સુસ્મિતાનાં પ્રેમમાં આપઘાત કરીને જીવ આપી દેવાના હતા આ કલાકાર, પત્નીને પણ આપી દીધા હતા છુટાછેડા
એક સમયે બોલિવૂડ પર રાજ કરનાર મિસ યુનિવર્સ સુસ્મિતા સેન તેની એક્ટિંગ ઉપારંત તેના રિલેશનને કારણે પણ ચર્ચામાં રહી છે. ઘણા યુવકો સાથે તેમનું નામ જોડાયું પણ લગ્ન સુધી વાત ન પહોંચી શકી. તો આવો જાણીએ સુસ્મિતા સેનની જાણી અજાણી વાતો. મિસ યુનિવર્સ રહી ચુકેલ એક્ટ્રેસ સુસ્મિતા સેન જેટલી પોતાની એક્ટિંગ અને સુંદરતાને લઈને ઓળખવામાં આવે છે. તેનાથી થોડી વધારે પોતાની પર્સનલ લાઇફને પણ લઈને ચર્ચામાં રહેતી હોય છે. ૪૪ વર્ષીય સુસ્મિતા સેનનું નામ અત્યાર સુધીમાં ઘણા દિગ્ગજો સાથે જોડાઈ ચૂક્યું છે. આ અફેયર્સ સોશિયલ મીડિયાથી લઇને મેન સ્ટ્રીમ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું.
અંબાણી પરિવારની વહુ બનતા રહી ગઈ સુસ્મિતા

સૌ પ્રથમ વાત કરીએ અનિલ અંબાણી સાથેના સંબંધો વિશે. દેશ સૌથી અમિર પરિવારની વહુ બનવાનું સપનું સુસ્મિતાનું અધરૂ રહી ગયું. મીડિયા રિપોર્ટ અનુસાર સુસ્મિતા સેન અંબાણી પરિવારની વહુ બનવાની હતી. જી હાં, દેશના મશહૂર બિઝનેસમેન અનિલ અંબાણીની સાથે સ્મિતાના અફેરના સમાચારો એ તે દિવસોમાં બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જો કે આ સંબંધ વધારે લાંબો ચાલી શક્યો નહીં. કહેવામાં આવે છે કે જ્યારે ટીના અને અનિલનાં સંબંધોમાં ઉથલપાથલ થયેલ હતી, તે દિવસોમાં સુસ્મિતા અને અનિલ એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવે છે કે અનિલ અંબાણીએ સુસ્મિતાને ગિફ્ટમાં ૨૨ કેરેટની હીરાની એક વીંટી પણ આપી હતી. પરંતુ અંગત કારણોસર આ સંબંધ લાબો ચાલ્યો નહીં. જો કે આ અંગે ક્યારેય તેઓ તેમના સંબંધનો સ્વિકાર કર્યો ન હતો.
સુસ્મિતાની સુંદરતા જોઈને વિક્રમ ભટ્ટ ફિદા થઇ ગયા હતા

હવે વાત કરીએ ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટ અને અભિનેત્રી સુસ્મિતા સેન વચ્ચેના સંબંધોની. વિક્રમ ભટ્ટ અને સુસ્મિતાનું અફેર બોલીવૂડના સૌથી ચર્ચિત અફેર્સમાંનું એક છે. એક સમય એવો હતો જ્યારે વિક્રમ ભટ્ટ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા. જણાવી દઈએ કે તે સમયે ૨૭ વર્ષનાં હતા, તો સુસ્મિતા ફક્ત ૨૦ વર્ષની હતી. એની સુંદરતા જોઈને વિક્રમ ભટ્ટ ફિદા થઇ ગયા હતા. મજાની વાત એ છે કે તે દિવસોમાં વિક્રમ ભટ્ટ પરિણીત હતા, તેમ છતાં પણ અભિનેત્રી સાથે તેમનું એક્સટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હતું. એટલું જ નહીં વિક્રમ ભટ્ટે માટે પોતાની પત્નીને પણ છોડી દીધી હતી. આ વાત અમે નથી કરી રહ્યા, પરંતુ વિક્રમ ભટ્ટે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.
સુ સ્મિતા સાથે અફેરને કારણે પત્નીને છૂટાછેડા આપવા પડ્યા

વાત એટલી હદે પહોંચી ગઈ હતી કે વિક્રમ ભટ્ટે તેની પત્નીને છૂટાછેડા આપવા પડ્યા હતા. આ વાતનો સ્વિકાર ખુદ વિક્રમ ભટ્ટે એર ઈન્ટવ્યૂ દરમિયાન કર્યો હતો. વિક્રમ ભટ્ટે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે સુસ્મિતા સાથે અફેરને કારણે મારે પોતાના બાળપણના મિત્રો અને પત્ની અદિતિને છૂટાછેડા આપવા પડ્યા હતા. તે દિવસોમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું ન ઈચ્છતો હોવા છતાં પણ મારે અદિતિને છૂટાછેડા આપવા પડ્યા હતા. કારણ કે મીડિયામાં ફક્ત મારા અને સુસ્મિતા સેન વચ્ચે ના સમાચાર ચાલી રહ્યા હતા.
સુસ્મિતાની સાથે અફેર મારા જીવનની સૌથી મોટી ભૂલ

એ સમયમાં બંને પોતાના સંબંધોને લઈને ખૂબ જ પજેસીવ હતા. એક રિપોર્ટ મુજબ સુસ્મિતા અને વિક્રમનું બ્રેકઅપ થયું, તો વિક્રમ પાંચમાં માળેથી છલાંગ લગાવીને પોતાનો જીવ આપી દેવાના હતા. જોકે તેમને યોગ્ય અવસર પર બચાવી લેવામાં આવ્યા હતા. તેના વિશે તેમણે કહ્યું હતું કે તે દિવસોમાં તેઓ ડિપ્રેશનમાં હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે સુસ્મિતાની સાથે અફેર મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. આ ભૂલને લીધે મારા જીવનની દિશા અને દશા બદલી ગઈ. તેઓ કહે છે કે મને હજુ પણ તે વાતનો પસ્તાવો થઈ રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર બ્રેકઅપ બાદ તેઓ ક્યારેય પણ સુસ્મિતાને મળ્યા નથી. જણાવી દઈએ કે વિક્રમ ભટ્ટે બીજા લગ્ન કર્યા નહીં અને તેઓ એકલા પોતાની જિંદગી જીવી રહ્યા છે.
સુસ્મિતાએ રણદીપ હુડાની પણ દિલ જીતી લીધું

હવે વાત કરીએ ત્રીજા શખ્સની તો એ છે રણદિપ હુડા. પોતાની એક્ટિંગનમા કારણે બોલિવૂડમાં એક અનોખુ સ્થાન ધરાવનાર રણદિપ હુડા પણ સુસ્મિતારૂપને જોઈમે મોહી પડ્યો હતો. પોતાની સુંદરતા અને ગજબ ફિટનેસ થી સુસ્મિતાએ રણદીપ હુડાની પણ દિલ જીતી લીધું હતું. રિપોર્ટનું માનવામાં આવે તો બંને ફિલ્મ કર્મા એન્ડ હોલીના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે આ સંબંધ પણ લાંબો સમય સુધી ચાલી શક્યો નહીં. જણાવી દઈએ કે રણદીપ બાદ સુસ્મિતાએ રીત્વિક ભસીનને પણ ડેટ કર્યું અને બંને ૪ વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા. બંને જહીર ખાન અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગેના લગ્નમાં એક સાથે નજર આવ્યા હતા.
સુસ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી

આ ત્રણેય સંબંધોના અંત બાદ હાલના દિવસોમાં સુસ્મિતા રોમન સોને ડેટ કરી રહી છે. બંનેના અફેરના સમાચારો અવાર-નવાર ચર્ચામાં રહે છે. સુસ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડની સાથે તસવીરો શેર કરતી રહે છે. જણાવી દઈએ કે બંને વચ્ચે ૧૫ વર્ષનું અંતર છે. તેના વિશે સુસ્મિતા સેન જણાવે છે કે જ્યારે તે બંને એકબીજાને જાણવાની કોશિશ કરી રહ્યા હતા, તો રોમન સોલને પોતાની ઉંમર જણાવવામાં શરમ આવતી હતી. સુસ્મિતા કહે છે કે જ્યારે પણ હું તેમની ઉંમર પૂછતી હતી, તો ઉલટુ તેઓ મને અંદાજો લગાવવા માટે કહેતા હતા. મને બાદમાં જાણવા મળ્યું કે તેઓ કેટલા યંગ છે. અમારું મળવું નસીબમાં લખેલું હતું. તેઓ કહે છે કે ઉંમરમાં અંતર હોવું આપણા સંબંધોમાં કોઈ અસર પડતું નથી. પોતાના સંબંધો વિશે વાત કરતા સુસ્મિતાએ કહ્યું કે અમારા વચ્ચેના ઉમરનો તફાવત ક્યારેય અમારા સંબંધો પર પડ્યા નથી. અમે બન્ને હાલમાં અમારા રિલેશનને એન્જોય કરી રહ્યા છીએ,
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સુસ્મિતાનાં પ્રેમમાં આપઘાત કરીને જીવ આપી દેવાના હતા આ કલાકાર, પત્નીને પણ આપી દીધા હતા છુટાછેડા"
ટિપ્પણી પોસ્ટ કરો