શા માટે વારંવાર તપાસ એજન્સીઓ જાય છે સુશાંતના ફ્લેટના છત પર? સામે આવ્યું મોટું રહસ્ય..
સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસની દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈ તપાસ કરી રહી છે. જ્યારથી સીબીઆઈએ આ કેસને હાથમાં લીધો છે, ત્યારથી રોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એટલા દિવસમાં સીબીઆઈએ આ પુરા મામલામાં ૮ લોકોની ધરપકડ પણ કરી લીધી છે, સાથે જ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ સઘન(કટક) પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ સીબીઆઈની ટીમે ફોરેન્સિક ટીમની સાથે સુશાંતના ફ્લેટના છતની અત્યાર સુધી ઘણી વાર તપાસ કરી છે.
image source
સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં કેટલીક તસ્વીરો સામે આવી છે, તે પછી લોકોના મનમાં કેટલાક સવાલ આવે છે કે સીબીઆઈ સુશાંતના ફ્લેટના છત પર શું શોધી રહી છે? સામે આવતી જાણકારી મુજબ સીબીઆઈ હજી પણ સુશાંતના મોતના મામલાને મર્ડરના એંગલથી તપાસ કરી રહી છે, તેથી સીબીઆઈ અને ફોરેન્સિક ટીમ વારંવાર સુશાંતના ફ્લેટના છત પર જાય છે કારણ કે તેમને શંકા છે કે છતના રસ્તાથી ખૂનીએ પ્રવેશ કર્યો હશે. તેના વચ્ચે એઈમ્સના ડોકટરે સુશાંતના કેસમાં પોતાનો છેલ્લો રીપોર્ટ સીબીઆઈને સોપિ દિધો છે. ડોક્ટરે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સુશાંતના ગળા પર જે નિશાન બનેલા છે તે આત્મહત્યાને કારણે નથી પરંતુ ગળું દબાવીને મારવાને કારણે બનેલા છે.
image source
સીબીઆઈની ટીમ શોધી રહી છે એક સબુત : સીબીઆઈની ટીમને એ શંકા છે કે સુશાંતના હત્યારાએ ફ્લેટના છત પરથી પ્રવેશ લીધો હતો, તેથી તેમને લાગે છે કે ખૂનીએ કોઈને કોઇ પુરાવો છોડ્યો હશે. સીબીઆઈ ટીમને લાગી રહ્યુ છે કે જે હથીયારથી સુશાંતને માર્યો છે,તે હથિયારના થોડા અંશ ત્યાં હાજર છે. તે જ એક પુરાવાઓની શોધમાં સીબીઆઈ અને ફોરેન્સિક્સની ટીમ વારંવાર સુશાંતના ફ્લેટના છત પર છે.
image source
સિદ્ધાર્થ પિઠાનીએ કર્યા ઘણા ચોંકાવનારા ખુલાસા : સુશાંત સિંહ રાજપૂતના મિત્ર અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની આ કેસમાં સરકારી ગવાહ બની ચુક્યા છે. વીતેલા થોડા દીવસોમા તેણે કબૂલાત કરી કે ૯ જૂન ૨૦૨૦ ના રોજ સુશાંતના ધરે કેટલાક અજાણ્યા લોકો આવ્યા હતા અને તે લોકો સુશાંતના લેપટોપ અને મોબાઇલમાંથી તમામ ડેટા લઈને ૮ હાર્ડ ડ્રાઇવ્સ માં લઈ ગયા હતા.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "શા માટે વારંવાર તપાસ એજન્સીઓ જાય છે સુશાંતના ફ્લેટના છત પર? સામે આવ્યું મોટું રહસ્ય.."
ટિપ્પણી પોસ્ટ કરો