ફેન્સે માહી ને આપી રણવીર થી દૂર રહેવાની સલાહ
ઇન્ડિયન પ્રીમિયર લીગ ના મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યા છે. તેવામાં ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ટીમના કેટલાક ખેલાડીઓ ત્યાં પહોંચી પણ ગયા છે. આઈપીએલની બીજી સીઝન પહેલા મહેન્દ્રસિંહ ધોનીનું નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. માહીનો આ નવો લૂક તેના કેટલાક ફેન્સને પસંદ આવ્યો છે, જ્યારે કેટલાકને આ અવતાર પસંદ નથી આવ્યો. આ વાતોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. મહિના ફેન્સ કેનાલ ઉપર પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તેમાં એક ફેન્સે માહીને સલાહ આપી છે કે તે બોલિવૂડ એક્ટર રણવીર સિંહથી દૂર રહે.
🎺🎺🎺 – #VIVOIPL 2021 is BACK and ready to hit your screens once again!
Time to find out how this blockbuster season concludes, ‘coz #AsliPictureAbhiBaakiHai!
Starts Sep 19 | @StarSportsIndia & @DisneyPlusHS pic.twitter.com/4D8p7nxlJL
— IndianPremierLeague (@IPL) August 20, 2021
મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ સોશિયલ મીડિયા પર મિમ્સ શેર કરી રહ્યા છે. તેમાં કેટલાક ફેન્સ ધોનીને રણવીર સિંહ દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. મહત્વનું છે કે રણવીર સિંહ તેની અતરંગી સ્ટાઇલ માટે બોલિવૂડમાં જાણીતા છે. ધોનીનો નવો લુક સામે આવ્યો તે પહેલાં ધોની અને રણવીર સિંહ એક ફુટબોલ મેચ સાથે રમતા જોવા મળ્યા હતા. ફુટબોલ મેચ દરમિયાન ની રણવીર અને માહિતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવી હતી જે પણ ખૂબ વાયરલ થઈ હતી.

ત્યારબાદ ધોનીનો આ નવો લુક સામે આવતા તેના ફેન્સ સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે રણવીર સાથે રહેવાની અસર માહી ને પણ થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલની 14મી સિઝનની શરૂઆત પહેલા ધોનીનો ભિક્ષુક અવતાર વાયરલ થયો હતો. તેવામાં આ વખતે ધોનીનો તદ્દન વિપરીત અવતાર જોવા મળ્યો છે જેને જોઇ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.
Mantra… avatar… we are as 🤯 as you are right now!
Give us your best guess as to what this mantra is that he’s talking about and keep watching this space for the reveal. 😎 pic.twitter.com/km9AQ93Dek
— Star Sports (@StarSportsIndia) March 14, 2021
જોકે આ પહેલી વખત નથી મહેન્દ્રસિંહ ધોની પોતાની ક્રિકેટની કારકિર્દી દરમિયાન પણ તેની અવનવી હેર સ્ટાઇલ માટે ચર્ચામાં રહયો છે. ક્રિકેટ કારકિર્દીની શરૂઆતમાં તેણે લાંબા અને ભૂરા વાળ રાખ્યા હતા ત્યારબાદ વર્લ્ડ કપ દરમિયાન અચાનક જ તેણે મુંડન કરાવી લીધું હતું ત્યારે હવે ધોની રોકસ્ટાર ના લુકમાં જોવા મળ્યો છે.
0 Response to "ફેન્સે માહી ને આપી રણવીર થી દૂર રહેવાની સલાહ"
ટિપ્પણી પોસ્ટ કરો