ભારત માટે ગર્વની વાત: મહાનાયક અમિતાભ બચ્ચનના પિતાના નામે પોલેન્ડમાં રાખવામાં આવ્યું ચોકનું નામ, જાણો વધુમાં
બોલિવૂડના મહાનાયક શહેનશાહ અમિતાભ બચ્ચનના પિતા એક મશહુર કવિ તરીકે જાણીતા છે,ત્યારે હવે ફરી એક વખત અમિતાબ બચ્ચનના પિતાના નામથી પોલેન્ડના વ્રોકલા શહેરમાં પડતા એક ચોકનું નામ રાખવામાં આવનાર છે,તે વાતની જાણ અમિતાભ બચ્ચને પોતે સોશિયલ મીડિયા પર કરી છે. આ સાથે, તેમણે રામચરિત માનસની એક ચોપાઈ અને તેનો અર્થ પણ સમજાવ્યો છે. આ સાથે જ અભિષેક બચ્ચને પિતાના ટ્વીટને રીટ્વીટ પણ કર્યું છે. પોલેન્ડ સરકારે હાલમાં નિર્ણય કર્યો છે કે, તેઓ પોતાના શહેર વ્રોકલામાં એક ચોકનું નામ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનના નામ પર રાખશે.
આ વાતની જાણકારી ખુદ અમિતાભ બચ્ચને આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. જો કે, આ કંઈ પ્રથમ ઘટના નથી કે અમિતાભના પિતાને આ પ્રકારે સન્માન મળ્યુ હોય. આ અગાઉ પણ વર્ષ 2019માં યુરોપના સૌથી જૂના ચર્ચમાં હરિવંશ રાય બચ્ચન માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિતેલા વર્ષ દરમિયાન પોલેન્ડના એક ચર્ચમાં ડો.હરિવંશરાય બચ્ચન માટે પ્રાર્થના પણ રાખવામાં આવી હતી,અમિતાબ બચ્ચન પિતાને મળતા આ સમ્માનને જોઈને ભાવુક થયા હતા,તેમણે પોતાના સોશિયલ મીડિયા પર આ ફોટો પણ શેર કર્યો હતો. અમિતાબ બચ્ચને પોતાની પોસ્ટમાં કહ્યું છે કે, યુરોપના સૌથી પ્રાચીન ચર્ચોમાંથી એક પોલેન્ડમાં પિતાજી માટે પ્રાર્થના કરી, દિલને સ્પર્શ કરનાર ભાવૂક ક્ષણ, તેમની આત્માને ચોક્કસ શાંતિ અને પ્યાર મળશે, આ સમ્માન માટે આભાર બિશપ અને પોલેન્ડની જનતાનો.
બિગ બીએ કહ્યુ ગર્વની વાત છે આ
T 3580 — इस आदर सम्मान का मैं हक़दार नहीं ; विनम्र विनय पूर्ण , आभार !
ये वो देश है विदेश में , जो पूज्य बाबूजी को सम्मानित करने जा रहा है । एक पुत्र के लिए इससे बड़ी भाग्यशाली अवस्ता नहीं हो सकती 🙏 pic.twitter.com/FmyYAIkL0F— Amitabh Bachchan (@SrBachchan) December 15, 2019
અમિતાભ બચ્ચને રવિવારના રોજ ઈંસ્ટાગ્રામ પર જણાવ્યુ હતું કે, Square (ચોક) હરિવંશરાય બચ્ચન, વ્રોકલા. પોલેન્ડે નિર્ણય કર્યો છે કે, વ્રોકલામાં એક ચોકનું નામ તેમના પિતાના નામ પર રાખવામાં આવશે. દશેરા પર આનાથી વધારે સારી ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં. પરિવાર માટે, વ્રોકલામાં રહેતા ભારતીય સમુદાય અને ભારત માટે અત્યંત ગર્વની બાબત છે. અમિતાભ બચ્ચન દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અમિતાભની આ પોસ્ટ બાદથી લોકો સતત તેમને વધામણા આપી રહ્યાં છે અને સાથે જ આ સૌ માટે ગર્વની વાત છે.
આપને જણાવી દઇએ કે, અમિતાભનાં કદની સામે અજે પણ કોઇ ઇન્ડસ્ટ્રીનાં એક્ટર ટકી શક્યા નથી. તેમણે તેમનાં કરિઅરમાં દરેક ફિલ્મોમાં છે. એક્શન, રોમેન્ટિક અને સ્સપેન્સર થ્રિલર તમામ પ્રકારની ફિલ્મોમાં તે સુંદર અભિનય કરે છે. તેમણે અનેક ભાષાઓમાં હિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ ‘ડોન’, ‘અગ્નિપથ’ની રિમેક હિન્દીમાં બની ગઇ છે.
આપને જણાવી દઇએ કે, આ હિટ ફિલ્મની રિમેક બનાવી છે. હિટ ફિલ્મનું નામ ‘નમક હલાલ’ છે. 1982 માં રિલીઝ આ ફિલ્મની બોક્સ ઓફિસ પર નજર આવે છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે, ‘નમક હલાલ’નાં રાઇટ્સ ‘કબીર સિંહ’ જેવી હિટ ફિલ્મ બનાવવાં વાળા પ્રોડ્યુસર મુરાદ ખેતાનીએ ખરીદ્યાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ભારત માટે ગર્વની વાત: મહાનાયક અમિતાભ બચ્ચનના પિતાના નામે પોલેન્ડમાં રાખવામાં આવ્યું ચોકનું નામ, જાણો વધુમાં"
ટિપ્પણી પોસ્ટ કરો