ગાંધીના ગુજરાતની આ હાલત? સુરેન્દ્રનગરમાં લુખ્ખાઓએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, જોનારાનો શ્વાસ થંભી જશે

ભારત અને ગુજરાતની સાથે સાથે હવે સૌરાષ્ટ્રમાં પણ હત્યા, લૂંટ, ફાયરિંગ, ખંડણી, મારામારી જેવા બનાવો વધી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં હવે અંહિસા જેવું કશુ દેખાઈ રહ્યું નથી અને બેફામ હિંસાઓ થઈ રહી છે. ત્યારે હવે આવી જ એક ક્રુર ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લમાં. આ જિલ્લ્માં સતત અસામાજિક તત્વોનો આંતક વધી રહ્યો છે અને લુખ્ખા તત્વો બેફામ રીતે ફરીને ગુનાઓ કરી રહ્યા છે. જાણે પોલીસની પણ જરા બીક ન હોય એવું વર્તન થઈ ગયું છે. જિલ્લામાં ખુલ્લેઆમ જુગાર વરલી મટકા દારૂ નાડા ધમધમી રહ્યા છે તો બીજી તરફ ખનીજ માફિયાઓનો ખોફ વધ્યો છે.

image source

આ બધાની વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે જોઈ-સાંભળી તમારા રૂવાંટા ઉભા થઈ જશે. સુરેન્દ્રનગરમાં જોરાવર નગર બાય પાસ પાસે આજે લોહીયાળ ખુની ખેલ ખેલવામાં આવ્યો છે. લુખ્ખાતત્વોએ એક યુવકના તિક્ષણ હથિયાર વડે હાથ-પગ કાપી નાખવાની કોશિશ કરી છે. લુખ્ખા તત્વોએ રીતસર એક હાથ તો કાપીને નીચે ફેંકી પણ દીધો હતો. યુવાનની પરિસ્થિતિ એટલી ગંભીર હાલતમાં હતી, કે તેના લોહીથીલથબથ હતો અને જેના ફોટો જોઈને પણ આપણા ધબકારા વધી જાય. જાણ થતાં જ પોલીસ પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

image source

ફોટો જોઈને લાગે કે આ ઘટનામાં અતિ ક્રૂતાપૂર્વક હથિયારો ના ઘા ઝીંકી યુવાનના હાથ-પગ કાપી નાખવાની કોશિશ કરવામાં આવી છે. ભોગ બનનાર યુવકનું નામ રાજા માણેક હોવાનું સામે આવ્યું છે. કેમ હાથ કાપી નાખવામાં આવ્યા, અને કઈં બાબતે આવો હુમલો કરવામાં આવ્યો છે, તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જે જે લોકોએ આ યુવાનને દર્દથી પીડિત હાલતમાં જોયો તેમના રૂવાંડા ઉભા થઈ ગયા હતા. દરેકના મોંઢે એક જ વાત હતી, આવી હાલત કરનાર ખાખીની આબરૂના લીરે લીરા ઉડાવી રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે જોરાવરનગર બાય પાસ પાસે ગુંડાતત્વોએ બેફામ રીતે આંતક મચાવી યુવકનો હાથ કાપી નાખ્યો. હાથ કપાયેલી હાલતમાં યુવાન દર્દથી બુમો પાડતો રહ્યો, ત્યારે લોકોનું ધ્યાન જતા લોકો ભેગા થઈ ગયા. યુવાન કપાયેલા હાથે દર્દથી પીડાઈ રહ્યો હતો, તેની પરિસ્થિતિ જોઈ લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ. લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી પોલીસને પણ માહિતી આપી.

image source

હાલમાં જે પ્રમાણે આવી ઘટનાઓ બની રહી છે એ જોતા લાગે છે કે પોલીસનું કામ નબળું પડી રહ્યું છે. કારણ કે લુખ્ખા તત્વો પોલીસને ખો આપી રહ્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પકડાઈ રહ્યા છે. ખાનગી ફાયરિંગની વારંવાર ઘટનાઓ બને છે, જે પોલીસ ચોપડે નોંધાય છે, પરંતુ ગુંડાતત્વોને કોઈ પરક નથી પડી રહ્યો. આજે એક જ દિવસમાં ક્રાઇમની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં સાયલા તાલુકાના સુદામડા ગામે બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર લૂંટારુઓએ કટર વડે ધોળા દિવસે તોડી નાખ્યું અને લાખો રૂપિયાની લૂંટ કરીને નાસી ગયા છે.

image source

બીજી ઘટનામાં સુરેન્દ્દ્નગરના જોરાવનગર બાયપાસ પાસે બની, જેમાં અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે અંગત કારણોસર એક યુવક ઉપર તૂટી પડ્યા. તો ત્રીજો બનાવ ચુડા તાલુકા બલાળા ગામે સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતમાં બે જૂથો હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા છે. આ બનાવમાં ખાનગી ફાયરિંગ પણ થયું હોવાનું બહાર આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ગાંધીના ગુજરાતની આ હાલત? સુરેન્દ્રનગરમાં લુખ્ખાઓએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, જોનારાનો શ્વાસ થંભી જશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel