આ 5 સંકેત જોવા મળે તો તરત જ બતાવી દેજો ડોક્ટરને, નહિં તો આંખોને લઇને થશે મોટી તકલીફ, જાણો અને ચેતો
મિત્રો, ઘણીવાર એવુ બનતુ હોય છે કે, જ્યારે આપણે બુક વાંચતા હોય અથવા તો કંઈ જોતા હોય અથવા લેપટોપ પર કામ કરતા હોય ત્યારે આપણને ઘણીવાર અહેસાસ થતો હોય છે કે, આપણે સારી રીતે જોઈ શકતા નથી. આ સમયે ચશ્મા અથવા લેંસની સહાયતાથી તમે ચીજવસ્તુઓને ખુબ જ વધારે સારી રીતે જોઈ શકો છો.
પરંતુ, ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો કે, આપણી આંખોને ચશ્માની જરૂર કયારે પડે છે. જો આંખોમાથી પાણી નીકળતુ હોય ત્યારે વારંવાર માથુ દુ:ખતુ હોય તો નબળી દ્રષ્ટિ હોવાનો સંકેત હોય છે. તો ચાલો જાણીએ કે આ ક્યાં સંકેતો છે કે, જે દ્રષ્ટિ નબળી પડી ગઈ છે તે જણાવશે.

જો તમારા ટેલીવિઝન પર શું લખ્યુ છે? તે વાંચવામા અથવા તો ન્યૂઝપેપરમા લખેલુ વાંચવામાં તમારે આંખો પર જોર આપવુ પડે તો આંખોને ઝીણી કરીને જોવુ પડે કે ત્રાંસી કરીને જોવુ પડે તો તમારી દ્રષ્ટિ નબળી પડી ગઈ હોવાનો સંકેત દર્શાવે છે. આ માટે તમારે ચશ્માની જરૂરીયાત પડે છે. આ સમયે ડૉકટર પાસે જાવ અને આંખની તપાસ કરાવવી જોઈએ.
જો તમે વધારે સમય કોમ્પ્યુટરની સ્ક્રીનનો ઉપયોગ ના કરતા હોવ તો પણ સરદર્દની સમસ્યા રહે છે અને દવા લેવાની જરૂરીયાત પડે તો તે એ વાતનો સંકેત આપે છે કે, તમારી આંખો નબળી પડી ગઈ છે. વધારે પડતા કેસોમા કોઈપણ વસ્તુને જોવા માટે આંખો પર ભાર આપો તો તમને સરદર્દની સમસ્યા થઇ જાય છે માટે જ્યારે પણ આ સમસ્યા થાય ત્યારે ડોક્ટરની મુલાકાત અવશ્યપણે લેવી.
શું તમને ક્યારેય જોવામા ઝાંખપ જેવુ લાગે છે? તમને કોઈપણ વસ્તુ જોવામા મુશ્કેલી આવી રહી છે? તમારી દ્રષ્ટિ ધૂંધળી બની ચુકી છે? તમને અસ્પષ્ટ દેખાઈ રહ્યુ હોય? તો તે પણ એક સંકેત છે કે, તમને જોવામા ખુબ જ મુશ્કેલી પડી રહી છે. તુરંત જ દાકતરની મુલાકાત લો અને આ સમસ્યામાંથી મુક્તિ મેળવો.

જો તમને ટીવી, સ્માર્ટફોન, કમ્પ્યુટર અથવા લેપટોપ સ્ક્રીનની ખૂબ નજીક જવાની જરૂર હોય તો આ એક નિશ્ચિત સંકેત છે કે, તમારી દૃષ્ટિ ખુબ જ નબળી પડી ચુકી છે. તમારે તમારી આંખનું ચેકઅપ કરાવવુ અત્યંત આવશ્યક છે. તમારી પાસે મ્યોપિયા અથવા તો દૂરની દ્રષ્ટિની ખામી હોય શકે છે, તે ચશ્મા પહેરીને જ ઠીક થઈ શકે છે.

ઘણીવાર જો તમારી આંખોમાં કઇક આવી જાય છે અને જો તમે ગંદા હાથથી આંખોને સ્પર્શ કરો છો અથવા તો તમે વારંવાર આંખોને ઘસતા રહો છો અને આંખો કોઈ કારણોસર પાણી ભરી રહી છે તો તે પણ એક નિશાની હોય શકે છે કે, તમને ચશ્માની જરૂર છે. આ સમયે તમારી નજરનુ પરીક્ષણ અવશ્યપણે કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ 5 સંકેત જોવા મળે તો તરત જ બતાવી દેજો ડોક્ટરને, નહિં તો આંખોને લઇને થશે મોટી તકલીફ, જાણો અને ચેતો"
ટિપ્પણી પોસ્ટ કરો