પાચન સંબંધિત સમસ્યાઓથી લઇને આ અનેક બીમારીઓ છૂ થઇ જાય છે પપૈયું ખાવાથી, જાણો આ ફાયદાઓ વિશે તમે પણ
પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયામાંથી અનેક વિટામિન મળે છે. તેને નિયમિતરૂપે ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન્સની ઉણપ નહીં રહે. બીમાર વ્યક્તિને આપવામાં આવતા ફળોમાં પપૈયું પણ સામેલ હોય છે કારણ કે તેના એક નહીં અનેક ફાયદા છે. સરળતાથી એકરસ થઇ જવાના તેના ગુણને કારણે તે શરીરને બહુ જલ્દી ફાયદો પહોંચાડે છે. પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું એમ બંને રીતે ખાઇ શકાય છે. કાચું પપૈયું લીલા રંગનું દેખાય છે અને મોટેભાગે તેનું શાક બનાવવામાં
આવે છે. ફળના રૂપમાં પાકેલું પપૈયું ખાવામાં આવે છે. પપૈયું એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. આ ફળ ખનિજ, ફાઇબર અને એન્ટી-ઑક્સિડેન્ટ્સથી ભરપૂર છે. આ લૉ કેલરી ફ્રૂટ સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના લાભ પહોંચાડે છે. આ સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. આ ઉંમર વધવાની પ્રક્રિયા, વજન ઘટાડવું, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા, સ્વસ્થ ત્વચા મેળવવા તથા કબજિયાતથી છૂટકારો વગેરે જેવી સમસ્યા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ તેના વધુ સેવનથી કેટલાય સ્વાસ્થ્ય નુકશાન થઇ શકે છે. જાણો, પપૈયાનાં સાઇડ ઇફેક્ટ વિશે.
તેમાં શું-શું મળે છે?
ભરપુર માત્રામાં વિટામિન એ, બી અને સીની સાથે તેમાંથી થોડી માત્રામાં વિટામિન ડી પણ મળે છે. પપૈયું પેપ્સિન નામના પાચકતત્વનો એક પ્રાકૃતિક સ્રોત છે. તેમાં કેલ્શિય અને કેરોટીનની પણ સારી માત્રા રહેલી હોય છે. આ સિવાય ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડેન્ટ્સ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ તેમાં હોય છે. પપૈયું આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ હોય છે.
ગર્ભવતી થવા પર
ગર્ભવતી મહિલાઓને પપૈયું ખાવાથી બચવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પપૈયાના બીજ અને મૂળ ભ્રૂણને નુકશાન પહોંચાડી શકે છે. પપૈયામાં લેટેક્સનું હાઇ પ્રમાણ હોય છે જે ગર્ભાશય સંકોચાવાનું કારણ બની શકે છે. પપૈયામાં રહેલ પપેન શરીરના તે ભાગને નુકશાન પહોંચાડી શકે છે જે ભ્રૂણના વિકાસ માટે જરૂરી છે.
પાચન સંબંધિત સમસ્યાઓ
પપૈયામાં ભારે પ્રમાણમાં ફાઇબર મળી આવે છે. કબજિયાત થવા પર આ તમને ફાયદો અપાવી શકે છે. પરંતુ વધારે પ્રમાણમાં સેવન તમારા પેટને ખરાબ પણ કરી શકે છે. આ ઉપરાંત, પપૈયાની બહારની ત્વચામાં લેટેક્સ હોય છે, જે પેટને અપસેટ કરી શકે છે અને પેટ દુખાવાનું કારણ પણ બની શકે છે.
લો બ્લડ શુગરની સમસ્યા
પપૈયું બ્લડ શુગર લેવલને ઓછુ કરી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની શકે છે. એવામાં જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
એલર્જી થઇ શકે છે
પપૈયામાં રહેલ લેટક્સથી એલર્જી થવાની શક્યતા હોય છે. તેના વધુ સેવનથી સોજો, ચક્કર આવા, માથાનો દુખાવો, લાલાશ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
શ્વસન વિકાર શક્ય છે
પપૈયામાં રહેલ એન્જાઇમ પપેનને સંભવિત એલર્જી પણ કહેવામાં આવે છે. વધુ પ્રમાણમાં પપીતાનું સેવન અસ્થમા, કંજેશન અને જોરજોરથી શ્વાસ લેવા જેવી વિભિન્ન શ્વસન સંબંધિત વિકાર પેદા કરી શકે છે.
પથરીની સમસ્યા
પપૈયામાં વિટામિન સી ઘણા પ્રમાણમાં મળી આવે છે. વધારે પ્રમાણમાં વિટામિન સી લેવાથી કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે.
ગળુ ખરાબ થઇ શકે છે
તમને દિવસભરમાં 1થી વધારે પપૈયું ખાવાથી બચવું જોઇએ. કારણ કે વધારે પપૈયું ખાવાથી તમારું ગળુ પ્રભાવિત થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "પાચન સંબંધિત સમસ્યાઓથી લઇને આ અનેક બીમારીઓ છૂ થઇ જાય છે પપૈયું ખાવાથી, જાણો આ ફાયદાઓ વિશે તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો