બોલિવૂડ સેલિબ્રિટિઓની વિચિત્ર ટેવ જાણીને તમે ચોકી જશો, આ સુપરસ્ટાર તો ન્હાવાનો છે આળસુ

બોલિવૂડ સેલેબ્રિટિઝનું જીવન વૈભવી અને વિલાસિતાથી ભરેલું છે. એટલું જ નહીં, ચાહકોને પણ આ તેમને આ રીતે જોવાની ટેવ પડી જાય છે. પરંતુ બોલિવૂડ સ્ટાર્સની આવી કેટલીક આદતો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. કેટલાકને નખ ચાવવાની આદત હોય છે, તો કોઈ વારંવાર બ્રશ કર્યા કરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા સેલિબ્રિટીઝની વિચિત્ર ટેવ વિશે જણાવીશું.

અમિતાભ બચ્ચન

સૌ પ્રથમ વાત કરીએ અભિનેતા અમિતાભ બચ્ચનની, જેને હાથમાં બે ઘડિયાળ પહેરવાની વિચિત્ર ટેવ છે. તે આવુ ત્યારે કરે છે જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બન્ને વિદેશ પ્રવાસ પર હોય. તેઓ બંને સ્થાનોના ટાઇમ ઝોન સાથે મેચ કરે છે.

કરીના કપૂર ખાન

image source

કરીના કપૂર ખાન બોલિવૂડની એક સુંદર અભિનેત્રીઓમાની એક છે. આ અભિનેત્રીની ખૂબ જ સારી ફેન-ફોલોઇંગ છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરને નખ ચાવવાની ટેવ છે. સામાન્ય લોકોની જેમ, આ અભિનેત્રીને પણ આ ટેવ છે અને ઘણી ઈવન્ટ્સમાં દરમિયાન તે આમ કરતી પણ જોવા મળી છે.

આયુષ્માન ખુરાના

image source

વિક્કી ડોનર ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેતા આયુષ્માન ખુરાના ઘણા લોકપ્રિય છે. આ અભિનેતાને ઓરલ હાઈઝીનની ટેવ છે. આયુષ્માન એ એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આયુષ્માન ખુરાના દિવસમાં લગભગ 7 થી 8 વખત બ્રશ કરે છે.

આમિર ખાન

image source

આયુષ્માન ખુરાના ભલે સ્વચ્છતા અંગે ખૂબ સાવચેત હોય, પરંતુ આમિર ખાન આ બાબતોમાં સાવ વિરોધી છે. આમિર ખાનની પત્ની કિરણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આમિર દરરોજ નહાવાનું પસંદ નથી કરતો.

દીપિકા પાદુકોણ

image source

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની યાદીમાં સામેલ દીપિકા પાદુકોણે પોતાની અભિનયથી લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. આ અભિનેત્રીને એરપોર્ટ પર રાહ જોતા લોકોને ઓબ્ઝર્વ કરવાની અને તેના વિશે અનિમાન લગાવવાની આદત છે.

સની લિયોની

image source

જિસ્મ 2 થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સુંદર અભિનેત્રી દરેકના દિલ પર રાજ કરે છે. ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં આ અભિનેત્રીએ જાહેર કર્યું હતું કે તે દર 10 થી 15 મિનિટે તેના પગ સાફ કરે છે.

સૈફ અલી ખાન

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની આદત તેની નવાબી બતાવે છે. તેને વોશરૂમમાં પુસ્તકો વાંચવાનો શોખ છે. તેથી તેમના બાથરૂમમાં એક પુસ્તકાલય અને ફોન એક્સ્ટેંશન છે. સૈફનું બાથરૂમ તેના માટે બીજા ઘર જેવું છે.

વિદ્યા બાલન

image source

બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનને સૌથી અજીબ ટેવ છે. તેઓને આ હાઇટેક યુગમાં ફોનનો ઉપયોગ કરવો જરાય પસંદ નથી. આ ટેવને લીધે તે ઘણી વખત ઘણી ઈવેન્ટ મિસ કરી દે છે.

સલમાન ખાન

બોલીવુડ અભિનેતા સલમાન ખાનને સાબુ કલેક્શનનો શોખ છે. તેમની પાસે તમને ઘણા પ્રકારના સાબુ મળી જશે. તેઓ હર્બલ, ડિઝાઇનર અને સુગંધિત પણ હોય છે.

પ્રિયંકા ચોપરા

બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પગરખાં ખરીદવાનો ખૂબ શોખ છે. તે હંમેશાં નવા ફૂટવેર લેતી રહે છે. તેમની પાસે વિવિધ બ્રાન્ડ્સ અને જૂતાના વિવિધ રંગોનો વિશાળ સંગ્રહ છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનને સૂઝ અને જીન્સનો ખૂબ શોખ છે. તેની પાસે લગભગ 15000 જીન્સ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "બોલિવૂડ સેલિબ્રિટિઓની વિચિત્ર ટેવ જાણીને તમે ચોકી જશો, આ સુપરસ્ટાર તો ન્હાવાનો છે આળસુ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel