સુરતમાં સંબંધીએ તમામ હદ વટાવી, માત્ર 15 વર્ષની તરૂણી સાથે અનેક વખત આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતાં ફૂટ્યો ભાંડો

અનેક એવા કિસ્સા આપણે જોયા છે કે જેમાં આપણા પોતાના જ આપણા પર દગો કરતાં હોય અને આપણે ક્યારેય ન ધારેલું કામ થઈ જતું હોય છે. ઉપરથી ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મના કેસો પણ ચિંતાનો વિષય છે. ત્યારે હાલમાં જે કિસ્સો બહાર આવ્યો એમાં આ બે વાત ભેગી થતી જોવા મળી રહી છે. આ કિસ્સો સુરતતો છે.

image source

સુરતમાં સતત હત્યા બાદ દુષ્કર્મની ફરિયાદો સામે આવી રહી છે, જેમાં સૌથી વધુ તરૂણી સાથે દુષ્કર્મ થઇ રહ્યા છે, ત્યારે સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેથી સગીરાને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. જેમાં સગીરા ગર્ભવતી હોવાનું માલૂમ થતાં તેના પર દુષ્કર્મ ગુજારનાર પારિવારિક સંબંધ ધરાવતા યુવક સામે પરિવારે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

image source

વિગતે વાત કરીએ તો 15 વર્ષની આ તરુણીને પારિવારિક સંબંધી પુખરાજસિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલ દ્વારા લગનની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. પરિવારના સભ્યોની ગેરહાજરીમાં પુખરાજ ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઇ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો. જો કે આ બાબતથી પરિવારના સભ્યો અજાણ હતા, પરંતુ સગીરાને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતા માતાને જાણ કરી હતી. જેથી તબીબી તપાસ માટે સગીરાને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જયાં મેડિકલ ચેકઅપમાં સગીરાને બે માસનું ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

image source

જ્યારે તબીબો દ્વારા આ મામલે તરુણીના પરિવારને જાણકારી આપી હતી, જેને લઈને પરિવારે તરૂણીની પૂછપરછ કરતા પુખરાજસિંહનું નામ આપ્યું હતું. અને બધા જ ચોંકી ગયા હતા. કારણ કે કોઈ સગા સંબંધી જ જો આવું કરે તો સ્વાભાવિક છે કે કોઈને પણ ઝાટકો લાગે. પછી તો દિકરી એક એક કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો હતો અને સમગ્ર વાત કરી હતી. પુખરાજસિંહ પરિવારજનોની ગેરહાજરીમાં ઘરે આવીને શું કરતો તે સમગ્ર હકીકત સગીરાએ પરિવારજનોને કહી હતી. જેથી પરિવારના સભ્યોએ પુખરાજસિંહને પૂછતા તેણે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી. જેને પગલે સગીરાની માતાએ પુખરાજસિંહ વિરૂધ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

image source

જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. બીજી વાત કરીએ તો આજથી ચાર વર્ષ પહેલા આજ રીતે એક 15 વર્ષિય તરૂણીને લગ્નની લાલચ આપી એક વ્યક્તિ ભગાડી ગયો હતો, અને અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે માતા-પિતા દ્વારા ફરિયાદ બાદ પોલીસે બંનેને શોધી કાઢી હતા અને આરોપીને જેલ ભેગો કર્યો હતો.

image source

આ મામલે ગઈકાલે જ કોર્ટે ચૂકાદો આપ્યો હતો, જેમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.ત્યારે આ વખતે પણ આ માતા પિતાને પણ એવી આશા છે કે આ કેસમાં કોઈ આગળ કાર્યવાહી થાય અને આરોપીને સજા મળે એવી ન્યાયની ગુહાર લગાવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આરોપીને શું સજા થાય છે અને થાય છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "સુરતમાં સંબંધીએ તમામ હદ વટાવી, માત્ર 15 વર્ષની તરૂણી સાથે અનેક વખત આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતાં ફૂટ્યો ભાંડો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel