સુરતમાં કોરોના મચાવ્યો આતંક અહીંથી વધ્યા કેસ

વર્ષની શરૂઆતમાં જ્યારે લોકડાઉન જાહેર થયું ત્યારે સુરતમાં પોતાનુ વતન છોડી કામ કરવા આવેલા શ્રમિકોએ વતન પરત જવા ભારે હોબાળો કર્યો હતો. સરકારે આ શ્રમિકોને વતન પરત મોકલવા સ્પેશિયલ ટ્રેન દોડાવી હતી. આ ટ્રેનના માધ્યમથી મોટા પ્રમાણમાં શ્રમિકો સુરતથી પોતાના વતન પરત ફર્યા હતા. કારણ કે સુરતમાં કાપડથી લઈને હીરાઉદ્યોગ સુધીના ધંધા હતા.

image source

પરંતુ હવે અનલોકની પ્રક્રિયા માં જ્યારે સુરત સહિત રાજ્યભરના ધંધા ફરી ધમધમવા લાગ્યા છે. ત્યારે આ શ્રમિકો પણ હવે સુરત તરફ પરત ફરી રહ્યા છે. પરંતુ સુરતમાં પોતાના વતનથી પરત ફરતા શ્રમિકો કોરોનાને સાથે લઈને આવતા તંત્રની ચિંતા સતત વધી રહી છે. સુરત મહાપાલિકા દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ટેસ્ટિંગ દરમ્યાન રાજ્ય બહારથી આવેલા 100 લોકો કોરોના પોઝિટિવ મળી આવતાં તંત્રની ચિંતા વધી છે.

image source

બહારથી આવેલા 100 જેટલા શ્રમિકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રમિકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. હવેથી બહારથી આવનાર તમામ શ્રમિકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત હશે. જેમનામાં પણ કોરોના ના લક્ષણો જણાશે તેમને 14 દિવસ ફરજિયાત કોરોનટાઈન પણ થવું પડશે. એટલું જ નહીં કામદારો માટે પણ નવી પોલિસી અમલમાં મૂકવાનું તંત્ર વિચારી રહ્યું છે.

image source

ચિંતાની વાત એ પણ છે કે સુરત મહાનગર અને જિલ્લામાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક સમયથી અન્ય જિલ્લા કરતા વધુ નોંધાઈ રહ્યા છે. તેવામાં ટ્રેન વડે કામ માટે જે શ્રમિકો સુરત પરત ફરી રહ્યા છે તેઓ પોતાની સાથે કોરોનાને લઈને આવતા મહાપાલિકાની ચિંતા વધી છે. સુરત માં ચાલતી સ્પેશિયલ ટ્રેન કોરોનાની સંક્રમણ ફેલાવતી ચેન ન બને તે માટે હવે સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં નવા નિયમો જાહેર કરી શકે છે.

0 Response to "સુરતમાં કોરોના મચાવ્યો આતંક અહીંથી વધ્યા કેસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel