શું તમે ડોંગલ જેવું કમ્પ્યૂટર જોયું છે? તો જાણો તેની કિંમત અને કેવી રીતે કરે છે કામ

આજના ઓનલાઈન યુગમાં કમ્ય્પૂટરએ મહત્વનું સાધન છે. પીસીનો ઉપયોગ આપણે ઓફીસથી લઈને ઘરમાં દરેક જગ્યાએ કરતા હોઈએ છીએ. જો આપણે બહાર ગામ જવાનું થાય તો લેપલોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે તમે નવું કમ્પ્યૂટર ખરીદવાનો વિચાર કરો છો તો માર્કેટમાં ઉપબલબ્ધ ડેસ્કટોપ અથવા લેપટોપમાંથી તમે પસંદગી કરતા હો છો. ડેસ્કટોપની જગ્યા નક્કી હોય છે તો લેપટોપ માટે બેગ લઈને ફરવું પડે છે. તેવામાં અમે તમારા માટે પોકેટ કમ્પ્યૂટરનું લિસ્ટ તૈયાર કર્યું છે. તેને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. આ પોકેટ પીસી માટે અલગથી કોઈ માઉસ કે કીબોર્ડ પણ ખરીદવાની જરૂર નથી. તો ચાલો જાણીએ આ પોકેટ પીસીની વિવિધ ખુબીઓ વીશે.

1. Raspberry Pi Zero W

image source

રાસ્પબેરી પોકેટ કમ્પ્યૂટર બનાવનાર સૌથી જૂની કંપની છે. તેના કમ્પ્યૂટર ચિપ અથવા મધરબોર્ડની જેમ હોય છે. Raspberry Pi Zero Wની કિંમત આશરે 1500 રૂપિયા છે. કમ્પ્યૂટર માં કી બોર્ડ, માઉસ, પાવર સપ્લાય અને ટીવી અથવા મોનિટર કનેક્ટ કરી કામ કરી શકાય છે. તેમાં Raspberry Pi સાથે વિન્ડો લાઈટ ઓપરેટિંગ સિસ્ટમ મળે છે.

Raspberry Pi Zero W ના ફિચર

>> પીસીમાં મેમરી કાર્ડ અટેચ કરી ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકાય છે. તેમાં માઈક્રો SD કાર્ડ સ્લોટ પણ મળે છે.

image source

>> તમારા ફોનના 5V ચાર્જરથી પણ પીસીને પાવર આપી શકાય છે.

>> તેમાં ગૂગલ ક્રોમ પ્રિ ઈન્ટોલ્ડ મળે છે. તેના પર સર્ચિંગ કરી શકાય છે અને યુટ્યુબ પ્લે કરી શકાય છે.

2 . Asus Vivostik PC

image source

Asus Vivostik PC પોકેટ પીસીનો ડોંગલની જેમ ઉપયોગ કરી શકાય છે. ઈન્ટેલ પાવર્ડ પીસી વિન્ડોઝ 10 OS પર કામ કરે છે. પીસી સાથે HDMI એક્સટેન્શન, USB ટુ માઈક્રો USB ડેટા કેબલ, પાવર એડોપ્ટર અને એક માઉન્ટ મળે છે. તેની લંબાઈ 135mm, પહોળાઈ 36mm અને જાડાઈ 16.5mm છે. તેની કિંમત 13,450 રૂપિયા છે. વીવોસ્ટિકમાં USB 3.0 અને USB 2.0 પોર્ટ મળે છે. તેમાં 3.5mmનો ઓડિયો જેક પણ મળે છે. આ પોકેટ પીસીને ટીવી અથવા મોનિટર સાથે કનેક્ટ કરી શકાય છે.

Asus Vivostik PC ફિચર

image source

>>તેને ટ્રાવેલિંગ દરમિયાન પ્રેઝન્ટેશન માટે ઉપયોગ કરી શકાય છે. પ્રોજેક્ટરમાં તેનો ડાયરેક્ટર એક્સેસ કરી શકાય છે.

>> તેમાં ઈન્ટેલ અટમ x5-Z8350 ક્વૉડ કોર પ્રોસેસર સાથે 2GB LPDDR3 અને 32GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.

>> આસુસ એક વર્ષ માટે 100GB વેબ સ્ટોરેજ સ્પેસ ફ્રી આપે છે.

>> તેમાં વાયરલેસ કનેક્ટિવિટી માટે વાઈફાઈ 802.11ac અને બ્લુટૂથ 4.1 કનેક્ટિવિટી મળે છે.

>> ડિવાઈસમાં એન્ટિવાઈરસ, રિમોટ ગો, મીડિયા સ્ટ્રીમ, ઓફિસ, બિઝનેસ મેનેજર સહિતનાં ફીચર મળે છે.

2. Liva Q Mini PC ફિચર

Liva Q Mini PC પોકેટ કમ્પ્યૂટરની સાઈઝ હથેળી કરતાં પણ નાની હોય છે. તેને પોકેટમાં રાખી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તેની કિંમત 15,500 રૂપિયા છે. તેમાં 4GBની રેમ અને 32GB eMMC મેમરી મળે છે. તેમાં ઈન્ટેલ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Liva Q Mini PC

image source

>> તે 4K વીડિયો સપોર્ટ કરે છે. અર્થાત તેના પર 3840×2160 પિક્સલ ક્વોલિટી વીડિયો જોઈ શકાય છે.

>> તેમાં HDMI પોર્ટ, 2 USB પોર્ટ અને માઈક્રો SD કાર્ડ સ્લોટ પણ મળે છે.

>> કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ અને બ્લુટૂથ મળે છે. તેમાં વિન્ડોઝ સાથે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ પણ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શું તમે ડોંગલ જેવું કમ્પ્યૂટર જોયું છે? તો જાણો તેની કિંમત અને કેવી રીતે કરે છે કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel