકે મોબાઈલ બેન્કિંગ અથવા તો નેટ બેન્કિંગથી લોક ઇન કરવાનું રહેશે. અને આમ કરીને કાર્ડ લેસ વિથ્ડ્રોઅલ થઈ શકશે.
તો વળી આઈસીઆઈસીઆઈ બેંકે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ખેડૂતોને લાભ થશે. આઈસીઆઈસીઆઈ બેંકે લોન આપવાની એક નવી રીત અખતિયાર કરી છે. જેમાં બેંક દ્વારા ખેડૂતોને લોન આપવામા આવશે. અને તે હેઠળ ખેડૂતના ખેતરની સેટેલાઇટ દ્વારા તસ્વીરો લેવામા આવશે અને તેને લોન આપવામા આવશે. આમ કરવાથી ખેડૂતને થોડાક જ સમયની અંદર લોન મળી જશે. અને તેમની પ્રોરેસ પણ થોડી ટુંકી બની જશે. આ સાથે જ બેંક દ્વારા ખેડૂતની વાસ્તવિક સ્થિતિનો અંદાજો લગાવવામાં આવશે અને તે રીતે તેને ઓછા સમયમાં લોનની મંજૂરી મળી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ખેેડૂતો અને મધ્યમવર્ગના લોકોને આ 3 બેંકો હવે સરળતાથી આપશે લોન, ઇગ્નોર કર્યા વગર જાણી લો તમે પણ આજે જ"
ટિપ્પણી પોસ્ટ કરો