શ્રાદ્ધની તિથિ ખબર ના હોય તો ક્યાં દિવસે કરી શકાય શ્રાદ્ધ? જાણો સર્વપિતૃ શ્રાદ્ધ તિથી
પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજોનુ તર્પણ કરવાનો હિન્દુ ધર્મની એક ખૂબ પ્રાચીન પ્રથા અને પર્વ છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ નક્કી કરવામા આવ્યા છે. જેથી તમે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમનુ તર્પણ કરાવીને તેમને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરો. જેનાથી તમને તેમનો આશીર્વાદ અને સહયોગ મળે. અત્યારે શ્રાદ્ધનો અવસર ચાલી રહ્યો છે. આ સમયે હિંદુધર્મ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માન્યતા છે કે શરીર નાશ પામ્યા બાદ પણ આત્મા અજર અમર રહે છે. તે પોતાના કાર્યોના ભોગ ભોગવવા માટે નાની યોનીઓમાં ભ્રમણ કરે છે.
image source
સામાન્ય રીતે જીવનમાં પાપ અને પુણ્ય બંને હોય છે. હિંદુ માન્યતા અનુસાર પુણ્યનું ફળ સ્વર્ગ અને પાપનું ફળ નરકમાં મળે છે. નરકમાં જીવાત્માને ખૂબ યાતનાઓ મળે છે. પુણ્યાત્મા મનુષ્ય યોનિ અને દેવયોનિને પ્રાપ્ત કરે છે. આ યોનિઓ વચ્ચે એક યોનિ હોય છે અને એ છે પ્રેત યોનિ. વાયુ રૂપમાં તે જીવાત્મા મનુષ્યનું મન શરીર છે. જે પોતાના મોહ કે દ્વેષના કારણે આ પૃથ્વી પહ રહે છે. પિતૃયોનિ પ્રેત યોનિની ઉપર અને પિતૃલોકમાં રહે છે.
image source
ભાદ્રપદની પૂનમથી અશ્વિન કૃષ્ણ અમાસ સુધીના સોળ શ્રાદ્ધ કે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. શાસ્ત્રોમાં દેવકાર્યોથી પૂર્વ પિતૃકાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. શ્રાદ્ધમાં ફક્ત પિતૃ જ નહી પણ સમસ્ત દેવથી લઈને વનસ્પતિઓ પણ તૃપ્ત થાય છે. શ્રાદ્ધ કરનારનું સાંસારિક જીવન સુખમય બને છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃક્ષુધાથી ત્રસ્ત થઈને સગા સંબંધીઓને કષ્ટ અને શાપ આપે છે. પોતાના કર્મો મુજબ જીવ અન્ય યોનીમાં ભોગ ભોગવે છે. માન્યતા છે તે જે પણ તિથિએ કોઈ મહિલા કે પુરુષનું નિધન થયું હોય તે તિથિના દિવસે સંબંધિત વ્યક્તિનું શ્રાદ્ધ કરાય છે.
image source
- ૧. સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ નવમીના દિવસે કરાય છે.
- ૨. જો કોઈ વ્યક્તિ સંન્યાસી હોય તો તેનું શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરાય છે.
- ૩. શસ્ત્રઘાત કે કોઈ અન્ય દુર્ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિનું શ્રાદ્ધ ચતુર્દશીના દિવસે કરાય છે.
- ૪. જો આપણને આપણા પૂર્વજોના નિધનની તારીખ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરાય છે. આને સર્વપિતૃ અમાસ પણ કહેવામાં આવે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "શ્રાદ્ધની તિથિ ખબર ના હોય તો ક્યાં દિવસે કરી શકાય શ્રાદ્ધ? જાણો સર્વપિતૃ શ્રાદ્ધ તિથી"
ટિપ્પણી પોસ્ટ કરો