તમને યાદ હોય કે ના હોય, આ રીતે ચેક કરી લો તમારા પહેલાના પૈસા LIC પાસે છે કે નહિં…

LIC ભારતની નંબર વન વીમા કંપની છે. સરકારી કંપની હોવાના કારણે લોકોનો તેમના પર વિશ્વાસ વધારે છે. એલઆઈસી સમયાંતરે તેમના ગ્રાહકોને નવી નવી સુવિધા પ્રદાન કરતી રહે છે. ખાસ કરીને આ ડિજીટલયુગમાં ઘણી એવી સુવિધા કંપનીએ પ્રોવાઈડ કરી છે જે તમે થોડા સ્ટેપ ફોળો કરવાથી તેની માહિતી તમને ઘરે બેઠા મળી રહે, જેના કારણે તમારે ઓફિસના ધક્કા ખાવા ન પડે. આવી જ એક સુવિધા છે નોમિનીની.

image source

LIC પોતાના ગ્રાહકોને ઘણી ઈન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવે છે. જેમાં ગ્રાહકોને ઘણા લાભ મળે છે. પરંતુ ઘણી વખત અમુક એવી પોલિસી આવે છે જેને પોલિસીધારક ભુલી જાય છે. જો તમે પણ ક્યારેક એલઆઈસી પોલિસી લીધી છે અથવા લીધી હતી તો આ ખબર તમારા માટે છે. તમે તેની સરળતાથી ઘરે બેઠા જાણકારી મેળવી શકો છો કે તમારુ પણ કોઈ લેણું તો નથીને. દેવાદારી રકમ અથવા બાકી રકમ એ રકમ હોય છે જે પોલિસીધારકના અચાનક મૃત્યુ થઈ જવા પર પોલિસીના ક્લેમ ન કરવાથી અથવા ક્ષતિપૂર્તિનો દાવો ન કરવાથી વીમા કંપનીની પાસે એકત્ર થઈ જાય છે.

એલઆઈસી બાકી રકમને ચેક કરવાની સુવિધા આપે છે

image source

ભારતીય જીવન વીમા નિગમ પોતાના ગ્રાહકોને પોતાના બાકી ક્લેમ અથવા બાકી રકમને ચેક કરવાની સુવિધા આવે છે. વ્યક્તિ પોતાના દાવાની જાણકારી LICની વેબસાઈટ પરથી મેળવી શકે છે. ગ્રાહકોને તેના માટે LIC વેબસાઈટ પર જઈને પોલિસી નંબર, પોલિસીધારકનું નામ, જન્મ તારીખ અને પાન કાર્ડ નંબરની જાણકારી આપવાની રહેશે. તમને જણાવી દઈએ કે પોલિસી નંબર અને પાન કાર્ડ નંબર ઓપ્શનલ છે પરંતુ પોલિસીધારકનું નામ અને જન્મ તારીખ સૌથી મહત્વની જાણકારી છે. જેના વગર તમે જાણકારી નહીં મેળવી શકો.

નોમિનીને પોલિસી વિશે જાણકારી હોવી જરૂરી

image source

મોટાભાગે આ પ્રકારની ઈન્શ્યોરન્સ પોલિસી વિશે નોમિનીને ખબર નથી હોતી. અથવા પોલિસી ડોક્યુમેન્ટ નથી મળતા. આ પ્રકારે પોલિસીધારકનું મૃત્યુ થવા પર નોમિની તે રકમ પર દાવો કરવાની સ્થિતિમાં નથી હોતા. આવી સ્થિતિથી બચવા માટે નોમિનીને ન ફક્ત પોલિસી વિશે જાણકારી હોવી જરૂરી પરંતુ એ વિશે પણ જાણકારી હોવી જોઈએ કે પોલિસી સાથે જોડાયેલા દસ્તાવેજો ક્યાં પડ્યાછે. પોલિસીમાં નોમિનેશનને અપડેટ કરવું પણ ન ભુલવું જોઈએ.

આ રીતે કરો પોતાની બાકી રકમ ચેક

image source

સૌથી પહેલા LIC ના હોમ પેજ પર જાઓ

તમને પેજના સૌથી નીચે વાળા ભાગમાં લિંકની ઓળખ કરવાની રહેશે

જો તમને આ શોધવામાં મુશ્કેલી પુડડી રહી હોય તો હોમ પેજની ડાબી બાજુની સાઈડ પર ‘સર્ચ’ ટેબમાં ‘દાવાપાત્ર રકમ’ ટાઈપ કરો.

અહીં આ લિંક પર ક્લિક કરો.

image source

httpshttps://customer.onlinelic.in/LICEPS/portlets/visitor/unclaimedPolicyDues/UnclaimedPolicyDuesController.jpf

હવે તમારી ડિટેલ ભરીને ચેક કરો

સીધો એલઆઈસીને સંપર્ક કરી શકો છો

image source

જો તમને ખબર પડી કે તમારી એલઆઈસી પોલિસીમાં તમારી પણ અમુક રકમ છે જે ક્લેમ નથી કરવામાં આવી તો આ તમે કે તેના લાભાર્થી સીધો એલઆઈસીને સંપર્ક કરી શકો છો અને રકમ માટે અરજી કરી શકો છો. ત્યાર બાદ કંપની KYC જેવી ફોર્માલિટીઝ પુરી કરી તેની ચુકવણીની પ્રક્રિયા શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે કોઈ પણ ફ્રોડથી બચવા માટે કેવાયસી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "તમને યાદ હોય કે ના હોય, આ રીતે ચેક કરી લો તમારા પહેલાના પૈસા LIC પાસે છે કે નહિં…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel