જો તમે કરશો આ નાનકડું કામ, તો કોરોના વાયરસ નહિં આવે તમારી નજીક અને રિપોર્ટ કઢાવશો તો પણ આવશે નેગેટિવ જ
જો કોરોના વયારસને અટકાવવા માગતા હોવ તો સ્વચ્છતાની સાથે સાથે ખુલી હવા પણ છે ખૂબ જરૂરી – સંશોધનમાં થયો મોટો ખુલાસો
કોરોના વાયરસના હવામાં ભળવા અને બંધ જગ્યાઓમાં તેના ફેલાવાને લઈને જ્યોર્જિયા વિશ્વવિદ્યાલયે એક સંશોધન કર્યું છે. આ સંશોધન પ્રમાણે બંધ જગ્યાઓ અને ખરાબ હવાના કારણે વાયરસનું સંક્રમણ ઝડપથી થાય છે. તેટલુ જ નહીં આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે બંધ જગ્યાઓ પર કોરોના વયારસ હવા દ્વારા પણ ફેલાય છે.
એટલે કે કોરોના વાયરસ ગમે ત્યાં ગમે તેને પિડિત કરી શકે છે. સંપૂર્ણ દુનિયામાં લાંબા સમયથી હવા દ્વારા વાયરસના ફેલાવાને લઈને શંકાઓ વ્યક્ત કરવામા આવી રહી છે, પણ મર્યાદિત અનુભવોના આધાર પર આ શોધમાં દાવો કરવામા આવ્યો છે કે મહામારી વિજ્ઞાન સાક્ષ્ય પ્રમાણે વાયરસ લાંબા અંતર સુધી ફેલાય છે, તે હવામાં પણ ફેલાઈ શકે છે.
આ અધ્યયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પ્રોફેસર યે શેન જણાવે છે કે એવું જોવા મળી રહ્યું છે કે કોરોના વાયરસના ફેલાવાનું સૌથી મોટું કારણ નજીકના સંબંધના કારણે ડ્રોપલેટ્સના માધ્યમથી વાયરસનો શરીરમાં પ્રવેશ થાય છે તે છે. જ્યારે બીજી બાજુ આખી દુનિયામાં એકધારા હાથ ધોવા અને સામાજિક અંતરની કોઈ જ અસર કોરોના વાયરસના પ્રસારને ફેલાવવામાં સફળ નથી રહી. આટલી બધી સાવચેતી રાખવા છતાં પણ કોરોનાના કેસ સમગ્ર દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે.
સંશોધનકર્તાએ એક પ્રયોગ કર્યો છે જેમાં લોકોને બે સમુહોમાં વહેંચવામા આવ્યા છે અને ખુલ્લામાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું. તેમાં બન્ને સમૂહોને અલગ અલગ બસમાં લઈને કાર્યક્રમ સ્થળ પર લઈ જવામા આવ્યા. બન્ને બસને સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી અને બસનું એસી એકધારું ચાલુ રાખવામા આવ્યું. તેનાથી એક બસમાં એક કોરના સંક્રમિત બેસાડવામાં આવ્યો. તેમાં જોવા મળ્યું કે કોરોના સંક્રમિતની સાથે બસમાં જનારા મોટા ભાગના લોકો સંક્રમિત થયા, જ્યારે કાર્યક્રમ સ્થળ પર બન્ને સમૂહોના લોકો એકબીજા સાથે ખૂબ હળ્યા મળ્યા અને ટોળાનો ભાગ બન્યા. તેમ છતાં જોવામાં આવ્યું કે આ સમારોહમાં ગયેલા લોકોમાં ઘણા ઓછા લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું.
તેનાથી સ્પષ્ટ થાય છે કે બસ કોરોના સંક્રમણના ફેલાવાનું મોટું કારણ બની હતી. તેમાં આગળ જોવામાં આવ્યું કે કેટલાક લોકો થોડા દિવસો બાદ કોરોનાથી સંક્રમિત થયા પણ તે તે સંક્રમિત વ્યક્તિ પાસે નહોતા બેઠા, પણ તે બસમાં સવાર હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના સંક્રમણ સ્મોગ અને ફોગથી મિસ્રિત વાતાવરણમાં પણ ફેલાય છે, અને જેમ જેમ ઠંડી વધશે તેનો ફેલાવો પણ ઝડપથી વધવાની સંભાવના સંશોધનકર્તાઓએ જણાવી છે. કોરોના વાયરસની ચેન અને તેના પ્રસારસને સમજવા જરૂરી છે જેથી કરીને પ્રભાવી રીતે તેના પર અંકુશ મેળવી શકાય, જેના દ્વારા આ વાયરસના સંક્રમણના ફેલાવાને અટકાવી શકાય.
આ અધ્યનમાં ફેસ માસ્કના પક્ષમાં નક્કર પુરાવા મળ્યા છે, પણ બંધ સ્થાન અને ખરાબ વાતાવરણની સાથે સાથે હવાના પ્રસારની ખરાબ રીત આ વાયરસને ઝડપથી ફેલાવા માટે માર્ગ ઉપલબ્ધ કરાવી શકે છે તે પણ સાબિત થયું છે. આ લેખને જેએએમએ ઇન્ટેરનલ મેડિસિન અને ઇન્ડિયા સાયન્સ વાયરમાં પબ્લિશ કરવામાં આવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જો તમે કરશો આ નાનકડું કામ, તો કોરોના વાયરસ નહિં આવે તમારી નજીક અને રિપોર્ટ કઢાવશો તો પણ આવશે નેગેટિવ જ"
ટિપ્પણી પોસ્ટ કરો