બહેન કરિશ્મા કપૂર સાથે પ્રેગ્નન્ટ કરીના કપૂર મુંબઈના બાન્દ્રા ખાતે જોવા મળી શૂટિંગ કરતી, તસવીરોમાં જોઇ કરિનાનો ન્યુ લુક

પ્રેગ્નન્ટ કરીના કપૂર ખાન પોતાની ગર્ભાવસ્થામાં પણ સતત કામ કરવામાં માને છે. કરિના જ્યારે તૈમુર અલી ખાન વખતે ગર્ભવતિ હતી ત્યારે પણ તેણીએ પોતાના કામને લઈને કોઈ જ બાંધછોડ નથી કરી અને ત્યારે પણ તેણી સતત કામ કરી રહી હતી. અને પાપારાઝીએ ફરી એકવાર કરીનાને શૂટિંગ કરતી ઝડપી લીધી છે. તેણી પોતાની બહેન કરીશ્મા કપૂર સાથે બાન્દ્રામાં શૂટિંગ કરી રહી છે. આ બન્ને કપૂર બહેનોએ લગભગ એક જેવા દેખાતા ગ્રે રંગના જેકેટ પહેર્યા હતા અને કોઈ બિલ્ડિંગની બાલ્કનિમાં તેઓ શૂટિંગ કરી રહ્યા હતા.

image source

એક અહેવાલ પ્રમાણે કરીના કપૂર ખાન હાલ 6 મહિનાની ગર્ભવતિ છે અને તેની ગર્ભાવસ્થાનો ગ્લો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

તાજેતરમા કરીના કપૂરે તેની આમિર ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ દીલ્લી ખાતે પૂર્ણ કર્યું છે. તેણીએ પોતાના પતિ સૈફ અલી ખાન સાથે તેના પટૌડી પેલેસમાં લાંબુ રોકાણ પણ ખૂબ એન્જોય કર્યું હતું અને ગયા અઠવાડિયે તેઓ મુંબઈ પાછા ફર્યા હતા.

ઓગસ્ટ મહિનામાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને તેઓ પોતાના બીજા બાળક વિષે કરીના કપૂરની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. એક સત્તાવાર નિવેદન આ કપલે શેર કર્યું હતું, ‘અમે એ જાહેર કરતાં ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ કે અમારા કુટુંબમાં એક નવું મહેમાન આવવા જઈ રહ્યું છે ! અમારા બધા જ હિતેચ્છુઓનો અમે તેમના પ્રેમ તેમજ સપોર્ટ માટે આભાર માનીએ છીએ.’ કરીના અને સૈફે 2012ના ઓક્ટોબર મહિનામાં એકબીજા સાથે ખૂબ જ સાદી વિધિથી લગ્ન કર્યા હતા. તેમણે પોતાનાં પહેલાં સંતાન તૈમુર અલી ખાન પટૌડીનું 2016ના ડિસેમ્બરમાં સ્વાગત કર્યુ હતું.

કરીના પ્રેગ્નન્સી દરમિયાન આ બાબતનુ રાખે છે ખાસ ધ્યાન

જ્યારે કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતે બીજીવાર માતાપિતા બનવા જઈ રહ્યા છે તેની જાહેરાત કરી ત્યારે તે સાંભળીને તેમના ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. એટલું જ નહીં હવે તો ફેન્સ પણ સ્ટાર બેબી નંબર 2ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મોની સાથે સાથે કરીના કપૂર ખાન પોતાના વર્કાઉટને લઈને પણ ખૂબ જ ડેડિકેટેડ છે.

કરીના પોતાની હેલ્થને લઈને હંમેશા સજાગ રહી છે. તેણી માટે સ્વચ્છ અને તાજો ખોરાક ખાવો ખૂબ જરૂરી છે. અને તેણીના મત પ્રમાણે તે બધા પર લાગુ પડે છે. ખાસ કરીને. તેણી કહે છે કે ભોજન જેટલું તાજું હશે તેટલું જ તમારા શરીરને વધારે પોષણ મળશે.

તેણી જણાવે છે કે તમારા આખા દિવસના ભોજનનું આયોજન તમારે સવારે જ કરી લેવું જોઈએ. તેણી કહે છે કે ડોક્ટર આજે પણ માતાઓને દિવસમા એકવાર વ્યાયામ કરવાની સલાહ આપે છે. અને તેણીના મત પ્રમાણે તે ખૂબ મહત્ત્વનું છે કે શરીરમાં મૂવમેન્ટ બનેલી રહે. તે કોઈ પણ રીતે હોઈ શકે છે, ચાલવાથી, વ્યાયામથી કે પછી સ્વિમિંગથી.

ડેરી પ્રોડક્ટ કરીનાને ખૂબ પસંદ છે

કરીના કહે છે કે તેને ડેરી પ્રોડક્ટ ખૂબ પસંદ છે પણ તેમાંની કોઈ એક તેના માટે ફેવરીટ નથી. તેણીને ઘી, દૂધ, દહીં ખૂબ પસંદ છે અને તેને તે વિવિધ રૂપે ખાતી હોય છે. અને તે વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તે તેની સવાર અને રાતના રૂટિનનો ખાસ હિસ્સો હોય. જો તેણી શૂટિંગ માટે બહાર જતી હોય અને તેને મિડ મીલ સ્નેક્સ ખાવો હોય તો તેણી સ્મૂધી, મિલ્કશેક અથવા કોલ્ડ કોફી લેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તેણી પોતાના લંચ કે ડિનરમાં કોઈ પણ સંજોગોમાં પોતાના પરાઠા કે પછી દાળમાં ઘી નાખવાનું નથી ચૂકતી. અને તેનો દીકરો તૈમુર પણ તેને પૂછે છે કે શુ તેના પરાઠામાં ઘી છે ને.

માતાઓના સ્વાસ્થ્યને લઈને કરીના આ સલાહ આપે છે

image source

તેણી જણાવે છે કે માતાઓએ પોતાના વિચારો સ્વચ્છ રાખવા અને નકારાત્મકતાથી દૂર રહેવું. તમારે તે ખાવું જે તમારું મન કહે. માટે તેણી ખૂબ બધુ દહીં ખાય છે. ખાસ કરીને સવારે અને બપોરના ભોજન દરમિયાન. તે ખરેખર તમારા પાચનમાં મદદ કરે છે. તમારે તમારા શરીર માટે તે ખાવાની જરૂર છે જે તમને પસંદ હોય. તમારે તમારા શરીરની વાત સાંભળવી જોઈએ અને તમારા માટે જે યોગ્ય હોય તે કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "બહેન કરિશ્મા કપૂર સાથે પ્રેગ્નન્ટ કરીના કપૂર મુંબઈના બાન્દ્રા ખાતે જોવા મળી શૂટિંગ કરતી, તસવીરોમાં જોઇ કરિનાનો ન્યુ લુક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel