આવું હોય છે ‘બિગબોસ’ ફેમ સિદ્ધાર્થ શુક્લાના આખા દિવસનો ડાયટ પ્લાન, જાણો વર્કઆઉટ રૂટિન તમે પણ
આવી રીતે રહે છે રીયાલીટી શો ‘બિગબોસ’ના ફેમ સિદ્ધાર્થ શુક્લાના આખા દિવસનો ડાયટ પ્લાન, જાણીએ સિદ્ધાર્થ શુક્લાના વર્ક આઉટ રૂટીન વિષે.
રીયાલીટી શો ‘બિગબોસ સીઝન- ૧૩’ના વિજેતા અને ‘બિગબોસ- ૧૪’માં ધૂમ મચાવનાર સિદ્ધાર્થ શુક્લા પોતાના બોડી અને લુક્સ માટે ખુબ જ લોકપ્રિય છે. અહિયાં અમે આપને તેમના વર્ક આઉટ રૂટીન અને ડાયટ પ્લાનની જાણકારી આપી રહ્યા છે.
રીયાલીટી શો ‘બિગબોસ-૧૩’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા પોતાના અભિનયની સાથે સાથે પોતાના લુક્સ અને બોડી માટે જાણવામાં આવે છે. હવે ‘બિગબોસ-૧૪માં પણ ભાગ લઈને સિદ્ધાર્થ શુક્લા ફેંસના દિલ જીતી રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાએ ટીવી અને ફિલ્મોમાં આવતા પહેલા મોડલ તરીકે કામ કર્યું છે અને તેઓ ઘણા શો પણ જીતી લીધા છે. તા. ૧૨ ડીસેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈમાં જન્મેલ સિદ્ધાર્થ શુક્લાએ પોતાના અભિનય કરિયરની શરુઆત વર્ષ ૨૦૦૮માં આવેલ ટીવી શો ‘બાબુલ કા આંગન છૂટે ના’થી કરી હતી અને તેમણે ‘બાલિકા વધુ’માં પણ અભિનય કરવા માટે ઘણી પ્રસંશા કરવામાં આવી છે.
સિદ્ધાર્થ શુક્લાએ કેટલાક રીયાલીટી શોઝ જેવા કે ‘સાવધાન ઈન્ડિયા’, ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ-૬’, ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ-૭’ માં પણ ભાગ લીધો છે અને ‘ફિયર ફેક્ટર- ખતરો કે ખિલાડી-૭’ના વિજેતા પણ બ્નીગ્યા છે. વર્ષ ૨૦૧૯માં સિદ્ધાર્થ શુક્લાને ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવનાર પર્સનાલીટી બન્યા હતા. બોલીવુડ ફિલ્મ ‘હંપટી શર્મા કઈ દુલ્હનિયા’માં તેઓ પોતાના લુક અને સ્ટાઈલ માટે ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. ૩૯ વર્ષની ઉમર ધરાવતા સિદ્ધાર્થ શુક્લા પોતાની ફિટનેસ અને લુક્સ માટે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ લોકપ્રિય છે જો આપ સિદ્ધાર્થ શુક્લાના ફેંસ છો અને આપે તેને ફોલો કરવા ઈચ્છો છો તો અને આપને તેમના ડાયટ પ્લાન અને વર્ક આઉટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
સિદ્ધાર્થ શુક્લાનો ડાયટ પ્લાન:
સિદ્ધાર્થ શુક્લા પોતાના શરીરને ફિટ રાખવા માટે રોજ જીમ કરે છે અને તેઓ જીમ જવાનું ક્યારેય પણ સ્કિપ કરતા નથી. સિદ્ધાર્થ શુક્લાએ કેટલાક ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યું છે કે, તેઓ જીમની સાથે સાથે પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. સિદ્ધાર્થ શુક્લા પોતાની ફિટનેસ માટે રોજ સવારે નાસ્તામાં ઈંડાનું સેવન કરે છે. સિદ્ધાર્થ શુક્લા રોજ જીમમાં બે બોડી પાર્ટના વર્ક આઉટ કરે છે.
જીમમાં એકસરસાઈઝમાં સિદ્ધાર્થ શુક્લા રોજ કાર્ડિયો પણ કરે છે. વર્ક આઉટમાં એક જ રૂટીનને ફોલો કરવાને બદલે સિદ્ધાર્થ હંમેશા નવા પ્રયોગ કરતા રહે છે.
સિદ્ધાર્થ શુક્લા પોતાની ડાયટમાં ચિકનને સામેલ કરે છે. બોડીમાં ફાઈબર માટે સિદ્ધાર્થ શુક્લા ઈંડાને નાસ્તામાં સામેલ કરે છે. એનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
સિદ્ધાર્થ શુક્લાને પોતાની માંના હાથનું બનાવેલ ભોજન ખુબ પસંદ છે. ડીનરની વાત કરીએ તો સિદ્ધાર્થ શુક્લા એમાં લીલા શાકભાજી, ચિકન અને રોટલીનું સેવન કરે છે તો તેઓ વધારાની ચરબીને બર્ન કરવા માટે લિફ્ટને બદલે સીડીઓનો ઉપયોગ કરે છે. સિદ્ધાર્થ શુક્લા મોડી રાત સુધી લ્જાગવું પસંદ કરતા નથી અને સવારે જ્લસી ઉઠી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આવું હોય છે ‘બિગબોસ’ ફેમ સિદ્ધાર્થ શુક્લાના આખા દિવસનો ડાયટ પ્લાન, જાણો વર્કઆઉટ રૂટિન તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો