દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, પરિવારના મોભીએ એવો ગંભીર આરોપ કર્યો કે….
એક જ કુટુંબની 5 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું – પરિવારે લગાવ્યો ગંભીર આરોપ
છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ક્યાંક કોઈ પોતાના બાળકો સાથે આત્મહત્યા કરી રહ્યું છે તો વળી ક્યાંક કોઈ એકલું મોતને ભેટી રહ્યું છે. તાજેતરમાં રાજ્યના દાહોદમાં પણ આવી જ એક કરુણ ઘટના બની ગઈ છે. એક પરિવારના પાંચ સભ્યોએ એક સાથે આત્મહત્યા કરી લીધી છે. અને આખાએ દાહોદ જિલ્લામાં ચકચારની સાથે સાથે આઘાતની લાગણી પણ પ્રસરી ગઈ છે. આ ઘટના દાહોદના સુજાઈ બાગ નામના વિસ્તારમાં બની ગઈ છે. અહીં વર્ષોથી રહેતાં વ્હોરા પરિવારના પાંચ સભ્યોએ મોત વાહલું કર્યું છે.

આ કરુણ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દુઃખદાયક ઘટનામાં પતિ-પત્નીએ પોતાના બાળકો સાથે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર વ્હોરા સમાજનો છે તેવા શરૂઆતના અહેવાલ મળ્યા છે.

પોલીસે જ્યારે તપાસ કરવાની શરૂ કરી ત્યારે તેમના જાણવામાં આવ્યું કે પરિવાર પર દેવું વધી જતાં તેઓ ડીપ્રેશન અને ટેન્શનમાં આવી ગયા હતા અને તેના કારણે તેમણે આ પગલું લીધું. તેવું પરિવારના વડીલે જણાવ્યું હતું. મૃત્યુ પામેલા પરિવારજનોમાં 7 વર્ષ, 15 વર્ષ અને 17 વર્ષીય બાળકો તેમજ તેમના માતાપિતાનો સમાવેશ થાય છે.

પરિવારના એક વડિલ દ્વારા જાણવા મળ્યા પ્રમાણે પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી ભોગવી રહ્યું હતું અને તેનાથી નિરાશ થઈને તેમણે પરિવાર સાથે આ પગલું ભર્યું હતું. જો કે આ વાતને સાબિત કરતો હજુ સુધી કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. પરિવારનો પડીયા તેમજ પતરાળાનો વ્યવસાય હતો.

આ ઘટના અંગે મૃતકના પિતાએ મિડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે તેઓ પોતે વૃદ્ધ છે અને બોલી નથી શકતા. હવે તેમનો સહારો છીનવાઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે તેમને એટલી માહિતી હતી કે તેમના દિકરાએ પત્નીની બહેન એટલે કે તેની સાળી પાસેથી કેટલુંક સોનું લીધું હતું અને તેના કારણે તે પ્રેશરમાં હતા. અને તે પક્ષ તરફથી તેને ટોર્ચર કરવામાં પણ આવતા હતા. જો કે હજુ સુધી તેમના આ આરોપની કોઈ ખરાઈ થઈ શકી નથી. આ ઘટના અત્યંત ગંભીર તેમજ દુઃખદ છે. સમાજ દિવસેને દિવસે ક્રૂર બની રહ્યો છે. લોકોને એકબીજાની લાગણીની કોઈ જ કદર નથી રહી. પણ માણસે પોતાની સામે આવેલી દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ કારણ કે મૃત્યુ એ કોઈ પણ સમસ્યાનું નિવારણ નથી. તેનાથી તેમની પાછળ રહી જનારા તેમના પ્રિયજનો જ સૌથી વધારે દુઃખી થાય છે અને આજીવન શોકમાં ડૂબી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, પરિવારના મોભીએ એવો ગંભીર આરોપ કર્યો કે…."
ટિપ્પણી પોસ્ટ કરો