જાણો અટલ ટનલ વિશે A TO Z માહિતી, જેમાં ખાસ જાણો કયા વાહનોને નહીં મળે પ્રવેશ અને કયો સમય રહેશે બંધ
આ વાહનો અટલ ટનલમાં નહીં પ્રવેશી શકે – રોજ 2 કલાક બંધ રાખવામાં આવશે આ ટનલ
તમે તાજેતરમાં સમાચારમાં સાંભળ્યું કે વાંચ્યું હશે કે આપણા ભારતના મનાલીથી લેહ વચ્ચે વિશ્વની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા તાજેતરમાં કરવામા આવ્યું હતું ત્યાર બાદ તેને જાહેર વપરાશ માટે મુકવામા આવી છે. વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કર્યા બાદ અટલ ટનલમાં હવે સામાન્ય પ્રજા પોતાના વાહનો સાથે અવરજવર કરી શકશે.
ગત શનિવારની સાંજે 15 જેટલા વાહનો સાથે પ્રવાસીઓએ આ અદભુત અટલ ટનલને અંદરથી નીહાળી હતી. તો વળી લાહુલથી આવતા તેમજ લાહુલ તરફ જતાં આશરે 200 જેટલા વાહનો આ ટનલમાંથી પસાર થયા હતા.
ગત રવિવારના રોજ ટનલને નિહાળવા આવતા લોકોની સંખ્યા વધારે જોવા મળી હતી. મળેલી માહિતી પ્રમાણે અટલ ટનલની સામેના છેડે એટેલ કે નોર્થ પોર્ટલ પરથી લોકોના આવવાની સંખ્યા વધારે હતી. તો વળી કેટલાક લોકો રોહતાંગ થઈને મનાલી આવી રહ્યા હતા. આ બધા જ વાહનો માટે અટલ ટનલને સંપૂર્ણ રીતે ખોલી દેવામા આવી હતી. જો કે હાલ આ ટનલને પેટ્રોલ તેમજ ડીઝલથી ભરેલા ટેન્કર તેમજ વેહિકલ માટે બંધ રાખવામાં આવી છે તેવા વાહનોને હાલ આ ટનલમાંથી પસાર થવાની મંજૂરી મળી નથી.
જો કે ઇમર્જન્સીની સ્થિતિમાં આવા પેટ્રોલ કે ડીઝલ ભરેલા ટેન્કર BRO ની પરમિશન લઈને ટનલમાંથી પસાર થઈ શકશે. આ સિવાય ટનલનું યોગ્ય રીતે મેઇન્ટેનન્સ થાય તેમજ તેનું વ્યવસ્થાપન યોગ્ય રીતે ચાલે તે માટે દિવસમાં બે વાર ટનલમાંથી આવવા જવાનો વ્યવહાર બંધ કરવમા આવશે. સવારે 9થી 10 અને સાંજના 4થી 5 આમ દિવસમાં બે સમયે એક-એક કલાક ટનલને બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત ટનલમાં પ્રવેશતાં તેમજ ટનલમાંથી બહાર નીકળતા વાહનો પર પોલીસની ચાંપતી નજર રહેશે, અને ટનલના બન્ને છેડે ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે.
આ ટનલમાં જે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો તેના પર કડક કામગીરી કરવમાં આવશે. ટનલમાંથી પસાર થતી વખતે જો તમે કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો તમારા બીજા છેડે સ્થાપવામાં આવેલી ચેક પોસ્ટમાંના અધિકારી તમારા પર સખત પગલા લઈ શકે છે. ટનલ માટે કેટલાક ખાસ નિયમો છે. જેમ કે તમે ટનલની અંદર તમારું વાહન પાર્ક નહીં કરી શકો. આ ઉપરાંત ઉપર જણાવ્યું તેમ હાલ પુરતું કોઈ પણ પ્રકારના પેટ્રોલ-ડીઝલના ટેંકરવાળા વાહનને ટનલમાંથી પસાર થવા દેવામાં નહીં આવે.
કટોકટીના સંજોગોમાં આવા વાહનોએ BRO પાસેથી ખાસ મંજુરી લેવાની રહેશે. આ ટનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સૈન્યને લાભ કરાવવાનો છે. કારણ કે ટનલ બનાવવાથી કટોકટીના સમયે ભારતીય સૈન્યના વાહનો આ ટનલના કારણે ઝડપથી સરહદો પર પહોંચી શકશે. માટે જ ભારતના આ નવા અચીવમેન્ટથી ચીન નાખૂશ છે. કારણ કે આ ટનલ આપણા સૈન્યને ઓર વધારે મજબૂત બનાવનારી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો અટલ ટનલ વિશે A TO Z માહિતી, જેમાં ખાસ જાણો કયા વાહનોને નહીં મળે પ્રવેશ અને કયો સમય રહેશે બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો