શું તમે આ વાત જાણો છો, અનલોક-5 પછી આ લોકોને ફ્રીમાં મળશે મૂવી ટિકિટ, આખા દેશમાં નિયમ કરાયો લાગુ
કોરોના દેશમાં આવ્યો ત્યારથી જ સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું અને કોરોના સંક્રમણને અટકાવવા માટે અલગ અલગ પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે આપણે બધા જાણીએ જ છીએ કે કોરોના કાળમાં લાંબા સમય પછી ફરી એક વાર દેશભરમાં સિનેમા હોલ ખુલી રહ્યા છે. વાયરસ સામે સંક્રમણ કેસ વધતા જ દેશભરમાં મહિનાઓથી સિનેમા ઘર પર તાળા લાગ્યા હતા. પણ ગુરુવાર એટલે કે 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવામાં આવશે.
ખાવા પીવાની વસ્તુઓ માટે પણ અલગથી વ્યવસ્થા
ભલે આમ તો દરેકને છુટ્ટ મળી ગઈ પણ તેમ છતાં સિનેમા હોલના માલિકો અને દર્શકોએ સિનેમા હોલ જતા પહેલા અમુક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે બીજી તરફ સિનેમા હોલના માલિકોએ પણ લોકોને આવકારવા માટે ખાસ તૈયારી કરી છે. અને કેટલાક લોકોની ખાસ ફ્રી ટિકિટની સુવિધા પણ આપી છે. અને સિનેમાહોલ આવનાર લોકોની સુરક્ષા માટે પણ ખાસ તૈયારી કરી છે. વધુમાં ખાવા પીવાની વસ્તુઓ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે કાલે સિનેમા હોલ ખુલતા તમને પીવીઆરમાં નવી સુવિધા જોવા મળશે.
પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે મફત શોનું આયોજન
સૌથી મોટી વાત એ છે કે પીવીઆર પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે મફત શોનું આયોજન કર્યું છે. સાથે જ વીકેન્ડ પર કોરોના વોરિયર્સના નામે રાખવામાં આવ્યો છે. કોરોના વોરિયર્સને પણ વીકેન્ડમાં મફત શો જોવા મળશે. કોરોના કાળમાં પહેલીવાર સિનેમા હોલ ખુલવાની સાથે સુરક્ષા અને સલામતી પર પણ ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. હવે સિનેમા ઘરમાં ડિજિટલ ટિકિટ બુકિંગ પર ભાર મૂકવામાં આવશે અને તમને આ અંતર્ગત અંદર પ્રવેશ આપવામાં આવશે. બોક્સ ઓફિસ માટે ખાલી એક જ કાઉન્ટર ખોલવામાં આવશે. અને PPE કીટ પણ તમે કાઉન્ટર પરથી ખરીદી શકશો.
50 ટકા સીટો જ ભરવામાં આવશે
તમને અહીં 30-50-100 રૂપિયાની કિંમતમાં PPE કિટ મળશે. આ સિવાય સિનેમા હોલમાં દાખલ થતા જ તમારું તાપમાન ચેક કરવામાં આવશે. અને તમારા ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે. વળી સિનેમા હોલમાં અંદર ખાલી 50 ટકા સીટો જ ભરવામાં આવશે. અને એક સીટ છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ શો પછી આખા હોલને ડીપ સેનેટાઇજેશન કરવામાં આવશે. આ સિવાય ખાવા-પીવાની વસ્તુઓ સાથે ખાસ યુવી સ્ટેરેલાઇજેશન કેબિનેટ રાખવામાં આવશે. જેથી વસ્તુઓ સ્ટરીલાઇઝ થઇને ગ્રાહકો સુધી પહોંચે.
100થી વધુ લોકોની હાજરી માટે રાજ્ય સરકાર વિચારશે
આ સિવાય વાત કરીએ તો ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મહત્તમ 100 લોકોની હાજરી સાથેના સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટસ, એન્ટરટેઇનમેન્ટ, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોને અગાઉ જ મંજૂરી આપી દેવામાં આવી હતી. હવે રાજ્યો 100થી વધુ લોકોની હાજરી ધરાવતા આવા કાર્યક્રમોને મંજૂરી પોતાની રીતે આપી શકશે.
રૂા.250 કરોડનું નુકશાન
ગુજરાતમાં આજે 200થી વધુ મલ્ટીપ્લેકસ થિયેટર છે. આ સંજોગોમાં મલ્ટીપ્લેક્સ થિયેટર સાથે સંકળાયેલાં 10 હજારથી વધુ લોકોને નોકરીમાં છુટા કરી દેવાયાં હતાં જેના કારણે તેમણે રોજગારી ગુમાવી છે. ગુજરાત મલ્ટીપ્લેક્સ થિયેટરે એસોસિએશનના સભ્ય રાકેશ પટેલનું કહેવુ છે કે, કોરોનાને કારણે મલ્ટીપ્લેકસ થિયેટરોના સંચાલકોને અંદાજે રૂા.250 કરોડનું નુકશાન વેઠવુ પડ્યુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમે આ વાત જાણો છો, અનલોક-5 પછી આ લોકોને ફ્રીમાં મળશે મૂવી ટિકિટ, આખા દેશમાં નિયમ કરાયો લાગુ"
ટિપ્પણી પોસ્ટ કરો