રોજના 2 લવિંગ આ 14 તકલીફોમાં આપશે રાહત, જાણો કયા દર્દમાં ફટાફટ આપશે લાભ
ભોજનનો સ્વાદ વધારવામાં અને કોઇપણ જાતનો દુખાવો દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક રહે છે. વર્ષોથી ભારતીય મસાલાઓમાં લવિંગનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. લવિંગમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે. અત્યારે શિયાળો અને કોરોનાના કારણે આ ગરમ તાસીરના લવિંગનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક ગણાઈ રહ્યો છે.

લવિંગમાં કેલ્શિયમ, મેગનીઝ, વિટામિન કે, ફાયબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી6 જેવા ન્યૂટ્રીઅન્ટ્સ હોય છે. લવિંગ અસ્થમા, પેટ અને ગેસ સંબંધી બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારી હોય છે.

લવિંગનો ઉપયોગ કરવાથી તમારી ભૂખ વધે છે અને પેટના કીડાનો નાશ થાય છે. તમારી ચેતનાશક્તિ સારી રહે છે અને શરીરની બેડ સ્મેલને પણ દૂર કરે છે. અમે તમને આ બેસ્ટ લવિંગના શ્રેષ્ઠ ઉપયોગ અને લાભ જણાવીશું.
જાણો ફક્ત 2 લવિંગના 14 શ્રેષ્ઠ હેલ્થ ફાયદાઓ વિશે.
ગેસની તકલીફ

ખાવાનું ખાધા બાદ 2 લવિંગ ચાવવાથી ડાઇજેશન સારું રહે છે. ગેસની સમસ્યામાં રાહત મળે છે.
માથાનો દુઃખાવો
2 લવિંગને પીસીને 1 કપ પાણીમાં ઉકાળો. અડધું રહે ત્યારે તેને ગાળીને તેમાં ખાંડ મિક્સ કરીને રાતે સૂતા સમયે પીઓ.
દાંતનું દર્દ

દર્દવાળી જગ્યા પર લવિંગનું તેલ લગાવો અથવા દાંતની નીચે લવિંગ રાખીને ચાવો. લવિંગના પાણીથી કોગળા કરવાથી પણ રાહત મળે છે.
હેર કંડીશનર
2 લવિંગ પીસીને 1 ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરી વાળ પર લગાવો. 20 મિનિટ બાદ શેમ્પૂ કરી લો.
હેર વોશ

2 લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડું કરીને વાળ ધૂઓ. વાળ સોફ્ટ અને સિલ્કી બનશે.
ઉલ્ટી
2 લવિંગ બારીક પીસીને મધની સાથે ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાં આરામ મળે છે.
એસિડિટી
એસિડિટી, છાતીમાં બળતરામાં લવિંગ ચાવવાથી આરામ મળે છે. 1 કપ પાણીમાં 2 લવિંગ ઉકાળીને પીઓ.
ઉધરસ
સવિંગને શેકીને ચાવવાથી ખાંસીમાં આરામ મળે છે. 2 લવિંગ પીસીને હૂંફાળા દૂધ સાથે પીઓ.
વેટ લોસ

100 ગ્રામ અળસીની સાથે 10 ગ્રામ લવિંગ પીસીને રાખો, સવારે 1 ચમચી હૂંફાળા પાણી સાથે લો.
મોઢાની દુર્ગંધ
વરિયાળીની સાથે લવિંગ ખાવાથી શ્વાસની બદબૂ દૂર થાય છે.
શરદી ઉધરસ
1 ચમચી મધમાં બે ટીપાં લવિંગનું તેલ નાંખો. સવાર-સાંજ પીવાથી શરદી -ઉધરસમાં રાહત મળે છે.
સ્ટ્રેસ

લવિંગની ચામાં તલુસી, ફૂદીનો અને મધ નાંખીને પીવાથી સ્ટ્રેસ, ટેન્શન જેવી સમસ્યામાં ફાયદો મળે છે.
જોઇન્ટ પેન
ઠંડીને કારણે જોઇન્ટમાં થતા પેનમાં લવિંગના તેલનું મસાજ કરવાથી ફાયદો થાય છે.
મોઢાના ચાંદા
મોઢાના ચાંદા અને પાનથી જૂભ કપાઇ જાય તો લવિંગ ચાવવા કે લવિંગનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રોજના 2 લવિંગ આ 14 તકલીફોમાં આપશે રાહત, જાણો કયા દર્દમાં ફટાફટ આપશે લાભ"
ટિપ્પણી પોસ્ટ કરો