શું તમે જોઇ છે આ ફિલ્મ? જેના માટે સલ્લુને માંગવી પડી હતી માફી, અને દર્શકોએ તો કરી દીધી હતી બોલતી જ બંધ

દબંગ સલમાન ખાન પોતાની એક્ટિંગથી લઈને પોતાની પ્રાઈવેટ લાઈફ માટે ચર્ચામાં રહેતો હોય છે. તેમણે બોલિલૂડમાં એકથી એક સુપર હિટ ફિલ્મો આપી છે. તેમના ફેન્સ હંમેશા તેની ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. તેમનો એક અનોખો ચાહક વર્ગ છે. સલમાન ખાન પાછલા અમુક વર્ષોથી ઈદના અવસર પર પોતાની ફિલ્મો રિલીઝ કરતા આવી રહ્યા છે. હવે તેમના ફેન્સ પણ દર વર્ષે તેમની પાસેથી એક સારી ફિલ્મની આશા રાખીને બેઠા હોય છે. જો કે ૨૦૧૭માં રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ “ટ્યુબલાઇટ” થી તેમના ફેન્સ નિરાશ થયા હતા. આ ફિલ્મ તેમની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ અને ત્યાર બાદ સતત એમની ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. તેમના ફેન્સ હંમેશા મારધાડવાળી ફિલ્મોમાં સલમાનને જોવા માગે છે. તો આવો જાણીએ તેમની ફિલ્મો વિશેના અનોખા પ્રસંગો.

સલમાન ખાનની બાદમાં અહેસાસ થયો

image source

સલમાન ખાને ઘણી હિટ ફિલ્મો આપી છે તો એવી ફિલ્મો પણ કરી છે જે સુપર ફ્લોપ રહી હોય અને તેને બાદમાં અફસોસ થયો હોય. ટ્યુબલાઇટ ફિલ્મને સલમાન ખાનની અત્યાર સુધીની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મની નિષ્ફળતા બાદ તેમણે ડિસ્ટ્રીબ્યુટરનાં પૈસા પણ પરત આપી દેવા પડ્યા હતા. ત્યારબાદ તેમણે આ ફિલ્મને ઈદના અવસર પર રિલીઝ કરવા માટે પોતાના ફેન્સ પાસે માફી પણ માંગી પડી હતી. સલમાન ખાનને બાદમાં અહેસાસ થયો હતો કે આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાને લાયક નથી.

બંને ભાઈઓની કેમેસ્ટ્રી દર્શકોને ન આવી પસંદ

image source

આ ફિલ્મમાં સોહેલ ખાને સલમાન ખાનનાં ભાઈનું પાત્ર નિભાવ્યું હતું, જે ફોજમાં ચાલ્યા જાય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કબીર ખાન આ રોલમાં પહેલા અક્ષય કુમારને કાસ્ટ કરવા માંગતા હતા. તેમના અનુસાર અક્ષય સલમાનનાં મોટા ભાઈનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવી શકે તેમ હતા. જોકે સલમાન ખાને સોહીલ ખાનને કાસ્ટ કરવા માટે સલાહ આપી હતી. પરંતુ પડદા પર આ બંને ભાઈઓની કેમેસ્ટ્રી દર્શકોને ખાસ પસંદ આવી નહીં અને આ ફિલ્મ સુપર ફ્લોપ રહી.

સોહેલ ખાન અને સલમાન ખાનની સાથે બે ભાઈઓની કહાની

image source

આ ફિલ્મની વાર્તા 2015માં રિલીઝ થઈ હોલિવૂડની ફિલ્મ “લિટલ બોય” પર આધારિત હતી. આ ફિલ્મમાં એક પિતા અને તેમના આઠ વર્ષના દીકરાને કહાની દર્શાવવામાં આવી હતી. જ્યારે ડાયરેક્ટર કબીર ખાને આ કહાનીને “ટ્યુબલાઇટ” માં સોહેલ ખાન અને સલમાન ખાનની સાથે બે ભાઈઓની કહાની દર્શાવેલ હતી. તેમની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે સલમાન ખાનને બાળક બનાવી દીધો હતો. જોકે ફિલ્મમાં એક ક્યૂટ બાળક પણ હતો, જેને ખાસ રોલ આપવામાં આવ્યો નહીં. પરંતુ દર્શકોએ સલમાનનો આ રોલ પસંદ આવ્યો નહીં,

આ ફિલ્મ માટે ભારતીય સેનાના જવાનોની મદદ લેવાઈ

image source

આ ફિલ્મ ભારત અને ચીન વચ્ચે લડાઈની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. આ ફિલ્મ માટે કબીર ખાને ૬૦૦ કલાકારોને ફોજની ટ્રેનીંગ આપવા માટે ભારતીય સેનાના જવાનોની મદદ લીધી હતી. ફિલ્મમાં સોહેલ ખાને પણ સેનાના એક ઓફિસરનું પાત્ર નિભાવ્યું હતું. તેના માટે ભારતીય સેનાએ બુટ કેમ્પસ લગાવ્યા અને ઘણા સપ્તાહ સુધી આ કલાકારોને ટ્રેનિંગ આપી હતી. તે સિવાય આ કલાકારોને હથિયાર પણ યોગ્ય રીતે પકડતા શીખવ્યું હતું. આટલી મહેનત છતા આ ફિલ્મ દર્શકો ઉપર ખાસ પ્રભાવ પાડી શકી નહીં.

દર્શકોને એવું લાગવા લાગ્યું કે આ ખૂબ જ વધારે થઈ ગયું

image source

સલમાન ખાનના ચાહકો હંમેશા તેને એક એક્શન હીરો તરીકે જુવે છે. તેના એક્શન સીન લોકોને વધારે પસંદ આવતા હોય છે. સલમાન ખાનની ફિલ્મમાં દર્શકોને તેમનો દબંગ અંદાજ પસંદ આવે છે. પરંતુ આ ફિલ્મમાં કબીર ખાને સલમાન ખાનને એક ડરેલો અને મગજથી થોડા કમજોર વ્યક્તિના રૂપમાં બતાવેલ. વળી સલમાને પણ આ કિરદારમાં એટલા ઇમોશન્સ ભરી દીધા કે દર્શકોને એવું લાગવા લાગ્યું કે આ ખૂબ જ વધારે થઈ રહ્યું છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં પર પહોંચવા સુધી તો ફિલ્મ જોઈ શકવી અશક્ય બની ગઈ હતી. આ ફિલ્મની નિષ્ફળતા બાદ સલમાને ફેન્સની માફી માંગી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શું તમે જોઇ છે આ ફિલ્મ? જેના માટે સલ્લુને માંગવી પડી હતી માફી, અને દર્શકોએ તો કરી દીધી હતી બોલતી જ બંધ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel