Makeup tips: આ રીતે કરો મેકઅપ, દિવાળી પર મળશે અલગ લૂક
તહેવારની સીઝનમાં દરેકને સુંદર દેખાવવું હોય છે. શું તમે પણ દિવાળી પર ખાસ દેખાવા ઈચ્છો છો? આ માટે ખાસ મહિલાઓ સ્પેશ્યિલ સાડી, જ્વેલરી ખરીદવાની સાથે જ પાર્લરમાં પણ પોતાની સુંદરતા નિખારવા માટે ખૂબ જ રુપિયા ખર્ચ કરે છે. જોકે, પાર્લર જઈને મેકઅપ કરવાનો સમય ઓછી મહિલાઓ પાસે હોય છે. તો શા માટે ઘર પર જ ફેસ્ટિવ મેકઅપ ટ્રાય ન કરવામાં આવે? આ મેકઅપ તમને એવો લુક આપશે કે તમે તદ્દન અલગ જ લાગશો.

મેકઅપ હોવા છતાં સ્કિન ગ્લોઈંગ બતાવવી હોય પ્રાઈમર લગાવો. જેથી ફાઉન્ડેશન લગાવ્યા પછી સ્કિન પર ગ્લો રહેશે. આ સાથે જ સ્કિન ડેમેજ પણ નહીં થાય. આટલું જ નહીં પ્રાઈમર રિંકલ્સ, ફાઈન લાઈન્સ જેવી સ્કિન સમસ્યા છુપાવવામાં મદદ કરે છે.
ઈલ્યૂમિનેટર ફાઉન્ડેશન

માર્કેટમાં અનેક રીતના ફાઉન્ડેશન ઉપલબ્ધ છે. જે સ્કિનને અલગ-અલગ ફિનિશ આપે છે. ફેસ્ટિવ લુક માટે ઈલ્યૂમિનેટર ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. હકીકતમાં આ રીતના ફાઉન્ડેશન અને શિમર એડ થાય છે.
ન્યૂડ શેડ

બોલ્ડ પાઉટ આજકાલ આમ તો લિપસ્ટિકના ન્યૂડ શેડ ઈન છે. જોકે, ફેસ્ટિવલ પર તો બોલ્ડ કલર્સ જ પર્ફેક્ટ લાગે છે. રેડ, પ્લમ, હોટ પિંક, મરુન જેવા કલર્સ તમારા પાઉટને બેસ્ટ લુક આપવાની સાથે જ ઓવરઓલ મેકઅપને પર્ફેક્ટ બનાવશે.
બોલ્ડ આઈ મેકઅપ

દિવાળી માટે મેકઅપ કરતા બોલ્ડ મેકઅપ કરવામાં જરાપણ અચકાશો નહીં, કારણકે ફેસ્ટિવલ્સ પર આવા મેકઅપ જ સારા લાગે છે. કાજલ, આઈ લાઈનર અને આઈશેડોને યૂઝ કરો અને પોતાની આંખોને સુંદર બનાવો. બ્લશર પાઉડર બ્લશરની જગ્યાએ ક્રીમ બેઝ્ડ બ્લશરનો ઉપયોગ કરો. આ રીતનું બ્લશર તમારા ઈલ્યૂમિનેટર ફાઉન્ડેશન સાથે પર્ફેક્ટ મેચ કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "Makeup tips: આ રીતે કરો મેકઅપ, દિવાળી પર મળશે અલગ લૂક"
ટિપ્પણી પોસ્ટ કરો