ભારતના આ યુવાને ઝાડ પર બનાવી દીધું 4 માળનું ઘર, જુઓ દુનિયાના અજાયબ ટ્રી હાઉસની તસવીરો

આજકાલ માણસ ઘર બનાવવાના ચક્કરમાં વૃક્ષો કાપવા લાગ્યો છે. પણ આજે અમે તમારી સમક્ષ એક એવા યુવક વિષે માહિતી લાવ્યા છીએ જેણે બધાથી કંઈક અલગ વિચાર્યું અને કર્યું છે. હા, આજે અમે જેના વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેણે એક એવું ઘર બનાવ્યું છે જે ઝાડ પર બનેલું છે. હા, આ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પણ તે સત્ય છે. જેમના વિષે અમે વાત કરી રહ્યા છીએ તે વ્યક્તિ આઈઆઈટી ગ્રેજ્યુએટ છે અને ઉદયપુરમાં સિવિલ એજિનિયર તરીકે નોકરી કરે છે.

તેમનું નામ છે કે.પી સીંઘ. છે, જે છેલ્લા 18 વર્ષથી આ ઘર બનાવી રહ્યા છે. આમ તેમને પોતાના ઘરને બનાવવામાં આટલા વર્ષનો સમય એટલા માટે લાગ્યો કારણ કે તેમનું ઘર કોઈ સાધારણ જગ્યા પર નહીં પણ એક ઝાડ પર બનાવામાં આવ્યું છે અને તે ચાર માળનું છે.

Four-storey house built on a tree, will be surprised to see photos
image source

કે.પી સીંઘનું માનવું છે કે આ ઘરના કારણે ઝાડને કોઈ જ નુકસાન નથી થયું અને તેના કારણે તેમણે ઘર પણ એવી રીતે બનાવ્યું છે કે ઝાડને કોઈ નુકસાન ન થાય અને તેઓ આ ઘરમાં સરળતાથી રહી શકે.

Four-storey house built on a tree, will be surprised to see photos
image source

એમ તો તેમના ઘરમાં તેમના ઓરડાઓમાંથી ઝાડની ડાળીઓ નીકળેલી છે, પણ તે વાતનો તેમને જરા પણ અફસોસ નથી. કે.પી. સીંઘે આ ઘરને 2000માં બનાવ્યું હતું અને ત્યાર બાદથી તેઓ આ ઘરમાં રહી રહ્યા છે. હવે જો ઘરની વાત કરીએ તો તેમાં બધું જ છે. તેમાં ઉપર જવા માટે સીડીઓ છે, ઓરડાઓ છે, રસોડું છે અને નહાવા માટે બાથરૂમ વિગેરે પણ છે. હવે જો આ વૃક્ષની વાત કરીએ તો તે 87 વર્ષ જુનું છે.

હવે જોઈએ દુનિયાના અદ્ભુત ટ્રી હાઉસ – જે જોઈને તમારું મન થઈ જશે ખુશ

કાસલ ટ્રી હાઉસ, બ્રીટીશ કોલંબિયા, કેનેડા

Castle Treehouse
image source

આ ટ્રી હાઉસ દુનિયાનું સૌથી ઉંચું ટ્રી હાઉસ છે. તે કેનેડામાં આવેલા બ્રીટીશ કોલંબિયાના જંગલમાં આવેલું છે. આ આખીએ જગ્યા કોઈ ફેરીટેલથી કમ નથી. આ ટ્રી હાઉસ ત્રણ માળનું છે.
ધી હેમલોફ્ટ ટ્રીહાઉસ, વ્હીસ્ટલર, કેનેડા

image source

આ ટ્રી હાઉસ ઝાડ પરના કોઈ માળા જેવું છે. આ ટ્રી હાઉસ પણ કેનેડાના બ્રીટીશ કોલંબીયાના જ જંગલમાં આવેલું છે. આ ટ્રી હાઉસનો આકાર ઇંડા જેવો છે. બાળકોને આવા ટ્રી હાઉસમાં રહેવાની તો ખૂબ મજા આવે તેવું છે.

ટ્રી હાઉસ પોઇન્ટ, ઇસાકુઆર, વોશિંગ્ટન

A front view of Treehouse Point in Issaquah in Washington
image source

આ ટ્રી હાઉસ લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. અહીં નજીકમાંથી જ એક વહેતી નદી પસાર થાય છે. જે આ ટ્રી હાઉસને ઓર વધારે એટ્રેક્ટિવ બનાવે છે.

મૂઝ મીડો લોજ એન્ડ ટ્રીહાઉસ, વર્મોન્ટ, યુએસએ

Beautiful interior and exterior views of Castle Treehouse in British Columbia in Canada
image source

આ ટ્રીહાઉસ કોઈ સુંદર પિક્ચર પોસ્ટકાર્ડમાં હોય તેવું છે. અને તમારા બાળપણમાં તમે જે ફેરીટેલ વાંચી હશે તેની પ્રતિતિ કરાવે તેવું છે. આ ટ્રીહાઉસને ઝાડ પર બનાવવામાં આવ્યું છે અને તેનું મુખ્ય થડિયું પણ આ ટ્રી હાઉસમાંથી જ પસાર થાય. આ ટ્રી હાઉસ પણ જંગલની વચોવચ આવેલું છે.

ટેક્સનની સાઇપ્રસ વેલીમાં આવેલી ટ્રી હાઉસ કોલોની

A view of beautiful treehouses in Cypress Valley in Texas
image source

અહીં એક નહીં બે નહીં પણ ઘણા બધા ટ્રી હાઉસ છે, અમેરિકાના ટેક્સસ રાજ્યની સાઇપ્રસ વેલીમાં આ ટ્રીહાઉસ આવેલા છે. આ ટ્રીહાઉસ ખાસ કરીને કૂદરત પ્રેમીઓ માટે બનાવવામાં આવ્યા છે. અહીં સુંદર તળાવો આવેલા છે, ઘેરા જંગલો આવેલા છે. અહીં લગભગ 25 ટ્રીહાઉસ બનાવવામાં આવ્યા છે. પ્રવાસીઓ માટેનું આ એક અનેરું આકર્ષણ અને અનુભવ છે.

બર્ડ્સ નેસ્ટ ટ્રીહાઉસ, લુલિઆ, સ્વિડન

A beautiful view of Bird’s Nest Treehouse in Sweden covered in snow
image soucre

આ ટ્રીહાઉસ આસપાસની કૂદરતમાં સદંતર ભળી ગયું છે. આ ટ્રી હાઉસ માણસની બુદ્ધિ અને કુદરતી સૌંદર્યનું સંપૂર્ણ મિશ્રણ છે. આ ટ્રી હાઉસ બહારથી જેટલું ઇક્ઝોટીક લાગે છે તેટલું જ તે અંદરથી પણ સુંદર છે. આ ટ્રી હાઉસમાં રહેનારને અહીં રેસ્ટરૂમ, સ્પા તેમજ બારની પણ સગવડ આપવામાં આવે છે.

સેક્લુડેડ ટ્રીહાઉસ, એટલાન્ટા, જ્યોર્જિયા

An exterior view of the secluded treehouse in Georgia nestled in forest
image source

જો તમે કોઈ જંગલમાં થોડા સમય માટે એક ફેન્ટસી જીવવા માગતા હોવ તો આ ટ્રીહાઉસ તેના માટે પર્ફેક્ટ છે. અહીં ટ્રીહાઉસની ત્રણ કેબિન આવેલી છે. અને આ ત્રણે કેબીન એક સસ્પેન્ડેડ રોપ બ્રીજથી જોડાયેલી છે. અને આસપાસનું વાતાવરણ પણ અહીં ખુબ જ સુંદર છે.

ટેટ્સુ ટ્રીહાઉસ, હોકુટો, જાપાન

An exterior view of Takasugi-an Treehouse in Japan
image source

જાપાનના હોકુટોમાં આ સુંદર ટ્રીહાઉસ આવેલું છે. આ ટ્રીહાઉસ તમે તસ્વીરમાં જોઈ શકો છો કે ચેરીબ્લોઝમ્સના વૃક્ષોથી ઘેરાયેલું છે, તમારા જીવનમાં ક્યારેય નહીં જોયું હોય તેટલું અદ્ભુત અને સુંદર છે આ ટ્રી હાઉસ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ભારતના આ યુવાને ઝાડ પર બનાવી દીધું 4 માળનું ઘર, જુઓ દુનિયાના અજાયબ ટ્રી હાઉસની તસવીરો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel