દિવાળીની પૂજા પહેલાં લઈ આવો આ 8માંથી 1 ચીજ, લક્ષ્મીજીની થશે અપાર કૃપા
દિવાળી હિંદુ ધર્મનો મોટો તહેવાર ગણવામાં આવે છે. આ વર્ષે નવેમ્બરમાં દિવાળીનો તહેવાર ઉજવાશે. આ સમયે ઘરમાં માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીની પૂજાની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે.
જો તમે દિવાળી પહેલાં ઘરમાં આ 8માંથી કોઈપણ 1 ચીજ લાવો છો તો તમારા ઘરમાં સમૃદ્ધિ આવી શકે છે અને ધનસંબંધી તકલીફો ઘટે છે. તો તમે કોની રાહ જુઓ છો, અહીં આપેલી ચીજોનું લિસ્ટ બનાવી લો અને દિવાળીની પૂજા પહેલાં ઘરમાં તેમાંથી કોઈ પણ એક ચીજ લાવીને રાખી દો. તમારી સમૃદ્ધિ દિન પ્રતિદિન વધશે.

શ્રીયંત્ર
દેવી લક્ષ્મીની કૃપા દૃષ્ટિ મેળવવા માટે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રમાં લક્ષ્મીજી સિવાય 33 અન્ય દેવી દેવતાઓના ચિત્ર હોય છે. તેને ઘરમાં લાવવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એટલે જ દિવાળીની પૂજામાં પણ તેનો ખાસ ઉપયોગ કરાય છે.
મોતી શંખ

આ શંખની વિધિ-વિધાનની સાથે પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખો. માન્યતા છે કે મોતી શંખ રાખવાથી રૂપિયા ઘરમાં ટકે છે અને માણસનું ભવિષ્ય સુધરે છે. તહેવાર સમયે કરાતી પૂજામાં શંખ રાખવાથી પૂજા પૂર્ણ ગણવામાં આવે છે.
લક્ષ્મી કોડી

ધર્મ ગ્રંથ અનુસાર લક્ષ્મી સમુદ્રથી મળી છે અને સાથે કોડી પણ સમુદ્રથી મળેલી છે. કોડીમાં ધનને આકર્ષિત કરવાનો સ્વાભાવિક ગુણ હોય છે. કોડીને મા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. દિવાળીની પૂજામાં શક્ય હોય તો કોડીને સામેલ કરો. તેનાથી ધનલાભ થશે.
ગોમતી ચક્ર

ગોમતી ચક્ર ગુજરાતની ગોમતી નદીમાં મળે છે. આ સુદર્શન ચક્ર તરીકે પણ ઓળખાય છે. તમે પીળા કપડામાં 11 ચક્ર બાંધો અને તમારી પાસે સુરક્ષિત રીતે રાખો. આમ કરવાથી તમારા ઘરમાં રૂપિયાની અછત નહીં રહે. અને સાથે જ ઘરમાં બરકત આવશે.
આંકડાના મૂળ

જ્યારે તમે દિવાળીની પૂજાની વસ્તુઓ લાવો છો ત્યારે સાથે જ આંકડાના મૂળ પણ લાવો અને તેની પણ પૂજા કરો. આ શુભ ગણાય છે. આ સિવાય શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજામાં વિધિ વિધાન સાથે સફેદ આંકડાની જડની પૂજા કરો. હવે તેને તિજોરીમાં મૂકો, તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે.
દક્ષિણાવર્તી શંખ

શાસ્ત્રોમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. જ્યારે તમે પૂજા કરો ત્યારે એક મોટા લાલ કપડાંમાં શંખ લપેટી લો અને સાથે ઓમ શ્રી લક્ષ્મી સહોદરાય નમઃનો જાપ કરીને ધનના સ્થાને રાખો. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને સુખ શાંતિ રહેશે.
નાનું નારિયેળ

માન્યતા છે કે નાનું નારિયેળ મા લક્ષ્મીની કૃપા વરસાવે છે. તે સામાન્ય નારિયેળથી અલગ હોય છે. એક લાલ કપડાંમાં 11 નાના નારિયેળને લપેટીને તિજોરીમાં રાખો. તમારા ઘરમાં બરકત રહેશે. કહેવાય છે કે તિજોરીમાં આ નારિયેળ રાખવાથી સુખ શાંતિ પણ કાયમ રહે છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે.
કમલ ગટ્ટા

કમલ ગટ્ટા કમળના બીજથી બને છે, દેવી લક્ષ્મીને પણ કમળ કહેવામાં આવે છે. કમળના પાંચ અંગોમાં દેવી કમળનો વાસ રહે છે. કમળની માળા પણ મા લક્ષ્મીના ચિત્ર પર રાખીને પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. દિવાળીની પૂજામાં આ કમળના ફૂલનું ખાસ મહત્વ હોય છે. માટે પૂજામાં તેને અચૂક સામેલ કરો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
0 Response to "દિવાળીની પૂજા પહેલાં લઈ આવો આ 8માંથી 1 ચીજ, લક્ષ્મીજીની થશે અપાર કૃપા"
ટિપ્પણી પોસ્ટ કરો