કોરોના વાયરસથી બચવુ હોય તો ATM માંથી રૂપિયા ઉપાડતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન…

નવા મહિનાની શરૂઆતમાં જ દરેક વ્યક્તિને કેશ કાઢવા માટે ATM જવું પડે એ સ્વાભાવિક છે. આ સિવાય પણ તમે અવારનવાર પણ એટીએમમાંથી રૂપિયા કાઢવા જતા રહો છો. આ સમયે જો તમે પણ કેશ વિડ્રોઅલ માટે ATMમાં જવાનું વિચારી રહ્યા છો તો ડરવાને બદલે થોડી સાવધાની રાખો. જો તમે આ નાની વાતોનું ધ્યાન રાખી લેશો તો તમે કોરોનાથી બચી શકશો અને તમને આર્થિક તંગી પણ નહીં પડે.

image source

જો તમે ATMમાં જાઓ છો તો સૌ પહેલાં મોઢું ઢાંકો અને સાથે જ સેનેટાઈઝરથી હાથ સાફ કરી લો, હાથમાં શક્ય હોય તો ગ્લવ્ઝ પહેરી લો. જેથી તમે જ્યારે ATMના પિન નંબર નાંખશો કે અન્ય જગ્યાએ અડશો ત્યારે તેના વાયરસ તમને લાગશે નહીં. જ્યારે તમે રૂપિયા કાઢી લો ત્યારે તમે ગ્લવ્ઝ ફેંકી દો અને સાથે જ ફરીથી તમારા હાથ સેનેટાઈઝરથી સાફ કરી લો.

શક્ય હોય ત્યાં સુધી વિચારો કે તમારે ATMનો ઉપયોગ ન કરવો પડે. તમે શક્ય તેટલું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો અને સાથે જ તમારી અન્ય ફ્લોટિંગ કેશને હાલમાં વાપરીને કામ ચલાવી શકો છો.

image source

ATM રૂમમાં પહેલાં પણ કોઈ છે તો અંદર ન જાઓ. તે વ્યક્તિ બહાર આવે તેની રાહ જુઓ.

તમારી સાથે વેટ વાઈપ્સ અને ટિશ્યૂ લઈને ઘરની બહાર જાઓ, ATMમાં લાઈનમાં ઊભા રહેતી સમયે મોઢા, નાક અને ચહેરાને અડવાથી બચો. લાઈનમાં લોકોની સાથે એક મીટરનું અંતર રાખો.

image source

ATM ચેમ્બરમાં કંઈ પણ અડવાથી બચો. જો ભૂલથી ક્યાંક અડી જાઓ છો તો તરત જ વાઈપ્સ અને સેનેટાઈઝરથી હાથ સાફ કરો.

ATMની લાઈનમાં ઊભા રહેવાના સમયે જો કોઈ જાણીતી વ્યક્તિ મળે તો તેની સાથે હાથ મિલાવવાથી દૂર રહો. ફક્ત નમસ્તે કે હેલો જ કહો.

image source

જો તમને શરદી અને ખાંસીની તકલીફ છે તો બહાર ન જાઓ. જો ATMમાં ઊભા રહેતી સમયે છીંક આવે તો તમારા મોઢાને ટિશ્યૂથી ઢાંકો.

યૂઝ કરેલા ટિશ્યૂ કે માસ્કને ATMના ડસ્ટબિનમાં ના ફેંકો, તેનાથી અન્ય લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.

image source

હાલમાં ડિજિટલ સિસ્ટમ સંપૂર્ણ રીતે સારી છે. શક્ય હોય ત્યાં સુધી તમામ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ઓનલાઈન જ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોના વાયરસથી બચવુ હોય તો ATM માંથી રૂપિયા ઉપાડતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel