પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું 82 વર્ષની ઉંમરે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ભાજપના દિગ્ગજ નેતા જસવંત સિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. અટલ સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહ(82)નું રવિવારે નિધન થયું છે. તેઓ લંબા સમયથી બીમાર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જસવંત સિંહના નિધન પર ટ્વીટ કરતા કહ્યું ‘જસવંત સિંહજીએ આપણા દેશની ખૂબ સેવા કરી છે. પહેલા એક સૈનિકના રૂપમાં અને બાદમાં રાજનીતિની સાથે પોતાના લાંબા કનેક્શન વખતે. અટલજીની સરકાર વખતે તેમણે મહત્વપૂર્ણ વિભાગોને સંભાળ્યા અને નાણા રક્ષા અને વિદેશ મામલામાં એક મજબૂત છાપ છોડી. તેમના નિધનથી દુખી છું.’

પાર્ટી છોડીને અપક્ષ તરીકે લડ્યા

image source

2014માં ભાજપે સિંહને બાડમેરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી ન હતી. ગુસ્સે ભરાયેલા જસવંત પાર્ટી છોડીને અપક્ષ તરીકે લડ્યા પણ હારી ગયા. તે જ વર્ષે તેમને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારથી તેઓ કોમામાં હતા.

રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો

આ સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જસવંતસિંહને તેમની બૌદ્ધિક ક્ષમતા અને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. રાજસ્થાનમાં ભાજપને મજબૂત બનાવવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકોને સમર્થન આપ્યું છે.

કારગિલ યુદ્ધ દરમિયાન તેમની મહત્વની ભૂમિકા

image source

અટલ બિહારી વાજપેયી સરકારમાં સિંહ કપડા મંત્રી પણ રહ્યાં હતા. 24 ડિસેમ્બર 1999ના રોજ ઈન્ડિયન એરલાઈન્સના ફ્લાઈટ નંબર IC-814ને હાઈજેક કરીને અફઘાનિસ્તાનથી કંઘાર લઈ જવામાં આવ્યું હતા. મુસાફરોને બચાવવા માટે ભારત સરકારે ત્રણ આતંકીઓને છોડવાની ફરજ પડી હતી. જે આતંકીઓને છોડવામાં આવ્યા હતા,તેમાં મુશ્તાક અહમદ જરગર, અહમદ ઉમર સઈદ શેખ અને મૈલાના મસૂદ અઝહર સામેલ હતા. આ આતંકીઓને લઈને જસવંત સિંહ કંઘાર ગયા હતા. 1998માં પરમાણુ પરીક્ષણ પછી અમેરિકાએ ભારત પર સખ્ત પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારે જસવંતે જ અમેરિકા સાથે વાતચીત કરી હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

ભાજપે તેમને પાર્ટીમાંથી કાઢી નાખ્યા હતા

image source

હવે વાત કરીએ 2012ની તો આ વર્ષે ભાજપે તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેમને યુપીએના હામિદ અંસારીના હાથે હારનો સામનો કરવા પડ્યો હતો. જસવંતે તેમના પુસ્તકમાં મુહમ્મદ અલી ઝીણાની પ્રશંસા પણ કરી. ભાજપે તેમને પાર્ટીમાંથી કાઢી નાખ્યા હતા. 2010માં તેઓ ફરીથી ભાજપમાં પરત ફર્યા. 2014માં તેમને ભાજપે લોકસભાની ચૂંટણીની ટિકિટ ન આપી. તેમની બાડમેર સીટ પરથી ભાજપે કર્નલે સોનારામ ચૌધરીને ઉતાર્યા હતા. તે પછી ફરીથી જસવંતે ભાજપ છોડી દીધી હતી. અપક્ષ તરીકે ચૂંટલી લડી હતી પરંતુ હારી ગયા હતા. આ વર્ષે તેમને માથમાં વાગ્યું હતું. તે પછીથી જસવંત કોમામાં હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું 82 વર્ષની ઉંમરે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel