WhatsApp પર ટુંક જ સમયમાં આવશે ઓથેન્ટિકેશન ફીચર, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

વ્હોટ્સએપ પર ટુંક જ સમયમાં આવશે ઓથેન્ટિકેશન ફીચર – જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

વ્હોટ્સએપના એક નવા ફીચર બાયોમેટ્રિક સ્કેનિંગ સપોર્ટ પર કામ કરવાની વાત સામે આવી રહી છે. જેનાથી વેબ પર તેનો ઉપયોગ ઓર વધારે સુરક્ષિત રીતે કરી શકાશે. વેબસાઇટ વ્હોટ્સએપ બીટાઇન્ફો પ્રમાણે, કંપનીએ તેના માટે એક અલગ ટીમ બનાવી છે, જે તેને ઓર વધારે સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

image source

આ રિપોર્ટમાં ગુરુવારે કહેવામા આવ્યું હતું, ‘તેના માટે યુઝરે સૌથી પહેલાં પોતાના સ્માર્ટફોન પર વ્હોટ્સએપને ઓપન કરવાનું રહેશે અને પોતાના કંપ્યુટર પર તેને ખોલવા માટે ફિંગપ્રિંટને સ્કેન કરવાની પ્રક્રિયાથી પસાર થવું પડશે.’

image source

વ્હોટ્સએપ વેબ પર લોગઇન કરવાની યોગ્ય પ્રક્રિયા પહેલેથી જ ઘણી વધારે સુરક્ષિત હોવાની સાથેસાથે ખૂબ જ ઝડપી પણ છે. પણ એ હજુ પણ સ્પષ્ટ નથી કે આ ફિચરમાં ફેસ અનલોક સપોર્ટને પણ સમાવિષ્ટ કરવામાં આવશે કે નહીં. જે થ્રીડી ફેસ અનલોક દ્વારા સમર્થિત હશે.

આ રીતે વ્હોટ્સએપનો ઉપયોગ સુરક્ષિત રીતે કરો

વ્હોટ્સએપ પ્રોફાઈલ પર કરો પ્રાઇવસી સેટિંગ

image source

તમે એકથી એક સુંદર પિક્ચર્સ પોતાના વ્હોટ્સએપ પર લગાવતા હશો. તેવામાં તમને તમારી તસ્વીરની સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વોટ્સએપ પર એવું સેટિંગ છે જેનાથી તમારા પ્રોફાઇલ પિક્ચરને માત્ર તમારા કોન્ટેક્ટ્સ જ જોઈ શકશે. તેના માટે તમારે સેટિંગ્સમાં જવાનું છે અને અકાઉન્ટ પર ક્લિક કરવાનું. ત્યાર બાદ પ્રાઇવસીમાં જાઓ અહીં તમારા પ્રોફાઈલ ફોટોને લઈને કેટલાએ ઓપ્શન તમને જોવા મળશે. હવે તમારે માય કોન્ટેક્ટ્સ સિલેક્ટવાળુ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે.

નાપસંદ કોન્ટેક્ટ્સને આ રીતે કરો બ્લોક

image source

ઘણીવાર એવું થાય છે કે આપણા ફોન પર ખૂબ બધા લોકોના ફોન નંબર સેવ હોય છે, જેની સાથે આપણે ચેટ કરવા નથી માગતા. આવા લોકોના ફોન નંબર આપણે માત્ર કામ માટે જ રાખતા હોઈએ છીએ. તમે ઇચ્છો તો આવા લોકોને તમે વ્હોટ્સએપ પર બ્લોક કરી શકો છો. તેનાથી તમારા સ્ટેટસ અને પ્રોફાઈલ પિક્ચર તે લોકો નહીં જોઈ શકે.

ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન એક્ટિવેટ કરો

image source

આ ફીચરથી તમારા અકાઉન્ટમાં ડબલ લૉક સેટ થઈ જશે. પહેલાં લૉકમાં તમે તમારા અકાઉન્ટને ફેસ લૉક, ફિંગરપ્રિન્ટ લૉક અથવા કો કોડ લૉકથી સિક્યોર કરો છો. બીજા લેવલમાં રજિસ્ટર્ડ નંબરને એડ કરવાનું હોય છે. તેવામાં જ્યારે પણ તમે કોઈ નવા ડિવાઈઝમાં તમારા વ્હોટ્સએપને યુઝ કરશો તમારે અકાઉન્ટ સેટ કરવાનું રહેશે. તેના માટે તમારા રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે જેનાથી વ્હોટ્સએપ અકાઉન્ટ સેટ થશે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારો ઓટીપી કોઈ બીજી વ્યક્તિ ન જાણી લે.

0 Response to "WhatsApp પર ટુંક જ સમયમાં આવશે ઓથેન્ટિકેશન ફીચર, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel