LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી થયો છે આ ફેરફાર, ચેક કરી લો નવી કિંમત
ઓગસ્ટ અને સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ રસોઈ ગેસ સિલિન્ડરને લઈને રાહત મળી છે. ઓઈલ માર્કેટિગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ એલપીજીના ભાવમાં ફેરફાર કર્યા નથી. દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવ 594 રૂપિયા પર સ્થિર છે. અન્ય શહેરોમાં પણ સિલિન્ડરના ભાવ સ્થિર છે. IOCની વેબસાઇટ પર જણાવવામાં આવેલી કિંમતો અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 32 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.
અગાઉ 14 કિલોના સિલિન્ડરની કિંમતોમાં જુલાઈ મહિનામાં 4 રૂપિયાનો વધારો થયો હતો. તો 14.2 કિલોના બિન સબ્સિડાઈઝ્ડ સિલિન્ડરમાં દિલ્હીમાં 11.50 રૂપિયાનો વધારો થયો હતો. જો કે મે માં તે 162.50 રૂપિયા સુધી સસ્તો પણ થયો હતો.
મોંઘો થયો 19 કિલોનો રસોઈ ગેસ સિલિન્ડર, જાણો કયા શહેરમાં કેટલા રૂપિયા વધી કિંમત
દેશની રાજઘાની દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ 1133.50થી વધીને 1166 રૂપિયા થયો છે. એટલે કે 32 રૂપિયા મોંઘો થયો છે.
કોલકત્તામાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1196 રૂપિયાથી વધીને 1220 રૂપિયા થઈ છે એટલે કે અહીં 24 રૂપિયાનો વધારો થયો છે.
મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1089 રૂપિયાથી વધીને 1113.50 રૂપિયા થઈ છે એટલે કે અહીં 24.50 રૂપિયાનો વધારો થયો છે.
ચેન્નઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1250 રૂપિયાથી વધીને 1276 રૂપિયા થઈ છે એટલે કે અહીં 26 રૂપિયાનો વધારો થયો છે.
દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઈટ પર આપવામાં આવેલા ભાવ અનુસાર દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમતો સ્થિર રહી છે. પરંતુ અનેક જગ્યાઓએ 19 કિલોના સિલિન્ડરની કિંમતોમાં વધારો કરાયો છે. તો ચેક કરી લો નવા ભાવ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી થયો છે આ ફેરફાર, ચેક કરી લો નવી કિંમત"
ટિપ્પણી પોસ્ટ કરો