જાણી લો આ 5 વસ્તુઓ વિશે, જે કરે છે ફેફસાને સાફ કરવાનું કામ, જાણશો તો ક્યારે નહિં થાય ફેફસાને લગતી બીમારીઓ
મિત્રો જીવન ટકાવી રાખવા માટે નું સૌથી અગત્યનું છે સ્વાસ લેવું, અને તેમાં માટે શરીર માં ફેફસા નું સ્વસ્થ હોવું જરૂરી છે. ફેફસા વગર માણસના જીવનની કોઈ કલ્પના જ નથી. જો તે જ ફેફસામાં કંઈ સમસ્યા આવે તો તે શ્વાસ તેમજ તેને સંબંધી અન્ય બીમારીઓનો ભોગ બનવું પડે છે અને ક્યારેક એટલી ગંભીર પરિસ્થિતિ અને સમસ્યાઓ સર્જાય છે કે જેના કારણે દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે.ઘણા વિસ્તારોમાં હવાની ક્વોલિટી (AIQ) બહુજ ખરાબ થઈ ગઈ છે. હવામાં મિશ્રિત પ્રદૂષણનાં ઝેરથી કોરોના ઈંફેક્શન (Corona infection)ના ફેલાવાની ગતિ પણ વધી શકે છે. કારણકે, તેનાંથી ખાસી અને છીંકના મામલા વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છેકે, બિમારી અને પ્રદૂષણના બેવડા મારથી ફેંફ્સા ઉપર ખરાબ અસર થઈ રહી છે. એટલા માટે તેની સફાઈ અને મજબૂતી બહુજ જરૂરી છે.
આદુની ચા

આદુંવાળી ચાની અંદર એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં કારગર છે. સાથે જ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બીટા કેરોટીન જેવાં ઔષધીય તત્વ પણ છે. એક સ્ટડી મુજબ, આદું શરીરમાં કેન્સર સેલ્સનો ખાતમો કરી શકે છે. ફેંફ્સાની સફાઈ માટે નિયમિત રૂપે આદુંની ચા પીવો.
તજની ચા

ફેંફ્સા સાથે જોડાયેલી મુશ્કેલી દૂર કરવા માટે તજની ચા પણ ઘણી ઉપયોગી છે. રોમન સામ્રાજ્યમાં તેનો ઉપયોગ ડાયજેશન અને રેસ્પિરેટરી ટ્રેકટમાં દવાની જેમ કરવામાં આવતો હતો. એક ગ્લાસ પાણીમાં થોડા તજ નાંખી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય, તેને પીવાથી ફેંફ્સાની સારી સફાઈ થઈ શકે છે.
સ્ટીમ

ફેંફ્સાની સફાઈ માટે સ્ટીમ થેરેપી સૌથી સારી અન સરળ ઉપાય છે. પાણીની વરાળ ફક્ત બંધ પડેલાં એર પેસેજ જ નથી ખોલતી પરંતુ ફેંફ્સામાંથી કફને પણ નીકાળે છે. ઠંડીની ઋતુમાં તે વધારે ફાયદાકારક છે. સ્ટીમ બહુજ ઓછા સમયમાં શ્વાસની તકલીફમાંથી રાહત અપાવી શકે છે.
પ્રાણાયમ

દરરોજ નિયમિતરૂપે પ્રાણાયમ કરવાથી ફેંફ્સાનાં એર પેસેજ માટે સારી માનવામાં આવે છે. તેનાંથી છાતીમાંથી કફ પણ જામતો નથી. ફેંફ્સાનાં ફંક્શન માટે તે બહુજ કારગર છે. નાકમાં સીસમનાં તેલનું એક ટીપું નાખો અને પ્રાણાયમ કરો. બહુજ જલ્દીથી તમને તેનાં ફાયદાઓ દેખાવા લાગશે.
અખરોટ

અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત એક જર્નલ મુજબ, અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ફેંફ્સા માટે તે બહુજ ફાયદાકારક વસ્તુ છે. ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી તમે ફેંફ્સાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તે શ્નાસની મુશ્કેલીની સમસ્યા અથવા અસ્થમામાં પણ ફાયદાકારક છે.

જે માછલીમાં ફેટની માત્રા વધારે હોય છે તેનું સેવન કરવાનું પણ ફેંફ્સા માટે ફાયદાકારક હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ માટે સાલ્મન ફિશ સૌથી સારો વિકલ્પ હોય છે.
અમેરિકન કેંસર સોસાયટી મુજબ, બીન્સ શાકભાજીઓનું સેવન ફેંફ્સા માટે લાભદાયી છે. બીન્સમાં શરીર માટે જરૂરી દરેક પ્રકારનાં ન્યૂટ્રીશન મળી જાય છે. એટલા માટે તેને ડાયેટમાં સામેલ કરવાનું ક્યારેય ભુલશો નહી.

હેલ્ધી ફેંફ્સા માટે દરરોજ એક સફરજન ખાવ, તેમાં હાજર વિટામિન્સ ફેંફ્સાને હેલ્ધી બનાવી રાખે છે. એક શોધ મુજબ, ફેંફ્સાનાં સ્વાસ્થ્ય માટે વિટામિન-ઈ, વિટામીન-સી, બીટા કેરોટીન અને ખાટા ફળો ઘણા સારા માનવામાં આવે છે. સફરજનમાં આ બધા જ પોષકતત્વ હોય છે.

જરદાળુંમાં હાજર વિટામિન-એ ફેંફ્સા માટે વધુ લાભદાયી છે. તેમાં હાજર ગુણકારી પોષક તત્વ ફેંફ્સામાં થતાં ઇંફેક્શનનાં ખતરાને ઘટાડી શકે છે. તેથી જ્યારે પણ ફેફસાની કોઈ પીડા થાઈ તે પહેલા તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જેથી કરીને આપણે ક્યારેય ફેફસા સંબંધી ડોક્ટરની મુલાકાત નહિ લેવી પડે. સારવારમાં પૈસા નાખવા તેના કરતા તો તેનો ઉપચાર કરી લેવો વધારે સારો રહે છે મિત્રો. તેના સંદર્ભમાં જ આજે અમે એવા ઉપચાર લાવ્યા છીએ કે જેમાં તમે ઘરે બેઠા તમારા ફેફસાની સફાઈ ખુબ જ સરળતાથી કરી શકો છો. પણ હવે ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે હવે ઘરે બેઠા તમે હળદર, આદું અને લસણ દ્વારા તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાણી લો આ 5 વસ્તુઓ વિશે, જે કરે છે ફેફસાને સાફ કરવાનું કામ, જાણશો તો ક્યારે નહિં થાય ફેફસાને લગતી બીમારીઓ"
ટિપ્પણી પોસ્ટ કરો