નાથદ્વારા મંદિરમાં દર્શન માટે આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત, આટલો લાગશે ચાર્જ, જાણો નહિં તો પડશે ધરમ ધક્કો

કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ભારતના મોટા ભાગના મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે મંદીરોને કોવીડની ગાઈડ પ્રમાણે ખોલવામાં આવી રહ્યા છે. તો આ કડીમાં જગપ્રસિદ્ધ શ્રીનાથજીબાવા મંદિર, નાથદ્વારા ખાતે અંતે વૈષ્ણવ ભક્તો માટે 1 નવેમ્બરથી દર્શન ખુલી રહ્યા છે. મંદિર મંડળ, નાથદ્વારા તરફથી નાથદ્વારા બહાર વસતા દર્શનાર્થીઓ માટે ઠાકુરજીના દર્શનના ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ માટે દર્શનાર્થીઓએ નાથદ્વારા મંદિર મંડળની ઓફિશિયલ વેબસાઈટ www.nathdwaratemple.org પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવનારને નિશ્ચિત તારીખ અને સમયના દર્શન માટેનો સ્લોટ ફાળવાશે અને તે મુજબ હવે પછીની તારીખે દર્શન કરી શકાશે. જેમાં મુખ દર્શન કરવા માટે રૂ.50 અને સન્મુખ દર્શન માટે રૂ.350 રજિસ્ટ્રેશન ફી નિયત કરવામાં આવી છે.

એક જ વખત રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવાનો રહેશે

image soucre

તો આ અંગે મંદિર મંડળ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી વ્યવસ્થાના ભાગરૂપે દર્શનાર્થે આવતા દરેક વૈષ્ણવે ફક્ત એક જ વખત રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. એક વખત આ ચાર્જ ચૂકવ્યા બાદ વૈષ્ણવ ફરીથી દર્શન માટે પોતાના રજિસ્ટર્ડ આઈડી પરથી લોગિન કરીને ફરી સ્લોટ બુકિંગ કરાવશે તો અગાઉ જે વૈષ્ણવની રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવાઈ ગયો છે તેના માટે ફરી ચાર્જ ચૂકવવો નહીં પડે. પરંતુ નવા કોઈ વૈષ્ણવનું દર્શનાર્થે રજિસ્ટ્રેશન કરાવવું હશે તો જ અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે. આ અંગે શ્રીનાથજી મંદિર મંડળ, નાથદ્વારાના CEO જીતેન્દ્ર ઓઝાએ એક મીડિયા પોર્ટલને જણાવ્યું હતું કે,અત્યારે ટ્રાયલ બેઝ પર દર્શન શરૂ કરવામાં આવ્યા છે જે મંગળવારે પૂર્ણ થઈ ગયા છે. 28 ઓક્ટોબરથી વૈષ્ણવો માટે મંદિરમાં દર્શન માટે પ્રવેશ બંધ કરી દેવાશે. ત્યારબાદ દર્શન ફરી ખોલવાની તારીખ નક્કી કરવા અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે નવી વ્યવસ્થા ગોઠવવા અંગે ચર્ચા ચાલી રહી છે. દરરોજે કેટલી સંખ્યામાં પ્રવેશ આપવો અને દિવસ દરમિયાન કયા દર્શન ખુલ્લા રાખવા તે પણ નિર્ણય લેવાશે. આ બધું બે-ત્રણ દિવસમાં નક્કી થઈ જશે પણ હાલ રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયું છે. જેથી કરીને ભક્તોને તકલીફના પડે.

23 માર્ચથી શ્રીનાથજી મંદિર બંધ

image soucre

તો બીજી તરફ રાજસમંદના કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું હતું કે, બુધવારે રાજસમંદ કલેક્ટર કચેરી ખાતે શ્રીનાથજી મંદિર મંડળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ટ્રાયલ પર દર્શન દરમિયાનની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. એ બાબતે પણ વિચારણા થશે કે શ્રીનાથજી બહારના વૈષ્ણવ ભક્તો માટે દર્શનની વ્યવસ્થા ક્યારથી અને કઈ રીતે શરૂ કરવામાં આવશે. દર્શન કેવી રીતે ખોલવા તે અંગે પણ આ બેઠકમાં નિર્ણય લેવાશે. કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા 23 માર્ચના રોજ લોકડાઉન જાહેર કરાયું ત્યારથી શ્રીનાથજી મંદિરના દ્વાર પણ દર્શનાર્થીઓ માટે બંધ હતા. જો કે, ભીતરમાં ઠાકુરજીની સેવાનો નિત્યક્રમ ચાલુ રહ્યો હતો પરંતુ જાહેર જનતા માટે દર્શન બંધ હતા. હવે કોરોના સંક્રમણનો પ્રકોપ ધીરે-ધીરે ઘટી રહ્યો છે અને કેન્દ્ર સરકારે પણ અનલોકની પ્રક્રિયા ફુલફ્લેજ કરી છે ત્યારે જગપ્રસિદ્ધ શ્રીનાથજીબાવાના દર્શન માટેના દ્વાર ખૂલી રહ્યા છે.

બુકિંગ કરતી વેળાએ આ ડોક્યુમેન્ટ પાસે રાખવા

image source

મંદિર મંડળ, નાથદ્વારા તરફતી તમામ વૈષ્ણવો માટે દર્શનના બે વિકલ્પ નક્કી કરાયા છે. આ માટે વૈષ્ણવે સૌથી પહેલાં પોતપોતાના ઘરેથી મંદિરની વેબસાઈટ www.nathdwaratemple.org પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શ્રીજીબાવાના સન્મુખ દર્શન માટે રૂ. 350 અને સામાન્ય દર્શન માટે રૂ. 50ની રજિસ્ટ્રેશન ફી નક્કી કરાઈ છે. આ રકમ મંદિર મંડળના બેંક ખાતામાં સીધી ઈ-પેમેન્ટથી જમા થશે. બુકિંગ કરતી વેળાએ દરેક દર્શનાર્થીનો એક ફોટો તથા આધારકાર્ડ અથવા પાસપોર્ટની સોફ્ટકોપી અપલોડ કરવાની રહેશે. ત્યાર બાદ લોકોને દર્શનનો લાભ મળશે.

દર્શન માટે 27 ઓક્ટોબરની તારીખ અંતિમ હતી

image source

જો કે હાલમાં જ એક સપ્તાહ સુધી શ્રીનાથજીના સ્થાનિક રહેવાસીઓને શ્રીજીબાવાના દર્શનનો લાભ મળ્યો હતો. આ માટે પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ન્યૂ કોટેજ ખાતેથી પાસ મેળવીને સ્થાનિક નગરવાસીઓને ઠાકુરજીના દર્શનની સુવિધા કરાવવામાં આવી હતી. આ અંતર્ગત દર્શન માટે 27 ઓક્ટોબરની તારીખ અંતિમ હતી, એમ નાથદ્વારા મંદિરના વ્યવસ્થાપક સમિતિના પારસભાઈએ જણાવ્યું કે, હવે આજથી સ્થાનિક દર્શનાર્થીઓ માટે દર્શન માટે પાસની સુવિધા બંધ કરવામાં આવી છે, જેની તારીખ હવે પછી જાહેર કરાશે. અત્યારસુધીમાં 7600 સ્થાનિક રહેવાસીઓ પાસ દ્વારા આ સુવિધા મેળવી ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "નાથદ્વારા મંદિરમાં દર્શન માટે આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત, આટલો લાગશે ચાર્જ, જાણો નહિં તો પડશે ધરમ ધક્કો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel