નરેશ કનોડિયાના નિધનથી સંગીત જગત શોકમગ્ન, જુઓ કિર્તીદાન ગઢવીથી લઈને જિગ્નેશ કવિરાજે શું કહ્યું
સ્વ.નરેશ કનોડિયાનો પરિવાર તેમના નશ્વરદેહને યુએન મહેતા હોસ્પિટલથી સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. સ્મશાનગૃહમાં ચાહકો ચોધાર આંસુએ રડી રહ્યા હતાં. સાથે જ લોકોએ તેમના નશ્વરદેહ પર પુષ્પવર્ષા પણ કરી હતી. ત્યારે વાત કરીએ તો નરેશ કનોડિયા એક એવું નામ જેનાથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી. તેઓ તો આજે અનંતની વાટે નીકળી પડ્યા છે, પણ આજે પણ તેમના જાણ્યા અજાણ્યા કેટલીક રહસ્યમય વાતો છૂપાયેલી છે.
જ્યારે સમાચાર આવ્યા કે ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે ત્યારે આ દુખના સમાચાર સાંભળતાની સાથે જ તેમના પ્રશંસકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ગુજરાતી ફિલ્મોના સિંગર અને અભિનેતા પણ શોકમગ્ન છે. ગુજરાતી સિંગર જિગ્નેશ કવિરાજ, લોકગાયક રાજદીપ બારોટ, લોડલાડીલા લોક ગાયક કિર્તિદાન ગઢવી તથા રાજલ બારોટ પણ આ અભિનેતાને લઇ શ્રદ્ધાંજલી આપી હતી અને દુખ વ્યક્ત કર્યું હતું.
શું કહ્યું કિર્તીદાન ગઢવીએ
ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર ગુજરાતના લોડલાડીલા લોક ગાયક કિર્તિદાન ગઢવીએ ભારે હૈયે દુ:ખ વ્યક્ત કર્યું છે. કિર્તીદાન ગઢવીએ દુખદ લાગણી વ્યક્ત કરી છે. ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ આ અંગે દુખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું તેમની ફિલ્મો ઘણો જ જોતો, નરેશ કનોડિયા પોતાની કલાથી ગુજરાતી સિનેમાને ઊંચાઇ પર લઇ ગયા હતા. તેમના જવાથી ગુજરાતી ચિત્રપટ અને સંગીતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી ફિલ્મ જગતમાં બંન્ને ભાઇઓએ જે યોગદાન આપ્યું છે તે અન્ય કોઇ નહીં આપી શકે.
રાજલ બારોટ થઈ દુખી
ઉલ્લેખનીય છે કે, રાજલ બારોટ તેમના પિતાની સાથે જ્યારે નાના હતા ત્યારે નરેશ કનોડિયા સાથે કામ કર્યુ હતુ. રાજલ બારોટે કહ્યું કે, તેમની યાદો તાજી થઇ રહી છે. તેમની પાસેથી ઘણુ શીખવા મળ્યુ તેમના ગીતો પણ ગાવાનો મોકો મળ્યો જેનો હું આભાર માનીને આજનો દિવસ એક શોકનો દિવસ બની ગયો છે. સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત અને તેમના ચાહકો માટે પણ આ એક શોકનો દિવસ છે. એક સરળ અને પ્રેમાળ સ્વભાવનુ વ્યક્તિત્વએ દુનિયામાંથી વિદાય લીધી છે જેને લઈને કનોડિયા પરિવાર જ નહી સમગ્ર ગુજરાતમાં શોક જોવા મળી રહ્યું છે..
જિગ્નેશ કવિરાજે પણ વ્યક્ત કર્યો શોક
ગુજરાતી ફિલ્મનાં અભિનેતા અને સિંગર જિગ્નેશ કવિરાજે નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ચલચિત્રમાં મોટી ખોટ થઇ હોવાનું જણાવ્યું હતું અને નરેશ કનોડિયાને પોતાના પિતા સમાન ગણાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હિતેન કુમાર આઘાતમાં
ગુજરાતી ફિલ્મનાં અભિનેતા હિતેન કુમારે જણાવ્યું કે, આ ક્ષણ ઘણી આઘાતની છે સાથે આશ્ચર્યની પણ છે કે, આખી જિંદગી જેણે રામ લક્ષ્મણની જોડી તરીકે કામ કર્ચું, સંઘર્ષના દિવસોથી આ બંન્ને ભાઇઓ સાથેને સાથે રહ્યાં. મહેશભાઇના નિધન બાદ નરેશભાઇનાં નિધનનાં સમાચાર મળે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે, કમાલનો પ્રેમ છે.
પીએમ મોદી પણ વ્યથિત
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો હતો. લખ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ !!
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "નરેશ કનોડિયાના નિધનથી સંગીત જગત શોકમગ્ન, જુઓ કિર્તીદાન ગઢવીથી લઈને જિગ્નેશ કવિરાજે શું કહ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો