જાણો ભૂલથી કોઈ બીજી વ્યક્તિના અકાઉન્ટમાં પૈસા મોકલાઈ ગયા હોય તો પહેલા કરશો શું કામ, અને કેવી રીતે મેળવશો પૈસા પાછા
જો તમે ભૂલથી બીજા કોઈ ખાતામાં જમા કરાવી દીધા હોય પૈસા – તો તરત જ લો આ પગલું
હાલના સમયમાં લગભગ બધા જ કામ ડીજીટલી કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નાણાકીય વ્યવહારો ઘણા અંશે ઓનલાઈન અને ડિજિટલ બની ગયા છે. જેના ઘણા બધા લાભો છે પણ જો થોડી બેદરકારી કે પછી થોડી ભૂલ થાય તો તેનું નુકસાન પણ છે. સરકારે લોકો ડિજિટલ નાણાકીય વ્યવહાર અપનાવે તે માટે પ્રોત્સાહન આપવા વિવિધ એપ્લિકેશનો બહાર પાડી છે. જેમાં ડિજિટલ વોલેટ, યુપીઆઈ, ભીમ એપ્લિકેશન વિગેરે સેવાઓનો સમાવશે થાય છે.
અને હાલના કોરોના કાળમાં કે જ્યાં માણસથી માણસનો સંપર્ક ઓછો થાય તેવો આગ્રહ રખાઈ રહ્યો છે તેવા સંજોગોમાં આ ડીજીટલ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. અને હવે તો બેંકો પણ પોતાના ગ્રાહકો પાસે આગ્રહ રાખી રહી છે કે તેઓ બને ત્યાં સુધી ડીજીટલ ટ્રાન્ઝેક્શન જ અપનાવે અને જો અત્યંત જરૂરી જણાય તો જ બેંકમાં આવે. અને હવે પહેલાના સમય કરતાં આ ડીજીટલ ટ્રાન્ઝેક્શન ખૂબ સરળ પણ થઈ ગયું છે. પણ કેટલીક વાર આવા વ્યવહારોમાં કોઈ પણ પક્ષ તરફથી ભૂલ થઈ જતી હોય છે. ક્યારેક પૈસા ટ્રાન્સફર કરતી વખતે અકસ્માતે કોઈ બીજા અકાઉન્ટનો નંબર ખોટો લખાઈ જતાં પૈસા ત્યાં જમા થઈ જતા હોય છે. અને હાલ ઓનલાઈન આર્થિક વ્યવહારો વધ્યા હોવાથી આવી ભુલનું પ્રમાણ પણ વધી ગયું છે.
તો આજે અમે તમને એ જણાવીશું કે આવી ભૂલોને કેવી રીતે સુધારી શકાય છે. જો તમારાથી આવી કોઈ ભૂલ થઈ હોય અને તમે ભૂતકાળમાં તેનાથી પરેશાન થયા હોવ અથવા ભવિષ્યમા આવી કોઈ ભૂલ ન થાય તેની કાળજી રાખવી, પણ જો ભૂલ થાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. આવી ભૂલ થયા બાદ તમારે સૌ પ્રથમ તો તમારી બેંકને ફોન કરી દેવો અથવા તો બેંકને ઇમેઇલ દ્વારા જાણ કરી દેવી. અને બને તેટલા વહેલાં તમારી બેંકના બ્રાન્ચ મેનેજરને મળો. એ પણ જાણી લો કે આ સમસ્યા તમારી બેંક નહીં પણ તમે જે બેંકના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે તે જ બેંક તેનું નિરાકરણ લાવી શકે છે. તમારે તમારી બેંકને આ ભૂલથી થયેલા ટ્રાન્ઝેક્શન વિષે માહિતી આપવી જરૂરી છે. જેમા તમારે ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય તેમજ તમારો ખાતા નંબર તેમજ તમે જે ખાતા નંબરમાં ભૂલથી પૈસા જમા કરાવી દીધા હોય તે ખાતા નંબરની ચોક્કસ માહિતી આપો.
જો પૈસા પાછા ન મળે તો તમે લીગલ એક્શન લઈ શકો છો
સામાન્ય સંજોગોમાં તો જે ખાતામાં ભૂલથી પૈસા જમા થઈ ગયા હોય તેનો ખાતેદાર તમને પૈસા પાછા આપવા તરત જ તૈયાર થઈ જાય છે. પણ તે વ્યક્તિ પ્રામાણિક ન હોય તો કદાચ તે તેમ કરવાની ના પાડી દે છે. તો તેવા સંજોગોમાં તમે તે વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરી શકો છો. તે બાબતે તમે કાનૂની કામગીરી કરાવી શકો છો અને બેંકમાં પણ તે બાબતે ફરિયાદ નોંધાવી શકો છો.
આરબીઆઈ દ્વારા આ બાબતે એક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે જો ભૂલથી કોઈ બીજા ખાતામાં પૈસા જમા થઈ જાય તો તમારી બેંકે ત્વરીત પગલા લેવાના રહેશે. બેંકે ખોટા ખાતામાંથી સાચા ખાતામાં પૈસા જમા કરાવવાની વ્યવસ્થા કરવાની રહેશે.
જો તમે ભૂલથી કોઈ ખોટો ખાતા નંબર નાખી દીધો હોય જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અને જો તમે IFSC કોડ ખોટો નાખ્યો હોય તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પૈસા ઓટોમેટિક તમારા ખાતામાં પાછા જમા થઈ જશે. પણ જો આમ ન થાય તો તમારી બેંકની બ્રાન્ચના મેનેજરને મળવાનું રહેશે. અને તમારા દ્વારા ભૂલથી થયેલા ટ્રાન્ઝેક્શનની બધી જ માહિતિ તેને આપવાની રહેશે.
જો તમારી જ બેંકના કોઈ ખાતામાં પૈસા જમા થયા હશે તો પૈસા ઝડપથી પાછા તમારા ખાતામાં જમા થઈ શકશે પણ જો બીજી કોઈ બેંકના ખાતામાં પૈસા જમા થયા હશે તો તેની પ્રક્રિયા થોડી લંબાઈ જશે અને પૈસા પાછા મેળવવામાં સમય લાગશે. જેમાં બે મહિના સુધીનો સમય પણ લાગી શકે છે. આ ઉપરાંત તમે તમારી બેંક દ્વારા એ જાણી શકો છો કે તમે ભૂલથી જે ખાતામાં પૈસા જમા કરાવ્યા છે તે કઈ બેંકનું ખાતું છે, કયા શહેરની કઈ બ્રાન્ચનું ખાતું છે. આટલી માહિતી મેળવી લીધા બાદ તમે તે બેંકની બ્રાન્ચ સાથે વાત કરીને પૈસા પાછા મેળવી શકશો.
આ પ્રકારની ભૂલો ન થાય તે માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
ઓનલાઈન ટ્રાન્ઝેક્સન તમારો ઘણો બધો સમય બચાવી લે છે. એક તો તમારે બેંકમાં જવું નથી પડતું, સ્લીપ ભરવી નથી પડતી કે ચેક નથી ભરવા પડતા કે પછી લાઈનમાં પણ નથી ઉભું રહેવું પડતું. માટે તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે કોઈ પણ જાતની ઉતાવળ કરવાની જરૂર નથી પણ ચીવટતા રાખવાની જરૂર છે.
તમે જ્યારે પણ કોઈ બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હોવ ત્યારે ખાતા નંબરને બે વાર તપાસો.
ખાતા નંબર નાખતી વખતે ઉતાવળ ન કરો, જો એકાદો નંબર પણ આડોઅવળો થઈ જશે તો તમારા પૈસા ખોટા ખાતામાં જમા થઈ જશે અને ત્યાર પછીની પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લેશે.</p.
જો પ્રથમવાર તમે કોઈ બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હોવ તો નાની રકમથી શરૂઆત કરો જેથી કરીને જો ભૂલથી ખાતા નંબર ખોટો હોય તો તમને નુકસાન વધારે ન થાય.
લાભ મેળવવા માટે તમારે પૈસા મોકલતા પહેલાં જો તમે વારંવાર તે અકાઉન્ટમાં પૈસા મોકલતા હોવ તો તમારે તે અકાઉન્ટને બેનિફિશિયરી લીસ્ટમાં એડ કરાવી લેવું જોઈએ. આમ કરવાથી તમને વિવિધ સુવિધાઓ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો ભૂલથી કોઈ બીજી વ્યક્તિના અકાઉન્ટમાં પૈસા મોકલાઈ ગયા હોય તો પહેલા કરશો શું કામ, અને કેવી રીતે મેળવશો પૈસા પાછા"
ટિપ્પણી પોસ્ટ કરો