મંદોદરીએ આ કારણથી રાવણના મોત પછી કર્યા હતા વિભીષણ સાથે લગ્ન, જાણો આ વિશેની હકીકત

લંકાપતિ રાવણનો વધ કર્યા બાદ પ્રભુ શ્રીરામ પોતાના પત્ની સીતાજીને લઈને અયોધ્યા પાછા આવી જાય છે. આ અધ્યાય બાદ રામાયણમાં લોકોનો રસ ઘટવા લાગે છે. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે રાવણના મૃત્યુ બાદ તેમની પત્ની મંદોદરીનું શું થયું. તો ચાલો દશેરાના અવસર પર તમને જણાવીએ કે મંદોદરી કોણ હતા અને રાવણના લગ્ન બાદ તેમનું શું થયું.

image source

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે, મધુરા નામની એક અપ્સરા ભગવાન શિવની શોધમાં એક વાર કૈલાશ પર્વત પર જઈ પહોંચી. માતા પાર્વતિની ગેરહાજરી જાણીને તે ભગવાન શિવને પ્રસન્ન કરવામાં લાગી ગઈ. પર્વતીજી જ્યારે ત્યા પોહંચ્યા ત્યારે મધુરાના શરીર પર શિવની ભસ્મ જોઈ માતા પાર્વતિ ક્રોધિત થઈ ઉઠ્યા. તે જ સમયે પાર્વતીજીએ મધુરાને 12 વર્ષ સુધી દેડકો બન્યા રહેવાનો શ્રાપ આપી દીધો.

image source

ત્યાર બાદ ભગવાન શિવે પાર્વતીજીને ક્રોધમાં આપવામાં આવેલા શ્રાપને પાછો લેવાનો આગ્રહ કર્યો. માતા પ્રવતીજી તે શ્રાપ પાછો ન લઈ શક્યા.પણ તેમણે કહ્યું કે 12 વર્ષ બાદ તે પોતાનું અસલી રૂપ ધારણ કરી લેશે, પણ ત્યાં સુધી તેણે તે શ્રાપ ભોગવવો જ પડશે.

image source

અસુરરાજ માયાસુર અને તેમની પત્ની હેમા જેમના બે પુત્ર માયાવી અને દુન્દુભી હતા, તેઓ દીકરીની કામના માટે તપસ્યા કરી રહ્યા હતા. કૈલાશ પર્વત પર બન્ને ઘણા વર્ષોથી દીકરીની પ્રાપ્તી માટે તપસ્યા કરી રહ્યા હતા. જ્યારે એક કુવામાંથી દેડકાંના રડવાનો અવાજ આવ્યો ત્યારે તેઓ ત્યાં ગયા અને તેમણે મધુરાની આખી વાર્તા સાંભળી. મધુરાની વાત સાંભળી બન્નેનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ તપસ્યા છોડીને તેને પોતાની પાસે લઈ આવ્યા.

image source

રાવણની નજર જ્યારે પહેલીવાર મંદોદરી પર પડી ત્યારે અસુરરાજને લગ્ન માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો. એક અહંકારી રાજા હોવાના કારણે અસુરરાજે તે પ્રસ્તાવ નકારી કાઢ્યો. તેના કારણે રાજ્યમાં યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ, મંદોદરી જાણતી હતી કે રાવણ તેના પિતાથી વધારે શક્તિશાળી શાસક છે. માટે તેણીએ રાવણ સાથે લગ્ન સ્વિકારી લીધા.

image source

સીતાજીનું અપહરણ કરવા પર મંદોદરીએ રાવણનો વિરોધ કર્યો હતો. તેણીએ વારંવાર રાવણને સમજાવાનો પ્રયાસ કર્યો હતો કે રામના પત્નીનું આવી રીતે અપહરણ કરવું તે લંકેશપતિને શોભતું નથી. જોકે રાવણ પોતાના અહંકાર અને બદલાની ભાવનામાં એટલો ડૂબી ગયો હતો કે તેણે મંદોદરીનું કંઈ જ ન સાંભળ્યું, અને છેવટે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું અને રાવણનો વધ થઈ ગયો.

image source

રાવણનો વધ થયા બાદ ભગવાન શ્રીરામે વિભીષણને લંકાના નવા રાજા બનવાની સલાહ આપી અને તેમને મંદોદરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો. જો કે મંદોદરીએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો અને પોતે રાજ્યથી અલગ થઈ ગઈ. થોડા સમય બાદ તે વિભીષણ સાથે લગ્ન કરવા સહમત થઈ ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "મંદોદરીએ આ કારણથી રાવણના મોત પછી કર્યા હતા વિભીષણ સાથે લગ્ન, જાણો આ વિશેની હકીકત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel