ચશ્માના નંબરને થોડા જ દિવસોમાં દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો, મળી જશે ચશ્મા પહેરવામાંથી છૂટકારો
મોટાભાગે વધતી વય સાથે જોવાની દ્રષ્ટિમાં કમી આવવાથી આંખો નબળી પડવા લાગે છે અને લોકો નંબરવાળા ચશ્માની મદદ લેવા માંડે છે. જો કે વર્તમાન સમયમાં સમય પહેલા લોકોના આંખોમાં અનેક સમસ્યાઓ થવા લાગી છે. જેનું કારણ એ પણ હોઈ શકે છે કે આજના યુવાઓની જીવનશૈલીમાં ફેરફાર થવો. કારણકે સમય પર ન સુવુ. મોડી રાત સુધી જાગવુ, ઊંઘ ન આવવી, ખાવા-પીવામાં ફેરફાર, લાંબા સમય સુધી વાંચવુ, ટીવી જોવુ, સતત કમ્પ્યુટર-મોબાઈલને જોતા રહેવુ વગેરે અનેક પ્રતિરોજની ક્રિયાઓને કારણે આંખોમાં નબળાઈ આવે છે અને લોકો ચશ્મા લગાવવા માટે મજબૂત થઈ જાય છે. આંખ એ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. આંખોથી જ આપણે આ રંગીન દુનિયાને જોઈ શકીએ છીએ.
એટલે જ શરીરના અન્ય અવયવોની જેમ આંખોની સંભાળ પણ એટલી જ અગત્યની છે.ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી આંખોનું તેજ નબળું પડે છે.જેનાથી આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા ઉભી થાય છે. ઉપરાંત મોબાઈલ અને લેપટોપના વધુ પડતા ઉપયોગથી આંખોને ચશ્માની જરૂર પડે છે. ૭૫ ટકાથી પણ વધુ લોકો આંખોના કોઈને કોઈ રોગીથી પીડાતા હોય છે. પ્રદુષણને કારણે આંખોમાં ખંજવાળ ,બળતરા અને પાણી નીકળવા જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે.
આપણાં દાદા પરદાદાના જમાનામાં ઘરેલુ ઉપાયોથી આંખીની સારસંભાળ રાખવામાં આવતી જેના કારણે વર્ષો સુધી સ્વસ્થ આંખોથી વગર ચશ્માંએ તેઓ સારું જોઈ શકતા. આજે પણ જો આ નુસખાઓ અપનાવવામાં આવે તો ચોક્કસ આપણે ચશ્મા વગર સુંદર આંખોથી દુનિયાનો અદભુત નજારો જોઈ શકી. હાલના સમયમાં આપણે નાના બાળકોને પણ ચશ્મા પહેરેલા જોઈએ છીએ. તેનું એક માત્ર જ કારણ છે વધુ પડતો ઇલેક્ટ્રિક ડીવાઈસનો ઉપયોગ અને આંખોની જાળવણી પ્રત્યે બેદરકારી. આંખોની કામજોરીને કારણે ચશ્મા પહેરવા પડે છે. જેથી અમુક યુવાનોના વૈવિશાળમાં પણ અડચણ આવતી હોય છે.
આંખોનું તેજ વધારવાના રામબાણ ઘરેલુ નુસ્ખા
પગના તળિયે સરસવના તેલની ૧૫ થી ૨૦ મિનિટ માલિશ કરવાથી આંખની રોશની વધે છે. માલિશ દરમિયાન પગના અંગુઠાની માલિશ વધુ કરવી જેથી ઝડપથી ફાયદો થશે.
૨ ચમચી ત્રિફળાને એક રાત માટે પાણીમાં પલાળી બીજા દિવસે એ પાણી વડે આંખો ધોવાથી ચશ્માના નમ્બર ઉતરે છે.
૨ ચમચી ધાણા , ૧ ગ્લાસ પાણી લઈ માટીના વાસણમાં આખી રાત પલળી રાખવું બીજે દિવસે નરણે કોઠે ગાળેલું પાણી પીવાથી આંખોની રોશની વધે છે.
૨ ચમચી આંબળાનો રસ , ૧ ચમચી ગાજરનો રસ મિક્સ કરી દરરોજ સવારે સાંજ જમ્યા બાદ લેવાથી ઝડપથી ચશ્માના નમ્બર ઉતરે છે.
૨૦૦ ગ્રામ બદામ, ૫૦ ગ્રામ મારી દાણા(તીખા) ,૫૦ ગ્રામ વરિયાળી અને ૧૦૦ ગ્રામ સાકારનું મિશ્રણ તૈયાર કરી દરરોજ દૂધ સાથે પીવાથી ટૂંક સમયમાં જ ચશ્માના નમ્બર ગાયબ થઈ જશે.
દેશી ઘી વડે પગના તળિયે અને કાનની પાછળ રેગ્યુલર માલિશ કરવાથી અચૂક ફાયદો થાય છે.
બદામનું તેલ અને ફિલ્ટર એરંડિયાની એક એક ચમચી સરખી માત્રામાં લઈ આંખોની નીચે હળવા હાથે માલિશ કરવાથી આંખીની ખંજવાળ અને બળતરામાં ફાયદો કરે છે.
એક અંદાજ મુજબ વિશ્વની કુલ વસ્તીના બે તૃત્યાંશ લોકોને આંખના પ્લસ, માઈનસ અથવા સિલેન્ડ્રિકલ નંબર હોય છે. આંખને નંબર હોવો તે કોઈ રોગ નથી, પરંતુ ચશ્મા ધરાવતી વ્યક્તિના જીવન દરમિયાન તેની નકારાત્મક અસર જોવા જ મળે છે. ડૉક્ટરો પાસે એવા સંખ્યાબંધ કેસ આવતા હોય છે જેમ કે છોકરો અથવા છોકરીને આંખના નંબર હોવાથી લગ્ન થઈ શકતી નથી. નોકરી કરતા યુવાનોને નંબરવાળા ચશ્મા હોવાથી તે પોતાના વિચારોને બોસ સમક્ષ પ્રસ્તુત કરવા આત્મવિશ્વાસ કેળવી શકતા નથી. રમત-ગમતમાં અવ્વલ રહેતા સ્પર્ધકોને આંખના નંબરના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આજની લાઈફ સ્ટાઈલ આંખો ઉપર સ્ટ્રેસ વધારનારી છે. સમાચાર પત્રો, ચોપડી-સામાયિક વાંચવા, ટીવી જોવું, કમ્પ્યૂટર અને મોબાઈલ સાથે ૨૪ કલાક વળગી રહેવું આવી ટેવ ઘરડાથી લઈ ટીનએજર્સ સુધીના બાળકોમાં જોવા મળે છે. આ તમામ દૈનિકની એક્ટિવિટીઝની આંખો ઉપર નકારાત્મક અસર થાય તે સ્વભાવિક છે. આ કારણે આંખોના નંબરની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા ઉતરોત્તર વધી રહી છે.જો આ પ્રમાણે રાબેતામુજબ ઘર ગથ્થુ ઈલાજ કરવામાં આવે તો ચોક્કસ લેન્સ, ચશ્મા કે ઓપરેશનની જરૂર પડતી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ચશ્માના નંબરને થોડા જ દિવસોમાં દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો, મળી જશે ચશ્મા પહેરવામાંથી છૂટકારો"
ટિપ્પણી પોસ્ટ કરો