દિવાળી પહેલા 5 લાખનું બજેટ છે અને નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? તો આ 5 કાર પર એક વાર કરી લો નજર
જો તમે આ દિવાળીએ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય અને તમારું બજેટ પાંચ લાખ રૂપિયાથી ઓછું છે તો અમારો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે પ્રસ્તુત લેખમાં અમે આપને પાંચ એવી કારો વિશે જણાવવાના છીએ જેની શરૂઆતી કિંમત પાંચ લાખ રૂપિયાથી ઓછી છે.
આ કારોમાં Datsun Redi-Go, Renault Kwid, Maruti Suzuki Alto, Maruti Suzuki S-Presso અને Hyundai Santro નો સમાવેશ થાય છે. અમે આપને તેની કિંમત અને પરફોર્મન્સ વિશે પણ જણાવીશું જે જાણી તમે પોતે જ નક્કી કરી શકશો કે આપના બજેટમાં કઈ કાર ઠીક રહેશે. તો ચાલો જાણીએ.
Datsun Redi-Go નું 0.8 લીટર એન્જીન 5678 આરપીએમ પર 54 PS નો પાવર અને 4386 આરપીએમ પર 72 Nm નો ટોર્ક પેદા કરે છે. તેનું એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. જ્યારે, Redi-Go નું 1- લીટર એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 4250 આરપીએમ પર 91 Nm નો ટોર્ક પેદા કરે છે. તેનું એન્જીન 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે.
Datsun Redi-Go ની શરૂઆતી દિલ્લી એક્સ શોરૂમની કિંમત 2.83 લાખ રૂપિયા છે જે તેના ટોપ વેરીએન્ટ પર 4.77 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
Renault Kwid નું 0.8 લીટર એન્જીન 5600 આરપીએમ પર 54 PS નો પાવર અને 4250 આરપીએમ પર 72Nm નો ટોર્ક પેદા કરે છે. જ્યારે તેનું 1 લીટર એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 4250 આરપીએમ પર 91 Nm નો ટોર્ક પેદા કરે છે.
Renault Kwid ની શરૂઆતી કિંમત 2.99 લાખ રૂપિયા છે જે તેના ટોપ.વેરીએન્ટ પર 5.12 લાખ રૂપિયા સુધી પહોંચે છે. તેમાં 23 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે.
Maruti Suzuki Alto માં પાવર માટે 796 સીસી, 3 સિલિન્ડર, 12 વાલ્વ BS-6 એન્જીન આપવામાં આવ્યું છે. તેનું એન્જીન 6000 આરપીએમ પર 48 PS નો મેક્સિમમ પાવર અને 3500 આરપીએમ પર 69 Nm નો ટોર્ક પેદા કરે છે. તેનું એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે. એ સિવાય તેના સીએનજી વેરીએન્ટમાં 31.59 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઇલેજ મળે છે.
ભારતીય માર્કેટમાં Maruti Suzuki Alto ની શુરુઆતી દિલ્લી એક્સ શોરૂમની કિંમત 2.94 લાખ રૂપિયા છે.
Maruti Suzuki ની S-Presso માં BS-6 કંપલાઈન્ટ વાળુ 998 સીસી, K10B પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. તેનું એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 3500 આરપીએમ પર 90 Nm નો ટોર્ક પેદા કરે છે. Maruti Suzuki ની S-Presso નું એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે.
Maruti Suzuki ની S-Presso ની શરુઆતી દિલ્લી એક્સ શોરૂમની કિંમત 3.70 લાખ રૂપિયા છે.
Hyundai Santro માં 4 સિલિન્ડર, 1.1 લિતરનું SOHC પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જે 5500 આરપીએમ પર 68 bhp નો મેક્સિમમ પાવર અને 4500 આરપીએમ પર 99 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેયરબોક્સ સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવામા આવ્યો છે.
Hyundai Santro ની શરૂઆતી દિલ્લી એક્સ શોરૂમની કિંમત 4.63 લાખ રૂપિયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળી પહેલા 5 લાખનું બજેટ છે અને નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? તો આ 5 કાર પર એક વાર કરી લો નજર"
ટિપ્પણી પોસ્ટ કરો