ગુજરાતમાં આ મહિના સુધી સ્કૂલ-કોલેજ નહિં ખુલે, વાલીઓ અને સરકાર જોખમ લેવાના નથી મૂડમાં
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અથિ ઝડપી વધી રહ્યું છે. જેને કારણે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજો 23મી નવેમ્બરથી ખોલવાનો નિર્ણય પણ રદ કરવામાં આવ્યો છે. તો હવે સવાલ એ થાય કે આખરે રાજ્યમાં કયારે સ્કૂલ-કોલેજ ખૂલશે? એ જાણવા વાલીઓ મીટ માંડી રહ્યા છે. જોકે કોરોનાના કેસ વધતાં રાજય સરકાર પણ સ્કૂલ-કોલેજ ખોલવાના મુદ્દે 15મી ડિસેમ્બર સુધી વિચારવા તૈયાર નથી અને પછી સ્થિતિ સુધરે તોપણ ડિસેમ્બરના અંત સુધીમાં સ્કૂલ-કોલેજ ખોલી શકાય એવી સ્થિતિ ન હોવાનું ટોચનાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે. જેથી જાન્યુઆરીમાં આ અંગે વિચારણા થશે કે રાજ્યમાં કેવી પરિસ્થિતિ છે. જેને અનુરૂપ આગળનો નિર્ણય લેવામાં આવશે.
23મી પછી કોરોનાના કેસ વધ્યા
તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાની તા. 23મીની જાહેરાત મોકૂફ રાખ્યા પછી કોરોનાના કેસ વધ્યા છે. આ સંજોગોમાં સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, આ નિર્ણય પછી રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ-કોલેજ ખોલવી કે નહીં એ બાબતે કોઇ વિચારણા હાથ ધરાઇ નથી. કેટલાક વાલીઓ-શિક્ષકોએ આ મુદ્દે રાજય સરકારમાં પણ પૃચ્છા કરી હતી.
અગાઉ સ્કૂલ ખોલી એ પહેલાં સંચાલકો અને વાલીઓના મત જાણ્યા હતા, આથી સંચાલકો, વાલીઓના મત જાણવા માટેની પ્રક્રિયા કે સ્કૂલ ખોલવા માટે સંચાલકોના મત લેવાની પ્રક્રિયા પણ 15મી ડિસેમ્બર સુધી હાથ ધરવા સરકાર તૈયાર ન હોવાનું ટોચનાં સૂત્રોનું કહેવું છે.
ડિસેમ્બર સુધી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરવા સરકાર તૈયાર નથી
આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલના તબક્કે તો સરકાર ડિસેમ્બર સુધી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરવા તૈયાર નથી. આ દરમિયાન એક મહિનો કોરોનાના કેસની સમીક્ષા કરી અને રસીની સ્થિતિ જોઇને પછી આગળની કાર્યવાહી માટે સરકાર તૈયાર થાય એવું જણાય છે. કારણ કે હાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્કૂલો ખોલવીએ રાજ્ય સરકાર માટે સામે ચાલીને આફતને નોતરૂ આપવા બરાબર હશે.
૨૪ કલાકમાં કોરોનાના ૧૪૯૫ નવા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૯૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૧,૯૭,૪૧૨ થયો છે. ગુજરાતમાં હાલ ૧૩૬૦૦ એક્ટિવ કેસ છે જ્યારે ૯૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા, જે ૫ ઓક્ટોબર બાદ સૌથી ઊંચો દૈનિક મરણાંક છે. અત્યારસુધી કુલ ૩૮૫૯ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂક્યા છે.
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ૩૦૦થી વધુ કેસ
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૩૧૮-ગ્રામ્યમાંથી ૨૩ એમ ૩૪૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૭૩૦૯ છે.
નવેમ્બરના ૨૨ દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના ૪૭૯૫ કેસ નોંધાયેલા છે. સુરત શહેરમાં ૨૧૩-ગ્રામ્યમાં ૫૩ એમ ૨૬૬ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૧૪૦૩ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતમાં આ મહિના સુધી સ્કૂલ-કોલેજ નહિં ખુલે, વાલીઓ અને સરકાર જોખમ લેવાના નથી મૂડમાં"
ટિપ્પણી પોસ્ટ કરો