ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ શરૂ કરવા મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ફરી મોટું નિવેદન, જાણો કઈ રીતે ખુલશે સ્કૂલ

હાલમાં જ્યારથી રાજ્યમાં કોરોના આવ્યો ત્યારથી જ શાળાઓ બંધ છે. ત્યારે આ પહેલાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે દિવાળી પછી પરિસ્થિતિ જોઈને આ અંગે વિચાર કરવામાં આવશે. હવે ફરીથી ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી એ બાબતે શિક્ષણમંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઈ હતી કે દેશનાં બીજાં રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ મોટા ભાગના કામ-ધંધા શરૂ થઈ ગયા છે અને કોરોના પરિસ્થિતિને અનુકૂળ બનતા ગયા છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે, પરંતુ પરિસ્થિતિને ધ્ચાનમાં રાખી સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ.

IMAGE SOURCE

કારણ કે ગુજરાતમાં કોરોનાને કારણે બંધ થઇ ગયેલી શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં હકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં હવે રાજ્યમાં ધીમે ધીમે રોજગાર-ધંધા થાળે પડી રહ્યા છે, બજારો પણ શરૂ થઈ રહ્યાં છે, એ સંજોગોમાં હવે શાળાઓ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલુ થઈ છે.

IMAGE SOURCE

કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી બાદ ધોરણ 9થી12 શરૂ કરવા, એ પણ ઓડ-ઇવેન જેવી પદ્ધતિ સાથે શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ગામડાંમાં પણ માધ્યમિક શાળા શરૂ કરવાની વાત ચાલી રહી છે. ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાના મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ તબક્કામાં ચર્ચાઓ શરૂ કરી દેવાઈ છે, જેના ભાગરૂપે તાજેતરમાં ગુજરાત સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો.

IMAGE SOUCRE

જે પ્રમાણે વેબિનારથી માહિતી બહાર આવી રહી છે એ પ્રમાણે વાત કરવામાં આવે તો આમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં એવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના સંકેતો આપ્યા છે. ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે દિવાળી પછી પણ સ્કૂલ ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. દિવાળીના વેકેશન બાદ ધો. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો અભિપ્રાય સૌથી વધુ હતો,

IMAGE SOURCE

જો કે આ અભિપ્રાયની વાતોને શિક્ષણમંત્રીએ પણ ગંભીરતાથી લઈને દિવાળી પછી ધો.9થી 12 સુધીના અભ્યાસ માટે સ્કૂલ શરૂ કરીએ, તેવો સંકેત આપી આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે પણ ચર્ચા કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે.

IMAGE SOUCRE

જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો એ સ્કૂલમાં ઓડ-ઇવેન પદ્ધતિથી વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અલગ અલગ ભાગ પાડી તેમને સ્કૂલમાં બોલાવી શકાય. જો સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી સ્કૂલની શરૂઆત કરવી જોઈએ.

IMAGE SOURCE

બીજી બાજુ વાત કરીએ તો બાળકોનાં વાલીઓને આશા હતી કે, સરકાર આ વખતે બાળકોને માસ પ્રમોશન આપશે. પણ શિક્ષણ વિભાગે વાલીઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. વાલી મંડળે ધોરણ 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા માટે પણ અપીલ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ શરૂ કરવા મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ફરી મોટું નિવેદન, જાણો કઈ રીતે ખુલશે સ્કૂલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel