જો તમે પણ ખુરશીમાં આ રીતે બેસો છો, તો આજથી જ બદલી દો ખાસ આદતો, નહીં તો થશે મોટી બીમારીઓ

જ્યારે તમે ખુરશીમાં બેસો છો ત્યારે તમે અનેક વાર થાક અનુભવવાના કારણે તમારા પગને ફોલ્ડ કરીને એટલે કે ક્રોસમાં રાખીને બેસી જાવ છો. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. ભાગ્યે જ લોકો આ વાત જાણે છે. અનેક લોકો પગને ક્રોસમાં રાખીને બેસવાનું કમ્ફર્ટેબલ માને છે. પણ વારે ઘડી અને લાંબા સમય સુધી આ પોઝિશનમાં બેસવાથી હેલ્થ પર તેની વિપરીત અને ગંભીર અસરો જોવા મળે છે. એવામાં બોડી તેના નેચરલ શેપમાં રહેતી નથી, તેના કારણે અનેક હેલ્થની સમસ્યાઓ જોવા મળે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ ક્રોસ લેગ રાખીને બેસવાથી થતા નુકશાન વિશે.

image source

જાણો ક્રોસ લેગ રાખીને બેસવાથી કયા નુકશાન થઇ શકે છે.

બેક પેન

image source

સતત લાંબા સમય સુધી પગને ક્રોસ કરીને બેસવાથી બોડી તમારા નેચરલ શેપમાં રહેતી નથી, તેનાથી બેક પેન થવા લાગે છે.

હાર્ટ પર અસર

image source

પગને ક્રોસ કરીને બેસવાથી પગની નસ દબાય છે. એવામાં લોહી પગની તરફ ન જઇ શકવાથી હાર્ટની તરફ જાય છે. તેની હાર્ટ પર ખરાબ અસર થાય છે. બેસવાની એક નાની ભૂલ કે આદત તમને હાર્ટ એટેકની તકલીફ સુધી પહોંચાડી દે છે. માટે એલર્ટ રહો અને આ આદત બદલી દો તે જરૂરી છે.

પેલ્વિક બોન પર અસર

લાંબા સમય સુધી પગને ક્રોસ કરીને બેસવાથી પેલ્વિક બોનમાં દર્દ અને અકડાઇ જવાની સમસ્યા થાય છે. જેના કારણે તમને સાંધાની તકલીફો પણ વધી શકે છે. તો ખુરશીમાં જ્યારે પણ બેસો ત્યારે ભૂલથી પણ પગને ક્રોસમાં રાખીને નહીં પણ સીધા રાખીને બેસો તે હિતાવહ છે.

સ્પાઇડર વેન્સ પર અસર

image source

પગને ક્રોસ કરીને બેસવાથી પગમાંની સ્પાઇડર વેન્સમાં લોહી ભેગું થવા લાગે છે. એવામાં તેમાં દર્દ અને સોજાની સમસ્યા થઇ શકે છે. ઘણા લોકો એમ માને છે કે લાંબા સમય સુધી પગ લટકતા રાખીને ખુરશીમાં બેસવાથી સોજા આવે છે પણ એવું નથી. તેઓની બેસવાની રીત ખોટી હોવાના કારણે આ સમસ્યાનો શિકાર બને છે.

નર્વ્સ ડેમેજની સમસ્યા

image source

લાંબા સમય સુધી પગને ક્રોસ કરીને બેસવાથી પગની નર્વ્સ પર પ્રેશર પડે છે. એવામાં નસ ધીરે ધીરે ડેમેજ થાય છે. આ સાથે જ તમને વારેઘડી ખાલી ચઢી જવાની સમસ્યા પણ આવતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "જો તમે પણ ખુરશીમાં આ રીતે બેસો છો, તો આજથી જ બદલી દો ખાસ આદતો, નહીં તો થશે મોટી બીમારીઓ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel