ભારતના આ 5 ક્રિકેટરોએ પરણિત મહિલાઓને કરી દીધી હતી ક્લિન બોલ્ડ, જેમાં આ ફેમસ ક્રિકેટરે તો…જોઇ લો તસવીરોમાં ખાસ

ભારતીય ક્રિકેટરો તેની રમતના કારણે જેટલા ચર્ચામાં રહેશે તેટલા જ તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. કરોડો લોકોના દિલો પર રાજ કરતા આ ક્રિકેટરોની પર્સનલ લાઈફ કોઈ ફિલ્મની કહાનીથી કમ નથી. પ્રેમ આંધળો હોય છે તે કહેવત તમે ક્યારેક ને ક્યારેક જરૂરથી સાંભળી હશે. આ કહેવતને અમુક ભારતીય ક્રિકેટરોએ ચરિતાર્થ કરેલ છે. તમને સાંભળીને આશ્ચર્ય જરૂર થયું હશે. હકીકતમાં આજે અમે તમને તે ભારતીય ક્રિકેટરો વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેનું દિલ પરિણીત મહિલાઓ પર આવ્યું હતું. પૈસા અને નામ કમાવ્યા બાદ ક્રિકેટર્સનું દિલ છૂટાછેડા લીધેલ અથવા પરિણીત મહિલાઓ પર આવ્યું. જેના માટે તેમણે સમાજની પરવા કર્યા વગર લગ્ના તાંતણે બંધાઈ ગયા. તો આવો જાણીએ ભારતના આ ખ્યાતનામ ક્રિકેટરોની લવ સ્ટોરી.

મોહમ્મદ શમી

image source

મોહમ્મદ શમીની કારકિર્દીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. તેની મેરેજ લાઈફ ઘણા વિવાદોમાંથી પસાર થઈ હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીએ 2014માં હસીન જહા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય સુધી ચાલી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા. તમને જણાવી દઈએ કે મોહમ્મદ સાથે લગ્ન કરતાં પહેલાં હસીન જહાની એક દીકરી હતી અને તેમના તલાક થઈ ગયા હતા. તેના વિશે મોહમ્મદ શમીનું કહેવું છે કે તેમને જાણ હતી કે હસીન જહા પહેલેથી પરણિત છે, કારણ કે તેમણે આ વાત છુપાવી ન હતી.

અનિલ કુંબલે

image source

ક્રિકેટ વિશ્વમાં પોતાની બોલિંગના કારણે ખ્યાતિ પામેલા અનિલ કુંબલેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મથી કમ નથી. ભારતીય ટીમના સ્પિન બોલર, કેપ્ટન અને કોચ અનિલ કુંબલેનું દિલ છુટાછેડા લીધેલ ચેતના પર આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના મહાન બોલર અને પૂર્વ કોચ અનિલ કુંબલેએ વર્ષ 1999માં છુટાછેડા લીધેલ ચેતના સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ તે ચેતના પહેલાંથી જ એક દીકરીની માં હતી, પરંતુ તેનાથી કુંબલેને કોઈ ફરક પડ્યો નહીં અને તેમણે તેમની સાથે જિંદગી પસાર કરવાનો નિર્ણય લીધો.

મુરલી વિજય

image source

મુરલી વિજયની પ્રેમ કહાની હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહી છે. ક્રિકેટની દુનિયામાં નામ કમાયા બાદ મુરલી વિજયનું દિલ પોતાના જ સાથી ખેલાડીની પત્ની પર આવી ગયું. હકીકતમાં મુરલી વિજયને દિનેશ કાર્તિકની પત્ની નીકીતા સાથે પ્રેમ થઈ ગયો, ત્યાર બાદ બન્નેએ લગ્ન કરી લીધા. દિનેશ કાર્તિક સાથે લગ્ન કરેલ હોવા છતાં પણ નિકિતાનું અફેર મુરલી વિજય સાથે ચાલી રહ્યું હતું. તેના વિશે જ્યારે દિનેશ કાર્તિકને જાણ થઈ તો તેમણે નિકિતાને છૂટાછેડા આપી દીધા.

વેંકટેશ પ્રસાદ

image source

હવે વાત કરીએ ભારતના ખ્યાતનામ ફાસ્ટ બોલરની. સારા સારા બેટ્સમેનોને ક્લિન બોલ્ડ કરી દેનાર આ બોલર એક પરણિત મહિલાની ખૂબસુરતીમાં બોલ્ડ થઈ ગયો હતો. વેંકટેશ પ્રસાદનું દિલ પરિણીત જયંતી પર આવ્યું હતું, જેની સાથે તેમણે વર્ષ 1996માં લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે બન્નેની મિત્રતા અનિલ કુંબલેને કારણે થઈ હતી. જયંતિનાં તે સમયે છુટાછેડા થઇ ગયા હતા પરંતુ વેંકટેશ તેમને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હતો અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

શિખર ધવન

image source

ગબ્બરના નામથી જાણીતા શિખર ધવનની લવ સ્ટોરી પણ ઘણી જાણીતી છે. તેમની પત્ની સુંદરતા કોઈ હિરોઈનથી કમ નથી. ભારતનાં શ્રેષ્ઠ બેટ્સમેનમાના એક શિખર ધવનનું દિલ પણ પરિણીત મહિલા પર આવ્યું હતું. ક્રિકેટના ગબ્બરને ઓસ્ટ્રેલિયાઇ બોક્સર આયશા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ તેમણે તેમની સાથે લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે આ આયશા ફક્ત પરિણીત નથી, પરંતુ તેમની બે દીકરી પણ છે. તેમ છતાં પણ શિખર ધવનને તે વાત સાથે કોઈ લેવાદેવા નથી. આજે તેઓ એક સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ભારતના આ 5 ક્રિકેટરોએ પરણિત મહિલાઓને કરી દીધી હતી ક્લિન બોલ્ડ, જેમાં આ ફેમસ ક્રિકેટરે તો…જોઇ લો તસવીરોમાં ખાસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel