SBI કે ગ્રાહક ‘કૃપયા ધ્યાન દે’, 1 ઓક્ટોમ્બરથી આ નિયમમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર
SBI કે ગ્રાહક ‘કૃપયા ધ્યાન દે’, 1 ઓક્ટોમ્બરથી આ નિયમમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, જાણી લો નહીં તો ભરાઈ જશો
એસબીઆઈ હાલના સમયમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેને લઈને ગ્રાહકોએ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. બદલાયેલા નિયમની અસર તમારા ખીસ્સા પર પડે તેમ છે. જો તમે પણ એસબીઆઈના ગ્રાહક છો તો આ ખબર તમારા માટે જરૂરી છે. એસબીઆઈએ એક ઓક્ટોમ્બરથી ( SBI Banking Rules ) બદલેલા નિયમોને લઈને ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એવામાં જો ધ્યાન ન રાખવામાં આવે તો તેની સીધી અસર તમારા પોકેટ પર પડશે. બેન્કે ટ્વીટ કરીને ગ્રાહકોને જાણકારી આવી છે કે હવે 1 ઓક્ટોમ્બરથી ગ્રાહકોને વિદેશમાં લેવડ દેવડ માટે ટેક્સ (Tax ) ચુકવવાનું રહેશે. એટલે કે ગ્રાહકોને વિદેશ પૈસા મોકલવા પર વધુ ચાર્જ આપવાનો રહેશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે વિદેશ પૈસા મોકલવાના નિયમોમાં બદલાવ કર્યો છે.

Finance Act 2020 માં ફેરફાર કરવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ફાઈનાન્સ એક્ટ 2020માં (Finance Act 2020) ફેરફાર કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝ્ડ રેમિટેન્સ સ્કીમ હેઠળ હવે વિદેશમાં પૈસા મોકલવા પર તમને ટીસીએસ આપવાનો રહેશે. હવે ટેક્સની ચુકવણી કરવાની રહેશે. લોકોને 5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સના મોટાભાગની ચુકવણી કરવાની રહેશે. એલઆરએસ હેઠળ તમે 2.5 લાખ ડોલર વાર્ષિક મોકલી શકો છો.

ટ્રાન્ઝેક્શન પર લાગશે ટેક્સ
કેન્દ્ર સરકારના નવા નિયમો અનુસાર હવે વિદેશ ફંડ મોકલવા પર સરકાર લોકોને ટેક્સ વસુલશે એટલે કે જે બાળકો વિદેશોમાં ભણે છે અને તમે તેમના ખર્ચ માટે અહીંથી પૈસા મોકલો છો તો તમારે હવે આ રકમ પર ટેક્સ આપવાનો રહેશે. સરકારે 7 લાખથી વધારે રકમ પર ટેક્સ વસુલવાના નિયમો બદલી નાખ્યા છે. આ નિયમ 1 ઓક્ટોમ્બરથી લાગુ થઈ જશે.

SBI ગ્રાહક પોતાની ઘડિયાળથી કરી શકશે પેમેન્ટ
ટાઇટન અને SBI ભારતમાં પહેલીવાર કોન્ટેક્ટલેસ પેમેન્ટ સુવિધા સાથે નવી ઘડિયાળોની રેન્જ શરૂ કરી રહ્યા છે. આ લોન્ચિંગ સાથે, SBI એકાઉન્ટ ધારકો પોતાની ટાઈટન પે વોચને કોન્ટેક્ટલેસ પેમેન્ટ POS મશીન પર ટેપ કરીને ચુકવણી કરી શકો છે, જેમાં SBI બેંક કાર્ડને સ્વાઈપ અથવા નાંખવાની કોઈ જરૂર નથી. પિનને નાંખ્યા વગર 2000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકાય છે. ઘડિયાળની સ્ટ્રેપમાં એક સુરક્ષિત સર્ટિફાઈડ નિયર-ફીલ્ડ કોમ્યુનિકેશન (NFC)ચિપ છે, જે એક સ્ટાન્ડર્ડ કોન્ટેક્ટલેસ SBI ડેબિટ કાર્ડનાં દરેક કામોને ઈનેબલ કરે છે.
કોન્ટેક્ટલેસ પેમેન્ટ
Here’s an important notice for all our SBI Customers.
#TCS #IncomeTax #SBI #StateBankOfIndia pic.twitter.com/oecpow8WZq— State Bank of India (@TheOfficialSBI) September 22, 2020
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘડિયાળોમાંની આ ચુકવણી સુવિધાનો ઉપયોગ દેશભરમાં 20 લાખથી વધુ કોન્ટેક્ટલેસ માસ્ટરકાર્ડ ઈનેબલ્ડ પોઇન્ટ ઓફ સેલ (PoS) મશીનોમાં ઉપયોગ થઈ શકે છે. આ ઘડિયાળોના વિશિષ્ટ સંગ્રહમાં પુરુષો માટે ત્રણ સ્ટાઈલ અને મહિલાઓ માટે બે સામેલ છે. તેની કિંમત 2995 રૂપિયાથી 5995 રૂપિયાની વચ્ચે રહેશે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, તેઓ કોન્ટેક્ટલેસ પેમેન્ટના ક્ષેત્રમાં ટાઇટન દ્વારા આ વિશેષ પ્રોડકટને લોંચ કરવા માટે ખૂબ ઉત્સુક છે. તેઓ વિશ્વના પાંચમા ક્રમના સૌથી મોટા વૉચ ઉત્પાદક સાથે હાથ મિલાવવામાં ખૂબ જ ખુશ છે, જે ટાઇટન પેમેન્ટ વૉચથી બેંકના યોનો ગ્રાહકોને સ્માર્ટ અને નવીન શોપિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "SBI કે ગ્રાહક ‘કૃપયા ધ્યાન દે’, 1 ઓક્ટોમ્બરથી આ નિયમમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર"
ટિપ્પણી પોસ્ટ કરો