હવે WhatsApp પર મેસેજ કરીને પણ મેળવી શકાશે વેકસીનેશન સેન્ટરની માહિતી, વેક્સિન લેવી બન્યું સરળ
COVID 19 Vaccine Centre WhatsApp : તમાટે તમારા ઘરની નજીક આવેલા વેકસીનેશન સેન્ટર વિશે માહિતી જોઈતી હોય તો એ કામ હવે સરળ બની ગયુ છે કે કારણ કે હવે તમે ફક્ત whatsapp પર મેસેજ કરીને પણ આ માહિતી ઘર બેઠા જ મેળવી શકો છો.

Corona Vaccine Centre WhatsApp : ભારતમાં કોરોના સંક્રમણના કેસો ફરી એક વખત ધીમે ધીમે પણ વધી રહ્યા છે. દેશમાં કોરોના મહામારીની બીજી લહેરના કારણે ભારે જાનહાની થઈ હતી. અને ત્યારબાદ કોરોના સામે લડવા માટે સરકારે લોકોને કોરોના વેકસીન લેવા માટે અપીલ કરી. જો તમે હજુ સુધી કોરોના વેકસીન ન લીધી હોય અને હવે કોરોના વેકસીન લેવા ઇચ્છતા હોય પરંતુ તમને એ વાતની ખબર નથી કે તમારી ઘરથી નજીક કોઈ વેકસીનેશન સેન્ટર છે કે કેમ ? અને જો વેકસીનેશન સેન્ટર છે તો એ ક્યાં છે ? તો તમારે આ સમસ્યાને કારણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ફેસબુકની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ whatsapp દ્વારા તમે થોડા સમયમાં જ ઉપર જણાવેલી માહિતી મેળવી શકશો.
Find your nearest vaccination center right here, through the MyGov Corona Helpdesk Chatbot! Simply type ‘Namaste’ at 9013151515 on WhatsApp or visit https://t.co/D5cznbq8B5. Prepare, don’t panic! #LargestVaccineDrive #IndiaFightsCorona pic.twitter.com/qbfFlr5G0T
— MyGovIndia (@mygovindia) May 1, 2021
અહીં એ પણ નોંધનીય છે કે MyGovIndia ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ માહિતી અનુસાર હવે નાગરિકો whatsapp પર My Gov Corona Helpdesk દ્વારા તેના ઘરની નજીકના વેકસીનેશન સેન્ટર વિશે જાણી શકશે. Helpdesk હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષા સપોર્ટ કરે છે.
જો કે આ કોરોના Helpdesk ની ડિફોલ્ટ ભાષા અંગ્રેજી રાખવામાં આવી છે પરંતુ યુઝર તેને બદલીને હિન્દી પણ કરી શકે છે. હવે તમને કદાચ એ પ્રશ્ન થતો હશે કે આખરે કોરોના Helpdesk નો નંબર કયો છે ? જેના પર whatsapp મેસેજ કરીને ઉપરોક્ત માહિતી મેળવી શકાય. તો તમને વ્યવસ્થિત એ નંબર અને એ નંબર પર ઉપરોક્ત માહિતી મેળવવા માટે કઈ રીતનો મેસેજ કરવો અને તેના માટેની શું પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ જણાવીએ.
આ સ્ટેપ્સને કરો ફોલો
- 1. સૌથી પહેલા તમારે તમારા ફોનમાં કોરોના Helpdesk નો સત્તાવાર નંબર 9013151515 સેવ કરવાનો રહેશે.
- 2. નંબરને સેવ કરી લીધા બાદ whatsapp ઓપન કરો
image soucre - 3. Whatsapp ઓપન કર્યા બાદ સેવ કરેલા નંબરને સર્ચ કરી ચેટ બોક્સ ઓપન કરો
- 4. આ નંબર પર મેસેજ કરો, મેસેજ કર્યા બાદ તમને એ નંબર પરથી 9 વિકલ્પ સાથે રીપ્લાય આવશે
- 5. હવે કોરોના વેકસીનેશન બાબતે જાણવા માટે તમારે 1 લખીને એ જ નંબર પર મેસેજ કરવાનો રહેશે.
- 6. ત્યારબાદ તમને 2 વિકલ્પની રીપ્લાય આવશે જેમાં કોરોના વેકસીનેશન સેન્ટરની માહિતી મેળવવા માટે ફરીથી 1 લખીને મેસેજ કરો.
- 7. ત્યારબાદ તમને તમારા કોડ નંબર નાખવા માટે કહેવામાં આવશે.
- 8. જ્યારે તમે તમારા વિસ્તારનો પિન કોડ એ નંબર પર મેસેજ કરશો તો તરત તમને તમારી નજીકના કોરોના વેકસીનેશન સેન્ટરની માહિતી રીપ્લાય કરવામાં આવશે.
0 Response to "હવે WhatsApp પર મેસેજ કરીને પણ મેળવી શકાશે વેકસીનેશન સેન્ટરની માહિતી, વેક્સિન લેવી બન્યું સરળ"
ટિપ્પણી પોસ્ટ કરો