ભૂલથી પણ ધનતેરસના દિવસે ના ખરીદતા આ વસ્તુઓ, નહિં તો થઇ જશો કંગાળ
નવેમ્બર માસની શરુઆત સાથે જ દિવાળીના પર્વની ઉજવણીની તૈયારીઓ તો શરુ થઈ જ ચુકી છે તો સાથે જ લોકો દિવાળીના દિવસોની ખરીદીનું પ્લાનિંગ પણ શરુ કરી ચુક્યા હશે.
સામાન્ય રીતે દિવાળીના ખાસ દિવસો દરમિયાન લોકો સોનું, ચાંદી, વાસણ જેવી શુકનની વસ્તુઓ ખરીદવાનું પ્લાન કરતાં હોય છે. સામાન્ય રીતે લગ્નસરાની ખરીદીની શરુઆત પણ લોકો દિવાળીના પાવન પર્વ પર કરે છે. તો ચાલો તમને જણાવીએ કે ધનતેરસ જેવા પવિત્ર દિવસમાં કઈ કઈ વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ.
દિવાળીના પર્વ પર મહાલક્ષ્મી અને કુબેર ભગવાનની આરાધના કરવામાં આવે છે. આ દિવસોમાં સોનું-ચાંદી જેવી વિશેષ વસ્તુઓ ખરીદવામાં આવે છે. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. તેવામાં જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ખરીદવાથી બચવું પણ જરૂરી છે. આ વસ્તુઓ દિવાળીના પર્વમાં ખરીદવાથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ધારદાર વસ્તુઓ
માન્યતા અનુસાર આ દિવસે છરી, ચાકુ, કાતર, સુડી જેવી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. આ દિવસે તેલની ખરીદી કરવી પણ શુભ નથી.
કાંચની વસ્તુઓ
આ પર્વ પર લોકો વાસણ સહિતની ઘરની વસ્તુઓ પણ ખરીદે છે પરંતુ તેમાં કાચના વાસણ ખરીદવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર કાંચનો સામાન ખરીદવો પણ શુભ નથી.
લોઢાની વસ્તુ
આ પર્વ પર લોઢાની વસ્તુઓ પણ ખરીદવી જોઈએ નહીં. તેને પણ અશુભ માનવામાં આવે છે. લોઢાની વસ્તુ ખરીદવાથી ઘર પર રાહુનો પ્રભાવ પડે છે. તેનાથી ઘર-પરિવાર પર સમસ્યા આવી શકે છે. આ સિવાય છત્રી, જૂતા પણ ખરીદવા જોઈએ નહીં.
સ્ટીલની વસ્તુઓ
આ પર્વમાં વાસણ ખરીદવા શુભ ગણાય છે પરંતુ આ દિવસોમાં સ્ટીલના વાસણ ખરીદવા જોઈએ નહીં. વાસણ ખરીદવા હોય તો ચાંદી કે તાંબાના વાસણ ખરીદવા જોઈએ.
કાળા રંગની વસ્તુઓ
કાળો રંગ અશુભ માનવામાં આવે છે. આ રંગની વસ્તુ ખરીદવાથી દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
આ પર્વમાં એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે આ શુભ દિવસોમાં પરિવાર માટે ખરીદી કરવી જરૂરી છે. માનવામાં આવે છે કે શુભ દિવસ પર કોઈ અન્ય વ્યક્તિ માટે ભેટ લેવી શુભ માનવામાં આવે છે. એટલા માટે જ તો દિવાળીમાં લોકો એકબીજાના ઘરે ઉપહાર લઈને જ જાય છે.
0 Response to "ભૂલથી પણ ધનતેરસના દિવસે ના ખરીદતા આ વસ્તુઓ, નહિં તો થઇ જશો કંગાળ"
ટિપ્પણી પોસ્ટ કરો