10 દિવસમાં જ બીજી વખત સુરતમાં ગોજારી ઘટના, બારડોલી-પલસાણા હાઇવે પર બસ પલટી, 30થી વધુને ઇજા
હાલમાં 10 દિવસ પહેલાં જ સુરતમાં બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે પણ 20 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે હવે ફરીથી સુરતના જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના બારડોલી -પલસાણા વચ્ચે આજે વહેલી સવારે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમવાતા બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ પલટી જતાં અંદાજે 30 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે બસનો ડ્રાઇવર આ અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ખાનગી બસ ભૂંસાવલથી અમદાવાદ જઇ રહી હતી.

વિગતે વાત કરવામાં આવે તો જ્યારે બસ સુરતથી અમદાવાદ જતી હતી ત્યારે સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર બ્રીજ નજીક પલટી જતાં બસમાં સવાર 30થી વધારે મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે.

બારડોલી-પલસાણા હાઇ-વે પર બ્રિજ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જો કે, આ અકસ્માત બાદ ડ્રાઇવર બસ મુકી ફરાર થઇ ગઇ હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ઉલ્લેખનીય છેલ કે, અકસ્માત બાદ એમ્યુલન્સ પહોંચતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો 10 દિવસ પહેલાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના બારડોલી દસ્તાન ફાટક પાસે વહેલી સવારે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિગતે વાત કરીએ તો સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હજુ કોઇપણ મોતના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે 20થી ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી ગઈ હતી. બંને બસમાં બેઠેલા મુસાફરોની ચિચયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા તેમજ હોસ્પિટલ ખસેડાયા છે.

બારડોલી થી આવતી મુસાફરો ભરેલી લકઝરી પુર ઝડપે ફાટક પાસે ઉભેલી બસ માં ઘુસી ગઈ હતી. મહારાષ્ટ્રથી નીકળેલી આરઆર ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો હતો. જેમાં સુરતના રહેવાસી દિલાવર ખાન મહારાષ્ટ્રથી દીકરીને લઈ સુરત આવતા હતા. દરમિયાન બસનો અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "10 દિવસમાં જ બીજી વખત સુરતમાં ગોજારી ઘટના, બારડોલી-પલસાણા હાઇવે પર બસ પલટી, 30થી વધુને ઇજા"
ટિપ્પણી પોસ્ટ કરો