ગૃહિણીઓ ખુશ થાઓ માર્કેટમાં આવી ગયું છે નાનકડું વોશિંગ મશીન, ફીચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા, જાણો શું છે કિંમત
ગૃહિણીઓ ખુશ થાઓ માર્કેટમાં આવી ગયું છે નાનકડું વોશિંગ મશીન – ફીચર્સ જાણીને તમે અત્યારે જ ખરીદવા માટે તૈયાર થઈ જશો
હાલના વ્યસ્ત જીવનમાં, લોકો એક સાથે ઘણા બધા કામોમાં પરોવાયેલા હોય છે. અને જે કોઈ ઘરમાં થોડી ઘણી પણ પૈસાની વ્યવસ્થા હોય તે ઘરમાં લોકો તરત જ ઘરમાં એક સગવડ ઉભી થાય તે માટે ઘરના કામોનો બોજ ઘટે તે હેતુથી ઉપકરણો વસાવી લેતા હોય છે. આજે તમે મધ્યમ સામાન્ય વર્ગના લગભઘ બધા જ ઘરોમાં વોશિંગ મશીન જોતાં જ હશો. વોશિંગ મશીનના કારણે ગૃહિણીઓનો કે પછી નોકરી કરતી મહિલાઓનો ઘણો બધો સમય બચી જતો હોય છે અને તેઓ અન્ય કામ પર વધારે સારી રીતે ધ્યાન આપી શકે છે.
આજે ઘરની ગૃહિણીઓ કે પછી ઘરની સાથે સાથે નોકરી કરતી મહિલાઓ માટે પોતાના માટે સમય કાઢવો ઘણો મુશ્કેલ બની ગયો છે. આજે મહિલાઓ ઘરના કામની સાથે સાથે બાળકોના અભ્યાસમાં પણ તેટલો જ રસ લેતી થઈ છે. તો વળી ઘરના વડીલોના સ્વાસ્થ્ય તેમજ નિયમિત ખાનપાનની જવાબદારીઓ પણ તેના પર જ હોય છે અને આવી સ્થિતિમાં ઘરના કામને પહોંચી વળવા માટે લોકો ઘરના કામ માટે નોકરો પણ રાખતા હોય છે અને ઘરના કામને સરળ બનાવવા માટે લોકો ઘરમાં વોશિંગ મશિન, ડીશ વોશર, માઇક્રોવેવ જેવી વસ્તુઓ પણ વસાવતા હોય છે.
હાથથી કપડા ધોવા કોઈ સરળ કામ નથી. તેમાં ખૂબ સમય તેમજ મહેનત લાગતી હોય છે. માટે જ વોશિંગ મશીન છેલ્લા કેટલાક વર્ષોથી ઘરમાં એક જરૂરી ઉપકરણ બની ગયું છે. સમયની સાથેસાથે લોકો ઓટોમેટિક મશીનને ખૂબ પસંદ કરવા લાગ્યા છે. બસ એક જ વારમાં બધા જ કપડા અને ડિટર્જન્ટ નાખ્યું, બટન દબાવ્યું અને તમે તમારા બીજા કામમાં લાગી પડો. કપડાં તેની જાતે જ ધોવાઈ જશે. પણ આ બધામાં વીજળીનો ખર્ચો પણ વધી જતો હોય છે. માટે હવે જાપાનની એક કંપનીએ તેનું એક સમાધાન શોધી લીધું છે.
ડૂમી નામના આ મશીનને તમે તમારા પગથી ચલાવી શકો છો. વિડિયેમાં જોઈ શકો છો કે કેવી રીતે નાનકડા આકારના આ મશીનનો ઉપયોગ કપડાં ધોવા માટે કરવામાં આવે છે. આ કંપનીનો દાવો છે કે માત્ર પાંચથી દસ મિનિટ સુધી જ આ મશીનને પેડલ મારવાની જરૂર પડે છે.
મશીનની અઁદર એક બોલ બન્યો છે, જેમાં કપડાં ફરે છે. કંપનીનો દાવો છે કે તેમાં પાણી પણ ઓછું વપરાય છે અને તે નાનકડું અને હળવું હોવાના કારણે તેને તમે ગમે ત્યાં લઈ જઈ પણ શકો છો. આ નાનકાડ વોશિંગ મશીનની કીંમત 100 ડોલર એટલે કે 17000 રૂપિયા છે. હાલ તે માત્ર ઓનલાઈન જ અવલેબલ છે. માટે તમારે જો તેને ખરીદવું હોય તો તમારે ઓનલાઈન જ તેનો ઓર્ડર આપવો પડે છે.
0 Response to "ગૃહિણીઓ ખુશ થાઓ માર્કેટમાં આવી ગયું છે નાનકડું વોશિંગ મશીન, ફીચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા, જાણો શું છે કિંમત"
ટિપ્પણી પોસ્ટ કરો