દિવાળી પર નકલી સોનું તો નથી ખરીદી રહ્યાને, ફ્રોડથી બચવાની 10 TIPS
દિવાળીની સીઝન નજીકમાં છે આ સમયે સોના ચાંદીના ભાવ ઘટવાના કારણે લોકો તેની ખરીદી કરી લેતા હોય છે. આ સિવાય ખાસ કરીને ધનતેરસના દિવસે પણ દરેક વ્યક્તિ સોનું ખરીદે છે. જે સોનાને તમે સાચું માનીને ખરીદી રહ્યા છો તેમાં મિલાવટ હોય તો તમે છેતરાઇ જાવ છો. સોનું ખરીદતા પહેલાં કેટલીક વાતોને ધ્યાનમાં રાખી લેવી આવશ્યક છે. સૌથી મુખ્ય વાત તો એ છે કે હંમેશા હોલમાર્ક વાળું સોનું જ ખરીદો. શુદ્ધ સોનાના નામે તેમાં સિલ્વર, કોપર અને ઝિંકની મિલાવટ થઇ રહી છે.
સેકંડ્સમાં જાણી લેશો કે સોનું અસલી છે કે નકલી

સોનું જ્વેલરીની સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. તકલીફ ત્યારે આવે છે જ્યારે ખ્યાલ આવે કે સોનું મિલાવટી છે અથવા તો નકલી છે. અસલી સોનાની ઓળખ સામાન્ય માણસ જલ્દી કરી શકતા નથી. તેને ઓળખવાની કેટલીક ટ્રિક્સ હોય છે. જો તમે ઇચ્છો તો ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેમાં વધારે સમય લાગતો નથી અને સેકંડ્સમાં જ ખ્યાલ આવે છે કે કયું સોનું સાચું છે અને શેમાં મિલાવટ છે.
જાણો સોનાની ઓળખ કરવાની કેટલીક સરળ ટિપ્સ…

22 કેરેટ ગોલ્ડને તમે બાઇટ કરો છો તો તેની પર દાંતના આછા નિશાન બને છે કેમ કે તે સોફ્ટ હોય છે. આ ટેસ્ટ 18 કેરેટ ગોલ્ડ પર ન કરવો. તે હાર્ડ હોય છે.

એક કપ પાણીમાં ગોલ્ડ નાંખીને રાખો. નકલી ગોલ્ડ પાણીમાં થોડું તરે છે અને અસલી ગોલ્ડ પાણીમાં બેસી જાય છે. તેમાં કાટ લાગતો નથી.
ગોલ્ડ પર નાનો સ્ક્રેચ કરીને નાઇટ્રિક એસિડના ટીપાં નાંખો. જો સ્પોટ ગ્રીન થાય તો આ અસલી નથી.

અનગ્લેઝ્ડ સિરેમીક પ્લેટ પર જ્વેલરી રાખીને થોડું પ્રેશર કરીને ડ્રેગ કરો. જો પ્લેટ પર કાળી ધારી બને છે તો આ અસલી નથી. તે ગોલ્ડ ધારી બની રહે છે તો તે અસલી છે.
જ્વેલરી ખરીદતી સમયે ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્ક જુઓ. તેનાથી કેરેટ કે સોનાની શુદ્ધતાનો ખ્યાલ આવે છે.
મેગ્નેટ સોનાની પાસે લઇ જાવ. આ સમયે જો તે એટ્રેક્ટ થાય છે તો સમજો કે સોનામાં મિલાવટ છે.

જો ગોલ્ડ પહેર્યા બાદ સ્કીન પર કોઇ બદલાવ દેખાય તો સોનું સાચું નથી.
આ સિવાય નકલી સોના પર બ્લેક કે ગ્રીન કલરના સ્પોટ દેખાવવા લાગે છે.
ફોરહેડ પર થોડું ફાઉન્ડેશન કે પાવડર લગાવો અને સાથે ત્યાં ગોલ્ડ જ્વેલરી રબ કરો. જો ત્યાં કાળી લાઇન બને છે તો ગોલ્ડ નકલી છે.
22 કેરેટનું સોનું બ્રાઇટ યલો હોય છે. 18 કેરેટનું સ્ટ્રોન્ગ યલો અને 18 કે તેનાથી ઓછું સોનું લાઇટ યલો હોય છે.</p.

હથેળી પર જ્વેલરી રબ કરો. પરસેવાના સંપર્કમાં આવીને સાચું સોનું ક્યારેય સ્મેલ કરતું નથી. પણ નકલી સોનામાંથી ક્વોઇન્સ જેવી સ્મેલ આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળી પર નકલી સોનું તો નથી ખરીદી રહ્યાને, ફ્રોડથી બચવાની 10 TIPS"
ટિપ્પણી પોસ્ટ કરો